ભૌતિકશાસ્ત્ર
કદની વધઘટ
કદની વધઘટ : ઉપયોગિતા વધારવા માટે કણયુક્ત પદાર્થોનું યાંત્રિક સાધનો વડે કદમાં ફેરફારની પ્રક્રિયા. દા. ત., લોટ, શર્કરા, મસાલા (spices) જેવા ખાદ્ય પદાર્થો, સિમેંટ, ચૂનો, પથ્થર, રેતી જેવા બાંધકામમાં વપરાતા પદાર્થો તથા ખાતર, ખનિજ, કોલસા જેવી ઉદ્યોગમાં વપરાતી વસ્તુઓનાં કદ ઘટાડવામાં આવે છે. ઘટકોને ભેગા કરીને ઘણુંખરું તેમને કાયમ માટે…
વધુ વાંચો >કન્ડક્ટોમેટ્રી (અથવા કન્ડક્ટીમેટ્રી) અને કન્ડક્ટોમેટ્રિક (અથવા કન્ડક્ટીમેટ્રિક) અનુમાપનો
કન્ડક્ટોમેટ્રી (અથવા કન્ડક્ટીમેટ્રી) અને કન્ડક્ટોમેટ્રિક (અથવા કન્ડક્ટીમેટ્રિક) અનુમાપનો : દ્રાવણની વાહકતા માપીને (સીધી કન્ડક્ટોમેટ્રી), અથવા પ્રક્રિયા મિશ્રણ(અનુમાપ્ય, titranic)માં ચોક્કસ (જ્ઞાત) પ્રમાણમાં અનુમાપક (titrant) ઉમેરતાં જઈ (તેના) ઉમેરા સાથે સતત વાહકતા માપીને (કન્ડક્ટોમેટ્રિક અનુમાપન), દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા નક્કી કરવાની પદ્ધતિ. સીધી કન્ડક્ટોમેટ્રી એ આયનિક સંકેન્દ્રણો માપવાની વધુ સંવેદી પદ્ધતિ છે પણ…
વધુ વાંચો >કન્ડેન્સર
કન્ડેન્સર : બાષ્પને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટેનું સાધન. કન્ડેન્સરમાં વરાળની ગુપ્ત ગરમી જેટલી ગરમી બહાર ખેંચી લેતાં ઠારણ મળે છે. ઊંચા તાપમાને આવેલી વરાળ નીચા તાપમાનના પ્રવાહીની સાથે સંપર્કમાં આવતાં, ઠારણની ક્રિયા ઉદભવે છે. જે વરાળને ઠારવાની હોય તે ભીની, સૂકી અથવા અતિતપ્ત હોઈ શકે. ઉષ્મા મેળવનાર પદાર્થ તરીકે સામાન્યત:…
વધુ વાંચો >કલરીમિતિ
કલરીમિતિ (colorimetry) : જ્ઞાત રંગોની સાથે સરખામણી કરી અજ્ઞાત રંગની મૂલ્યાંકન કરવાની તકનીક. આ તકનીકમાં સરખામણી માટે આંખનો ઉપયોગ વધારે ચોકસાઈ માટે ફોટોઇલેક્ટ્રિક કોષનો ઉપયોગ અથવા સ્પેક્ટ્રોફોટોમિટર જેવી આડકતરી રીતો પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ માટેના સાદા ઉપકરણને કલરીમિટર તરીકે ઓળખવામાં આવે છે. આ તક્નીક વૈજ્ઞાનિક અભ્યાસમાં વ્યાપક રીતે…
વધુ વાંચો >કલા(phase)-ભૌતિકી
કલા(phase)-ભૌતિકી : સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion – SHM) કરતા કણ કે દોલક(oscillator)નું કોઈ પણ ક્ષણે, તેના ગતિપથ પર સ્થાન જાણવા માટે ઉપયોગમાં લેવાતી ભૌતિક રાશિ (physical quantity). આવી ગતિની ભૌમિતિક રજૂઆત કરતાં તેને કોઈ નિયમિત વર્તુળમય ગતિની, વર્તુળના વ્યાસ ઉપરની પ્રક્ષિપ્ત ગતિ (projected motion) તરીકે વર્ણવી શકાય. તેથી…
વધુ વાંચો >કલિલ
કલિલ (colloid) : પદાર્થની એવી બારીક સ્થિતિ જેમાં તેના કણોના એકમ કદ અથવા એકમ દળ દીઠ વધુમાં વધુ પૃષ્ઠીય ક્ષેત્રફળ (surface area) હોય. રાસાયણિક સંરચના (chemical composition – સ્ફટિકમય / અસ્ફટિકમય) ભૌમિતિક આકાર અથવા ઘન, પ્રવાહી કે વાયુ સ્થિતિને ધ્યાનમાં લીધા વગર પદાર્થનો કણ જ્યારે 1 માઇક્રોમીટરથી નાનો પણ 1…
વધુ વાંચો >કલ્પિત કણો
કલ્પિત કણો (quasi-particles) : બે કરતાં વધુ કણ ધરાવતા બૃહત્તંત્ર(macrosystem)ના ક્વૉન્ટમ ગુણધર્મોના અભ્યાસ માટે સામાન્યત: ઉપયોગમાં લેવાતું એક ખૂબ જ સફળ મૉડલ. ચિરપ્રતિષ્ઠિત યંત્રશાસ્ત્ર (classical mechanics) કે ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રમાં બૃહત્તંત્રના કણ માટે ગણતરી કરવી અતિ મુશ્કેલ બને છે, કારણ કે પ્રત્યેક કણ બીજા ઘણા બધા કણ સાથે આંતરક્રિયા (interaction) કરે…
વધુ વાંચો >કવચ મૉડેલ ન્યૂક્લિયર
કવચ મૉડેલ ન્યૂક્લિયર (nuclear shell model) : ન્યૂક્લિયસની ધરા-અવસ્થાઓ(ground states)નાં ‘સ્પિન’, જુદા જુદા ન્યૂક્લિયૉન વચ્ચે થતી આંતરપ્રક્રિયા (interaction) અને ન્યૂક્લિયસની ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) અંગે સમજૂતી આપતું તેમજ ન્યૂક્લિયસની ઉત્તેજિત અવસ્થાઓ (excited states) અંગે માહિતી દર્શાવતું મૉડેલ. અમેરિકામાં એમ. જી. મેયર અને જર્મનીમાં જેનસેન, સુએસ તથા હેક્સલ નામના વૈજ્ઞાનિકોએ 1949માં…
વધુ વાંચો >કવચ મૉડેલ પરમાણુ
કવચ મૉડેલ પરમાણુ (Atomic Shell Model) : તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity) તેમજ રાસાયણિક ગુણધર્મોની સમાનતા દર્શાવતી, પરમાણુક્રમાંક (atomic number) Z દ્વારા ઉદભવતી જાદુઈ સંખ્યા(magic numbers)નાં વિશિષ્ટ મૂલ્યો વિષેની સમજૂતી આપતું મૉડેલ. ઓગણીસમી સદીના આરંભે વૈજ્ઞાનિક ડૉલ્ટને સૂચવ્યું કે બધાં રાસાયણિક તત્વોના મૂળ ઘટકો સરળ એકમના બનેલા હોય છે, જેને…
વધુ વાંચો >કંપન
કંપન (vibrations) : સ્થિતિસ્થાપક પદાર્થ કે માધ્યમના કણને તેના સમતોલન-સ્થાનમાંથી સ્થાનાંતરિત કરવાથી, તેમાં ઉદભવતાં પુન:સ્થાપક બળ(restoring force)ના પ્રભાવથી થતાં દોલન. તેના બે પ્રકાર છે : (i) પ્રાકૃતિક (natural) મુક્ત (free) કંપન અને (ii) પ્રણોદિત (forced) કંપન. સંહતિ(system)ને વિક્ષોભિત (disturb) કરી, કોઈ પણ પ્રકારના નિયંત્રણ સિવાયની નૈસર્ગિક ગતિ કરવા દેવામાં આવે…
વધુ વાંચો >