ભૌતિકશાસ્ત્ર
શક્તિ-પરિવર્તકો (power-convertors)
શક્તિ–પરિવર્તકો (power-convertors) : વીજપ્રવાહના દબાણના તરંગોમાં ફેરફાર કરવા વપરાતાં ઇલેક્ટ્રૉનિક સાધનો. 1957માં સિલિકોન-કંટ્રોલ્ડ રેક્ટિફાયર(SCR)ની શોધ અને ત્યારબાદ તેમાં થયેલ વિકાસે – ખાસ કરીને થાઇરિસ્ટરોએ ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં એક નવી જ શાખા ઊભી કરી, જેને પાવર-ઇલેક્ટ્રૉનિક્સ કહેવાય છે. પાવર-ઇલેક્ટ્રૉનિક્સમાં શક્તિ(પાવર)-પરિવર્તકો (power-convertors) મુખ્ય સાધનો છે. આ પરિવર્તકોનો વ્યાપ વિશાળ છે મિલી-વૉટની રમકડાની મોટરથી…
વધુ વાંચો >શુલ, કિલફર્ડ ગ્લેનવૂડ
શુલ, કિલફર્ડ ગ્લેનવૂડ (જ. 23 સપ્ટેમ્બર 1915, પિટ્સબર્ગ, પી.એ., યુ.એસ.; અ. 31 માર્ચ 2001, મીડફૉર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકાના ભૌતિકવિજ્ઞાની અને 1994ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમણે ન્યૂટ્રૉન પ્રકીર્ણન તકનીક, તેમાં પણ ખાસ કરીને ન્યૂટ્રૉન-વિવર્તન (diffraction) વિકસાવેલ. તેમના સહવિજેતા કૅનેડાના ભૌતિકવિજ્ઞાની બેર્ટ્રામ એન. બ્રોકહાઉસ હતા. તેમણે અલગ રીતે, પરંતુ એક…
વધુ વાંચો >શુષ્ક બરફ (dry ice)
શુષ્ક બરફ (dry ice) : ઘન પ્રાવસ્થા (phase) રૂપે અસ્તિત્વ ધરાવતો કાર્બન ડાયૉક્સાઇડ (CO2). તેને શુષ્ક બરફ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે ઘનનું ઊર્ધ્વીકરણ (sublimation) થઈ તે સીધો બાષ્પમાં ફેરવાતો હોઈ તે ભીનો (wet) લાગતો નથી. તે અવિષાળુ (nontoxic) અને અસંક્ષારક (noncorrosive) હોય છે અને ઘનમાંથી સીધો બાષ્પમાં…
વધુ વાંચો >શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy)
શૂન્ય બિંદુ ઊર્જા (zero point energy) : નિરપેક્ષ શૂન્ય (0 k) તાપમાને પદાર્થમાં રહી જતી ઊર્જા. બધી પ્રતિરોધિત (confined) પ્રણાલીઓ તેમના ન્યૂનતમ (lowest) ઊર્જાસ્તર(energy level)માં ધનાત્મક (positive) શૂન્ય બિંદુ ઊર્જા ધરાવે છે. પ્રશિષ્ટ ભૌતિકી (classical physics) કણો માટે પ્રત્યેક ક્ષણે નિર્દિષ્ટ સ્થાનો (locations) અને વેગમાન(momenta)વાળા ચોક્કસ પ્રક્ષેપપથ (trajectory) સૂચવે છે…
વધુ વાંચો >શૈથિલ્ય (hysteresis)
શૈથિલ્ય (hysteresis) : વ્યાપક રીતે કારણ (ક્રિયાવિધિ) અને તેનાથી ઉદ્ભવતી અસર વચ્ચે પડતો દેખીતો વિલંબ (પદૃશ્યનlag). શૈથિલ્યની ઘટના વિવિધ શાખાઓમાં જોવા મળે છે; જેમ કે, (1) સ્થિતિસ્થાપક (elastic) શૈથિલ્ય, (2) ચુંબકીય (magnetic) શૈથિલ્ય અને (3) પરાવૈદ્યુત (dielectric) શૈથિલ્ય. (1) સ્થિતિસ્થાપક શૈથિલ્ય : અહીં બાહ્ય બળ દૂર કર્યા પછી વિરૂપણ (deformation)…
વધુ વાંચો >શોકલી, વિલિયમ
શોકલી, વિલિયમ (જ. 13 ફેબ્રુઆરી 1910, લંડન; અ. 12 ઑગસ્ટ, 1989, સાન ફ્રાન્સિસ્કો) : અર્ધવાહકો (semi-conductors) ઉપરના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટર-અસરની શોધ બદલ જ્હૉન બાર્ડિન અને વૉલ્ટર બ્રેટાનીની ભાગીદારીમાં 1956ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિદ. 1913માં તેમનો પરિવાર યુ.એસ. આવ્યો. પ્રારંભિક શિક્ષણ કૅલિફૉર્નિયામાં લીધું. 1932માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી બી.એસસી.…
વધુ વાંચો >શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.)
શ્મિટ, બ્રાયન પી. (Schmidt, Brain P.) (જ. 24 ફેબ્રુઆરી 1967, મિસુલા, મૉન્ટાના, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો એક ચતુર્થાંશ ભાગ તેમને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ સાઑલ પર્લમટર તથા આદમ રિઝ વચ્ચે વિભાજિત થયો હતો. બ્રાયન શ્મિટનો…
વધુ વાંચો >શ્વૉટર્ઝ, મેલ્વિન
શ્વૉટર્ઝ, મેલ્વિન (જ. 2 નવેમ્બર 1932, ન્યૂયૉર્ક, એનવાય, યુ.એસ.) : અમેરિકાના ભૌતિકવિજ્ઞાની અને ઉદ્યોગસાહસિક કે જેઓ લિયૉન એમ-લેડરમૅન અને જેક સ્ટેઇનબર્જર(Jack Steinberger)ના 1988ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને ન્યૂટ્રીનોને લગતાં સંશોધન માટે નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. ન્યૂટ્રીનો અવપરમાણુ કણો છે, જેમને વિદ્યુતભાર હોતો નથી તેમજ તેમને દ્રવ્યમાન નથી તેમ…
વધુ વાંચો >શ્રીફર, જ્હૉન રૉબર્ટ
શ્રીફર, જ્હૉન રૉબર્ટ (જ. 31 મે 1931, ઓકપાર્ક, ઇલિનૉઇ) : અતિવાહકતા(super conductivity)નો સિદ્ધાંત વિકસાવવા બદલ જ્હૉન બાર્ડિન અને કૂપરની ભાગીદારીમાં 1972ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ BCS (Bardeen, Cooper અને Schrieffer) સિદ્ધાંત તરીકે ઓળખાય છે. 1940માં શ્રીફર પરિવાર ન્યૂયૉર્કમાં અને ત્યારબાદ 1947માં ફ્લોરિડા ખાતે સ્થાયી થયા. ત્યાં આ…
વધુ વાંચો >