મહેશ ચોકસી
હિંકલર બર્ટ (હર્બટ જૉન લુઈ)
હિંકલર, બર્ટ (હર્બટ જૉન લુઈ) (જ. 1892, ક્વીન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા; અ. 1933) : ઑસ્ટ્રેલિયાના ઉડ્ડયન-નિષ્ણાત. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રૉયલ નૅવલ ઍર સર્વિસમાં કામગીરી બજાવી. 1928માં ઇંગ્લૅન્ડથી ઉડ્ડયન કર્યા પછી 16 જ દિવસમાં નૉર્ધર્ન ટેરિટરીના ડાર્વિન ખાતે આવી પહોંચીને ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેનો નવો વિક્રમ સ્થાપ્યો. 1931માં તેમણે અમેરિકાથી જમૈકા, બ્રાઝિલ અને પશ્ચિમ…
વધુ વાંચો >હુજે આતમ જો મૌત (1973)
હુજે આતમ જો મૌત (1973) : સિંધી નવલકથાકાર લાલ પુષ્પ (જ. 1935) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ કૃતિ કથાસાહિત્યમાં એક અસામાન્ય પ્રયોગ ગણાય છે. કારણ તેમાં પરંપરાગત નવલકથાનાં ચીલાચાલુ મૂલ્યો તથા શૈલી સામે લગભગ પડકાર સર્જાયો છે. તેમાં કથાવસ્તુનો લગભગ સદંતર અભાવ…
વધુ વાંચો >હૂડ રૅમન્ડ
હૂડ, રૅમન્ડ (જ. 21 માર્ચ 1881, પૉટકર, રહોડ આઇલૅન્ડ; અ. 14 ઑગસ્ટ 1934) : અમેરિકાના સ્થપતિ. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારપછી 1905માં પૅરિસ ખાતે ઇકૉલ બ્યૂઝારમાં અભ્યાસ માટે જોડાયા. 1922માં તે જૉન મીડ હૉવેલ્સના સહયોગ(1868–1959)માં શિકાગો ટર્બાઇન ટાવર માટેની સ્પર્ધામાં વિજેતા બન્યા. આ ડિઝાઇન ગૉથિક…
વધુ વાંચો >હૂડીની હૅરી
હૂડીની, હૅરી (જ. 24 માર્ચ 1874, બુડાપેસ્ટ, હંગેરી; અ. 31 ઑક્ટોબર 1926, ડેટ્રાઇટ, મિશિગન, અમેરિકા) : નામી જાદુગર અને કોઈ પણ પ્રકારનાં બંધનમાંથી છટકી શકનાર કલાકાર. તે સાવ બાળક હતા ત્યારે તેમના પરિવારે સ્થળાંતર કરીને અમેરિકામાં વસવાટ કર્યો. તે કોઈ પણ જાતની બંધનાવસ્થામાંથી એટલે કે જેલની બંધ કોટડીમાંથી માંડીને પાણીમાં…
વધુ વાંચો >હેડલી રિચાર્ડ (જૉન) (સર)
હેડલી, રિચાર્ડ (જૉન) (સર) (જ. 1951, ક્રાઇસ્ટ ચર્ચ, ન્યૂઝીલૅન્ડ) : નામી ક્રિકેટ-ખેલાડી. તેમણે પોતાની પ્રથમ કક્ષાની કારકિર્દીનો 1971–72માં કૅન્ટરબરીની ટીમથી પ્રારંભ કર્યો. 1973માં તેમણે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ટેસ્ટ મૅચમાં કુલ 3124 રન બનાવ્યા. તે જમણેરી ઝડપી ગોલંદાજ છે અને ડાબેરી ક્રિકેટ-ખેલાડી છે. તે નૉટિંગહૅમશાયર તથા ટાસ્માનિયા માટે પણ…
વધુ વાંચો >હેસ્ટન ચાર્લટન
હેસ્ટન, ચાર્લટન (જ. 1923, ઇવાન્સ્ટન, ઇલિનૉઇસ, અમેરિકા) : નામી અભિનેત્રી. તેમણે ફિલ્મ-અભિનયનો પ્રારંભ કલાશોખીન નિર્માણ ‘પિયર જિન્ટ’(1941)થી કર્યો. તે પછી તેમણે વાયુદળમાં રહીને યુદ્ધ-સેવા બજાવી; તે પછી રંગભૂમિક્ષેત્રે અભિનયનો અનુભવ મેળવ્યો. તે પછી ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’થી બ્રૉડવેમાં અભિનયનો પ્રારંભ કર્યો. 1950માં તેમણે હૉલિવુડમાં પ્રવેશ કર્યો; તેમણે ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ (1956),…
વધુ વાંચો >હૉપ બૉબ
હૉપ, બૉબ (જ. 29 મે 1903, એલ્થામ, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 27 જુલાઈ 2003) : નામાંકિત હાસ્ય-અભિનેતા. 1907માં તેઓ પોતાનાં માતા-પિતા સાથે સ્થળાંતર કરીને અમેરિકા આવી વસ્યા. તેમના પિતા પથ્થરકામના મિસ્ત્રી અને વેલ્સમાં અગાઉ સંગીત-સમારોહના ગાયક હતા. થોડાંક વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે કામ કર્યું. 10 વર્ષની વયે તેઓ…
વધુ વાંચો >હૉબ્સ જૅક
હૉબ્સ, જૅક (જ. 16 ડિસેમ્બર 1882, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 21 ડિસેમ્બર 1963, હોવ, સસેક્સ) : નામી ક્રિકેટ-ખેલાડી, 1904 સુધી તેઓ કેમ્બ્રિજશાયર વતી કાઉન્ટી ક્રિકેટ ખેલતા રહ્યા અને 1905–34 સુધી તેઓ સરે વતી રમતા રહ્યા. 1908થી 1930ના ગાળા સુધી તેઓ ઇંગ્લૅન્ડ તરફથી રમ્યા અને તે દરમિયાન હર્બર્ટ સટ ક્લિફ (1894–1978)…
વધુ વાંચો >