ભૌતિકશાસ્ત્ર

પ્રકાશ-વિઘટન (photo-disintegration)

પ્રકાશ-વિઘટન (photo-disintegration) : શક્તિશાળી γ–કિરણો (ફોટૉન) વડે લક્ષ્યતત્વ (target) ઉપર પ્રતાડન કરતાં, લક્ષ્યતત્વની નાભિ(nucleus)ના વિઘટનની થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા પ્રકાશવિદ્યુત-અસર સાથે સામ્ય ધરાવતી હોવાથી તેને પ્રકાશ-નાભિ-અસર (photonuclear effect) તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રકાશ વિઘટનની ઘટનામાં મોટેભાગે ન્યુટ્રૉન ઉત્સર્જન પામતા હોય છે. જો જનિત તત્વની નાભિ અસ્થાયી હોય તો તે…

વધુ વાંચો >

પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect)

પ્રકાશ-વિદ્યુત-અસર (photoelectric effect) સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર ઊંચી આવૃત્તિ(અર્થાત્ નાની તરંગલંબાઈ)વાળા પ્રકાશને આપાત કરતાં ધાતુની સપાટીમાંથી થતું ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન. આ ઘટનાનું પરીક્ષણ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ઈ.સ. 1887માં કર્યું હતું. ઈ. સ. 1888માં હોલવાસે જસત (ઝિંક) ધાતુની ત્રણ તકતી લઈ, એક તકતી વિદ્યુતભારરહિત (તટસ્થ), બીજી તકતી ધનવિદ્યુતભારિત અને ત્રીજી તકતી…

વધુ વાંચો >

પ્રકાશવીજ

પ્રકાશવીજ : જુઓ પ્રકાશ-વિદ્યુત-અસર

વધુ વાંચો >

પ્રકાશશાસ્ત્ર (optics)

પ્રકાશશાસ્ત્ર (optics) પ્રકાશની ઉત્પત્તિ, સંચારણ (પ્રેષણ), શોષણ, માપન અને ગુણધર્મોના અભ્યાસને લગતી ભૌતિકવિજ્ઞાનની શાખા. પ્રકાશશાસ્ત્રમાં ર્દશ્ય (visible) પ્રકાશ અને અર્દશ્ય એવા અધોરક્ત (infrared) અને પારજાંબલી (ultraviolet) વિકિરણનો સમાવેશ થાય છે. પ્રકાશશાસ્ત્રને મુખ્ય ત્રણ શાખાઓમાં વિભાજિત કરી શકાય છે : (1) ભૂમિતીય (geometrical) પ્રકાશશાસ્ત્ર; જેમાં પ્રકાશનું કિરણ વડે નિરૂપણ કરવામાં આવે…

વધુ વાંચો >

પ્રકાશ સમાવર્તક (light modulator)

પ્રકાશ સમાવર્તક (light modulator) : નિવેશન સંકેતને અનુલક્ષી પ્રકાશની કિરણાવલીની તીવ્રતામાં ફેરફાર કરી શકે તેવી પ્રયુક્તિ. ટેલિફોનની વાતચીત દરમિયાન આવા ફેરફારો થતા હોય છે. કોઈ બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા એટલે તે બિંદુની આસપાસ પ્રકાશની પ્રસરણદિશાને લંબરૂપે આવેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ઊર્જા. સમાવર્તન(modulation)ની પ્રક્રિયામાં તરંગોની એક પ્રણાલી ઉપર…

વધુ વાંચો >

પ્રકાશીય કાચ

પ્રકાશીય કાચ : વ્યાપક પ્રમાણમાં વપરાતું પ્રકાશીય દ્રવ્ય (optical material). જુદા જુદા હેતુઓ માટેના પ્રકાશીય કાચ તેમના વક્રીભવનાંક (refractive indices) તથા વિક્ષેપણ (dispersion) બાબતે જુદા પડે છે. સામાન્ય કાચની સરખામણીમાં પ્રકાશીય કાચ અપૂર્ણતાઓ(imperfections)થી બને તેટલા મુક્ત હોવા જોઈએ. જેમ કે તે ગલન પામ્યા વિનાના (unmelted) કણો, હવાના પરપોટા વગેરેથી મુક્ત…

વધુ વાંચો >

પ્રકાશીય પ્રતિબિંબ (optical image)

પ્રકાશીય પ્રતિબિંબ (optical image) : પ્રકાશનો ઉપયોગ કરીને ર્દક્કાચ (લેન્સ) અથવા અરીસા વડે પદાર્થ(વસ્તુ)ની રજૂઆત કરતું પ્રતિબિંબ. સમગ્ર વસ્તુનું કૅમેરાના લેન્સ વડે સમક્ષણિક પ્રતિબિંબ પેદા  કરી શકાય છે. દૂરદર્શન-પ્રણાલી અને ચિત્રોની રેડિયોપ્રેષણ-પ્રણાલીમાં રજૂ કરાય છે તે રીતે વસ્તુના પ્રત્યેક બિંદુનું ક્રમવીક્ષણ (scanning)  કરીને તેનું પ્રતિબિંબ પેદા કરી શકાય છે. વસ્તુનું…

વધુ વાંચો >

પ્રકીર્ણન (scattering)

પ્રકીર્ણન (scattering) : વિદ્યુતચુંબકીય વિકિરણની કિરણાવલીમાંથી ઊર્જા દૂર કરવાની અને દિશા તથા કલા અથવા તરંગલંબાઈના ફેરફાર સાથે પુન:ઉત્સર્જિત થવાની પ્રક્રિયા. ઘન, પ્રવાહી કે વાયુ જેવા માધ્યમમાં થઈને કોઈ પણ પ્રકારનું વિદ્યુતચુંબકીય વિકિરણ પસાર થાય છે, ત્યારે તેનું પ્રકીર્ણન થાય છે. ઘણી ઓછી તરંગલંબાઈવાળા એટલે કે ઉચ્ચ ઊર્જા-વિભાગમાં વિદ્યુતચુંબકીય વિકિરણના પ્રકીર્ણનને…

વધુ વાંચો >

પ્રક્ષુબ્ધ પ્રવાહ (turbulent flow)

પ્રક્ષુબ્ધ પ્રવાહ (turbulent flow) : વેગ અને દબાણમાં અનિયમિત રીતે ફેરફાર થતા હોય તેવી તરલ ગતિ. પવન અને નદીના પ્રવાહ જેવા ઘણાખરા કુદરતી પ્રવાહો પ્રક્ષુબ્ધ હોય છે. રેનોલ્ડ આંક છે; જ્યાં ρ તરલની ઘનતા; v તરલનો વેગ; η તરલનો શ્યાનતા ગુણાંક (co-efficient of viscosity) અને D નળીનો વ્યાસ છે. NRનું…

વધુ વાંચો >

પ્રક્ષેપણાસ્ત્ર (missile)

પ્રક્ષેપણાસ્ત્ર (missile) : દૂરથી નિયંત્રિત અથવા આપમેળે ચાલતું બાબ જેવું અંતર્નિહિત યંત્રણાથી નિયંત્રિત (guided) અસ્ત્ર. તેની અંદર કમ્પ્યૂટર સહિત અન્ય ખાસ સામગ્રી રાખેલી હોય છે જેના વડે તેનું દૂરથી નિયંત્રણ કરી શકાય છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્ર એવાં હોય છે જે દુશ્મનના વિમાનનો અથવા આગળ ધપતા લક્ષ્યાંકનો પીછો કરીને તેનો નાશ કરે…

વધુ વાંચો >