ભૌતિકશાસ્ત્ર
પોલિટ્ઝર એચ. ડેવિડ
પોલિટ્ઝર, એચ. ડેવિડ (જ. 31 ઑગસ્ટ 1949, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને ડૅવિડ ગ્રૉસ તથા ફ્રાન્ક વિલ્ઝેકની ભાગીદારીમાં વર્ષ 2૦૦4ના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને ક્વૉન્ટમ વર્ણગતિવિજ્ઞાન(chromodynamics)માં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ આ પુરસ્કાર મળ્યો છે. 1966માં બ્રૉન્ક્સ હાઈસ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા. 1969માં મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી…
વધુ વાંચો >પોલેરીમિતિ (polarimetry)
પોલેરીમિતિ (polarimetry) : પ્રકાશત: સક્રિય (optically active) સંયોજન ધરાવતા નમૂનામાંથી તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશ પસાર થાય ત્યારે ધ્રુવીભવનતલના પરિભ્રમણની દિશા અને તેના કોણના માપન ઉપર આધારિત રાસાયણિક વિશ્લેષણની રીત. પ્રકાશીય સમઘટકો(isomers)ના અન્વેષણ માટે, ખાસ કરીને શર્કરાઓના વિશ્લેષણ માટે તે એક અગત્યની પદ્ધતિ છે. પ્રકાશ એ વીજચુંબકીય તરંગસમૂહ ધરાવતું વિકિરણ છે.…
વધુ વાંચો >પોલેરૉન
પોલેરૉન : સંપૂર્ણ આયનિક સ્ફટિકના વહનપટ(conduction band)માં ઇલેક્ટ્રૉન દાખલ કરતાં મળતું ઇલેક્ટ્રૉન-આયન યુગ્મતંત્ર. આવું યુગ્મ તેની આસપાસની લૅટિસમાં ધ્રુવીભવન પ્રેરિત કરે છે અથવા લૅટિસની નજીક વિરૂપણ પેદા થાય છે. સંયોજનપટ(valence band)માં છિદ્ર (hole) વડે પોલેરૉન મળે છે. લૅટિસનાં ઘણાં સ્થાનો સુધી વિરૂપણ થતું હોય તો તેને ‘મોટો’ પોલેરૉન કહે છે.…
વધુ વાંચો >પૉવેલ સેસિલ ફ્રાન્ક
પૉવેલ, સેસિલ ફ્રાન્ક (જ. 5 ડિસેમ્બર 1903, ટોનબ્રિજ, કૅન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 9 ઑગસ્ટ 1969, મિલાન પાસે, ઇટાલી) : ન્યૂક્લીય પ્રક્રિયાના અભ્યાસ માટે તેમણે વિકસાવેલી ફોટોગ્રાફિક પદ્ધતિ અને તેની મદદથી કરેલી ‘મેસૉન’ની શોધ માટે 1950ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. પૉવેલના પિતા તથા દાદાનો વ્યવસાય બંદૂક બનાવવાનો હતો અને તેમનાં માતા શાળા-શિક્ષકનાં…
વધુ વાંચો >પ્રકાશ (light)
પ્રકાશ (light) આંખના નેત્રપટ ઉપર આપાત થતાં ર્દશ્ય-સંવેદના પેદા કરનાર શક્તિ (માધ્યમ). પ્રકાશ માનવીના જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આથી પ્રકાશની ગેરહાજરીનો ખ્યાલ કરવો ઘણો મુશ્કેલ છે. પ્રકાશ ન હોય તો જોઈ શકાય નહિ, વનસ્પતિનો વિકાસ ન થાય, પરિણામે ખાવા માટે અનાજ પાકે નહિ, શ્વાસ લેવા માટે હવા પણ…
વધુ વાંચો >પ્રકાશ-ક્રિસ્ટલશાસ્ત્ર (optical crystallography)
પ્રકાશ-ક્રિસ્ટલશાસ્ત્ર (optical crystallography) પ્રકાશ તથા દ્રવ્ય વચ્ચેની આંતરક્રિયા(interaction)ના દરેકેદરેક પાસાનો અભ્યાસ. પ્રકાશનું કિરણ જ્યારે ક્રિસ્ટલાઇન ઘન-પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે તેનો વેગ, કંપન-દિશા (vibration direction) વગેરે જેવી લાક્ષણિકતાઓ મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે : ઘન-પદાર્થનો પ્રકાર તથા પ્રકાશની પ્રસારણ-દિશા (direction of propagation). વળી, સામાન્ય રીતે પ્રકાશની તીવ્રતામાં ઘટાડો…
વધુ વાંચો >પ્રકાશનો વેગ (velocity of light)
પ્રકાશનો વેગ (velocity of light) : પ્રકાશ એ વીજચુંબકીય તરંગો છે. આવા વીજચુંબકીય તરંગો હવા અને શૂન્યાવકાશમાંથી કોઈ ચોક્કસ વેગથી ત્વરિત ગતિ કરે છે. પ્રકાશનું પ્રસરણ અત્યંત મોટા વેગથી થતું હોવાથી તેનું ચોકસાઈપૂર્વકનું માપન અત્યંત જરૂરી છે. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને દર્શાવ્યું કે કોઈ અણુના નાભિ દ્વારા ઉત્સર્જિત ઊર્જાને ε = mc2…
વધુ વાંચો >પ્રકાશ-પ્રત્યાવસ્થા (photoelasticity)
પ્રકાશ–પ્રત્યાવસ્થા (photoelasticity) : પારદર્શક પદાર્થમાં થઈને પસાર થતા પ્રકાશ ઉપર પ્રતિબળ(stress)ની અસરનો અભ્યાસ. બેકેલાઇટ, સેલ્યુલૉઇડ, જિલેટિન, સિન્થેટિક રેઝિન તથા કાચ જેવી વસ્તુઓમાં સ્થિતિસ્થાપકતા, એકસમતા (homogeneity) વગેરે ગુણધર્મો હોવા ઉપરાંત તેઓ પ્રકાશીય રીતે સમદૈશિક (isotropic) પણ છે. તેઓ સામાન્ય રીતે વિરૂપણ (creep), એજિંગ તથા ધાર આગળના વિસ્થાપન(edge dislocations)થી મુક્ત પણ હોય…
વધુ વાંચો >પ્રકાશ-વાહકતા (photo-conductivity)
પ્રકાશ-વાહકતા (photo-conductivity) : ચાંદીના હેલાઇડ તથા અર્ધવાહક જેવા કેટલાક અધાતુ ઘન પદાર્થ પ્રકાશનું શોષણ કરે ત્યારે મળતી વીજ-વાહકતાની ઘટના. પદાર્થમાં શોષણ પામતો પ્રકાશ પારજાંબલી કિરણોથી ગૅમાકિરણો (γ-કિરણો) સુધીની કોઈ પણ યોગ્ય તરંગલંબાઈનો (એટલે કે, ઊર્જાનો) હોવો જોઈએ. (a) અર્ધવાહકમાં પ્રકાશ-વાહકતા : અર્ધવાહક પદાર્થ પર પ્રકાશ આપાત થાય તો પદાર્થમાં અવશોષણ…
વધુ વાંચો >પ્રકાશવાહક રેસા
પ્રકાશવાહક રેસા : જુઓ તંતુપ્રકાશિકી.
વધુ વાંચો >