ભૂસ્તરશાસ્ત્ર

સમદૈશિક ખનિજો

સમદૈશિક ખનિજો : જુઓ વિષમદૈશિક ખનિજો

વધુ વાંચો >

સમપરિમાણિત સ્ફટિકો (isometric crystals)

સમપરિમાણિત સ્ફટિકો (isometric crystals) : બધી બાજુએ સરખું પરિમાણ ધરાવતા સ્ફટિકો. ક્યૂબિક વર્ગના સ્ફટિકો સમપરિમાણિત અને સમદિગ્ધર્મી ગુણધર્મવાળા હોય છે. આ કારણે તે સ્ફટિકોમાં બધી જ દિશાઓમાં પ્રકાશ એકસરખી ગતિથી પસાર થાય છે. સમદિગ્ધર્મી માધ્યમમાં પસાર થતી વખતે પ્રકાશનું એકાંગી વક્રીભવન થતું હોય છે, અર્થાત્ નિયત તરંગલંબાઈ માટે વક્રીભવનાંક મૂલ્ય…

વધુ વાંચો >

સમભૂકંપરેખા

સમભૂકંપરેખા : જુઓ ભૂકંપ.

વધુ વાંચો >

સમમિતિ અક્ષ

સમમિતિ અક્ષ : જુઓ સ્ફટિકવિદ્યા.

વધુ વાંચો >

સમમિતિ કેન્દ્ર

સમમિતિ કેન્દ્ર : જુઓ સ્ફટિકવિદ્યા.

વધુ વાંચો >

સમમિતિ તલ

સમમિતિ તલ : જુઓ સ્ફટિકવિદ્યા.

વધુ વાંચો >

સમરૂપતા (isomorphism)

સમરૂપતા (isomorphism) : કેટલાંક ખનિજોમાં જોવા મળતો સમાન રાસાયણિક બંધારણનો ગુણધર્મ. ખનિજીય પરખ-લક્ષણો પૈકીનો ઘણો અગત્યનો ગુણધર્મ તેના રાસાયણિક બંધારણ સાથે સંકળાયેલો ગણાય છે. કુદરતમાં મળી આવતાં કેટલાંક ખનિજો એવાં પણ હોય છે, જેમનાં રાસાયણિક બંધારણ અને સંબંધિત સ્વરૂપો અન્યોન્યને ઘણાં જ મળતાં આવે છે અને સરખાપણું દર્શાવે છે. આવાં…

વધુ વાંચો >

સમર્સ્કાઇટ

સમર્સ્કાઇટ : યુરેનિયમનું આંશિક પ્રમાણ ધરાવતું ખનિજ. રાસા. બં. : (F, Y, U)2 (Nb, Ti, Ta)2 O7. સ્ફ. વર્ગ : ઑર્થોર્હોમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : લંબચોરસ આડછેદ ધરાવતા પ્રિઝમ-સ્વરૂપી સ્ફટિકો; મોટા (101) ફલકોવાળા લાંબા સ્ફટિકો પણ ક્યારેક મળે; (010) કે (100) ફલકોવાળા ચપટા કે મેજસ્વરૂપી સ્ફટિકો પણ હોય. સામાન્ય રીતે તો તે…

વધુ વાંચો >

સમસ્થિતિ

સમસ્થિતિ : જુઓ ભૂસંતુલન

વધુ વાંચો >

સમાન ખડકપ્રદેશ (petrographic province)

સમાન ખડકપ્રદેશ (petrographic province) : સમાન રાસાયણિક, સમાન ખનિજીય લક્ષણો ધરાવતો સીમિત કાળગાળાને આવરી લેતો ખડકપ્રદેશ. સીમિત ભૂસ્તરીય કાળગાળા દરમિયાન તૈયાર થયેલા અગ્નિકૃત ખડકોથી બનેલો પ્રદેશ, જેમાં ખડકો એકસરખાં રાસાયણિક-ખનિજીય અને ખડકવિદ્યાત્મક લક્ષણો ધરાવતા હોય છે, જેથી તેમને તે જ વિસ્તારમાં મળતા અન્ય ખડકોથી અલગ તારવી શકાય છે. સૈદ્ધાંતિક રીતે…

વધુ વાંચો >