ભૌતિકશાસ્ત્ર

પ્રતિયુતિ (opposition)

પ્રતિયુતિ (opposition) : બે ખગોલીય પદાર્થો(પૃથ્વી જેવા)ની ત્રીજા ખગોલીય પદાર્થની બરાબર વિરુદ્ધ દિશામાં આવવાની ઘટના (જુઓ આકૃતિ). પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બિલકુલ વિરુદ્ધ હોય છે – એટલે કે ચંદ્ર સૂર્ય સાથે પ્રતિયુતિ કરે છે. સૂર્યના સંદર્ભમાં ગ્રહનું સ્થાન દર્શાવવાનું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ગ્રહનું સૂર્યથી અંતર…

વધુ વાંચો >

પ્રતિલિપિ યંત્રો

પ્રતિલિપિ યંત્રો : જુઓ ઝેરૉગ્રાફી

વધુ વાંચો >

પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism)

પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism) : ઓછી પણ ધન ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા દ્રવ્યનો તાપમાન-આધારિત ગુણધર્મ. લેટિસ(કણોની નિયમિત ગોઠવણી)માં પરમાણુઓ પ્રચક્રણ (spin) કરતા હોય છે. પાડોશી પરમાણુઓનું પ્રચક્રણ સમાંતર કે પ્રતિસમાંતર રેખાંકન (parallel કે antiparallel alignment) ધરાવે છે. પ્રતિલોહચુંબકત્વમાં રેખાંકન પ્રતિસમાંતર હોય છે. લોહચુંબકીય દ્રવ્યનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતાં હજારોગણું…

વધુ વાંચો >

પ્રત્યાસ્થતા (elasticity)

પ્રત્યાસ્થતા (elasticity) : બાહ્ય બળની અસર નીચે ઘન પદાર્થમાં લંબાઈ કે આકારમાં ફેરફાર થયા બાદ એ બળ નાબૂદ થતાં પદાર્થની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો ગુણધર્મ. આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા પણ કહે છે. અલબત્ત, બાહ્ય બળની માત્રા વધુ હોય તો તદ્દન મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે નહિ. આમ તો ઘન પદાર્થોને ર્દઢ…

વધુ વાંચો >

પ્રમાપ-સિદ્ધાંત (Gauge Theory)

પ્રમાપ-સિદ્ધાંત (Gauge Theory) : અમુક રૂપાંતરણ (transformation) હેઠળ કોઈ ભૌતિક રાશિના અવિચલન- (invariance)નો તેમજ તે દ્વારા નીપજતા ભૌતિકશાસ્ત્રીય નિષ્કર્ષનો સિદ્ધાંત. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં રાશિઓના અવિચલનને તંત્ર કે પ્રણાલી(system)ની કોઈ મૂળભૂત સંમિતિ (symmetry) સાથે સાંકળવામાં આવે છે. તેથી પ્રમાપ-સિદ્ધાંત એક પાયાનો સિદ્ધાંત બની રહે છે. પ્રમાપ-અવિચલન(gauge-invariance)ના એક ઉદાહરણ તરીકે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર…

વધુ વાંચો >

પ્રવાહી (liquid)

પ્રવાહી (liquid) : દ્રવ્યની ત્રણ પ્રચલિત અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ પૈકીની એ ઘન અને વાયુ સ્વરૂપોની વચ્ચેની અવસ્થા. પ્રવાહી તેમજ વાયુ એ દ્રવ્યની તરલ (fluid) સ્થિતિ દર્શાવે છે; પરંતુ પ્રવાહી નહિવત્ દબનીય હોય છે. નિયત જથ્થાનું પ્રવાહી અચળ કદ ધરાવે છે અને પાત્રમાં ભરવામાં આવે તો પ્રવાહી એ મુજબનો…

વધુ વાંચો >

પ્રવાહી સ્ફટિક (દ્રવ સ્ફટિક) (liquid crystal)

પ્રવાહી સ્ફટિક (દ્રવ સ્ફટિક) (liquid crystal) : પ્રવાહી તેમજ ઘન પદાર્થ એમ બંને તરીકેના અમુક ગુણધર્મો ધરાવતું દ્રવ્ય. પ્રવાહી સ્ફટિકવહનની ક્ષમતા ધરાવે છે તો સ્ફટિકની માફક અસમદિશી (anisotropic) પણ હોય છે. આ કારણે તે ખૂબ જ રસપ્રદ તેમજ ઉપયોગી બાબત બનેલ છે. સેંકડો રાસાયણિક સંયોજનો- (compounds)માં ઉપર્યુક્ત અવસ્થા જોવા મળી…

વધુ વાંચો >

પ્રવેગમાપક (accelerometer)

પ્રવેગમાપક (accelerometer) : પ્રવેગ માપીને તેની નોંધ કરી શકાય તેવું સાધન. તે વિમાન, મિસાઇલ, અવકાશયાન વગેરેમાં વપરાય છે. આ સાધનના રેખીય (linear) અને કોણીય (angular) એમ બે પ્રકારો છે. વેગ(velocity)નું પ્રત્યક્ષ માપન થઈ શકે છે, જ્યારે પ્રવેગનું માપન પરોક્ષ (indirect) રીતે કરવું પડે છે. મૂળભૂત રીતે ન્યૂટનના ગતિના બીજા નિયમ…

વધુ વાંચો >

પ્રિગૉગીને ઇલ્યા

પ્રિગૉગીને ઇલ્યા (જ. 25 જાન્યુઆરી 1917, મૉસ્કો) : અપ્રતિવર્તી ઉષ્માગતિશાસ્ત્ર વિકસાવનાર રશિયન બેલ્જિયન ભૌતિક રસાયણવિદ્. રશિયામાં જન્મેલા પ્રિગૉગીને 1921માં કુટુંબ સાથે પશ્ચિમ યુરોપમાં વસાહતી તરીકે આવ્યા તથા 12 વર્ષની વયે બેલ્જિયમમાં બ્રસેલ્સ ખાતે અભ્યાસ શરૂ કર્યો. 1942માં બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાંથી તેઓ પીએચ.ડી. થયા અને ત્યાં જ 1951થી પ્રોફેસર બન્યા. તેઓ…

વધુ વાંચો >

પ્રિઝમ

પ્રિઝમ : ત્રિકોણાકાર ઘન કાચ, જેના વડે વક્રીભવનની પ્રક્રિયા દ્વારા શ્વેત પ્રકાશનું તેના સાત ઘટક રંગોમાં વિભાજન (dispersion) થઈ, સાત રંગનો એક રંગીન પટ્ટો – રંગપટ કે વર્ણપટ (spectrum) ઉદભવે છે. સુવિખ્યાત વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને એક તિરાડમાંથી અંધારા કક્ષમાં પ્રવેશી રહેલા પ્રકાશકિરણના માર્ગમાં પ્રિઝમ રાખીને સૌપ્રથમ આવો વર્ણપટ મેળવ્યો…

વધુ વાંચો >