ભૂસ્તરશાસ્ત્ર

મૉલિબ્ડિનાઇટ

મૉલિબ્ડિનાઇટ : મૉલિબ્ડિનમનું ખનિજ. રાસા. બં. : MoS2. સ્ફ. વર્ગ : હેક્સાગોનલ. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે પાતળાથી જાડા મેજઆકાર, ફલકો ઓછા પ્રમાણમાં વિકસેલા, ષટ્કોણીય દેખાવ દર્શાવે, ક્યારેક પીપડા જેવા આકારમાં પણ હોય. સામાન્યપણે પત્રબંધીવાળા, વિકેન્દ્રિત જથ્થાવાળા, શલ્ક સ્વરૂપે કે વિખેરાયેલા દાણા સ્વરૂપે મળે. અપારદર્શક. સંભેદ : (0001) પૂર્ણ વિકસિત,…

વધુ વાંચો >

મૉસન, સર ડગ્લાસ

મૉસન, સર ડગ્લાસ (જ. 1882, શિપ્લે, વેસ્ટ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1958) : આંગ્લ સાહસખેડુ સંશોધક અને ભૂસ્તરવિજ્ઞાની. 1907માં  તે અર્ન્સ્ટ શૅકલ્ટનના નેજા હેઠળના દક્ષિણ ધ્રુવના આઇસ-અભિયાનમાં વૈજ્ઞાનિક સ્ટાફમાં નિયુક્તિ પામ્યા હતા. ટી. ડબ્લ્યૂ. ઇ. ડૅવિડના સહયોગમાં તેમણે ‘સાઉથ મૅગ્નેટિક પોલ’ની શોધ કરી. 1911થી 1914 સુધી તેમણે ઑસ્ટ્રેલિયાના દક્ષિણ ધ્રુવ સાહસ-સંશોધનપ્રવાસની…

વધુ વાંચો >

મોહોરવિસિક, એન્ડ્રિજા

મોહોરવિસિક, એન્ડ્રિજા (જ. 23 જાન્યુઆરી 1857, વોલોસ્કો, ક્રોએશિયા, ઑસ્ટ્રિયા; અ. 18 ડિસેમ્બર 1936, ઝાગ્રેબ, યુગોસ્લાવિયા) : ભૂભૌતિકશાસ્ત્રી. પૃથ્વીના પોપડા અને ભૂમધ્યાવરણ વચ્ચેની સીમા શોધી આપનાર. આ સીમાને પછીથી ‘મોહોરવિસિક સાતત્યભંગ’ નામ આપવામાં આવેલું છે. તેમના પિતા નૌકાજહાજવાડામાં સુથાર તરીકે કામ કરતા હતા અને મા તો તેઓ શિશુ અવસ્થામાં હતા ત્યારે…

વધુ વાંચો >

મોહોરવિસિક સાતત્યભંગ (મોહો)

મોહોરવિસિક સાતત્યભંગ (મોહો) : પોપડા અને ભૂમધ્યાવરણને જોડતી તલસપાટી. ભૂકંપશાસ્ત્રીઓએ પૃથ્વીના પેટાળના બંધારણમાં રહેલા જુદા જુદા ગુણધર્મોવાળા ખડકવિભાગો(પોપડો, ભૂમધ્યાવરણ અને ભૂકેન્દ્રીય વિભાગો)ને અલગ પાડતી, સ્પષ્ટ લાક્ષણિકતા ધરાવતી બે મુખ્ય તલસપાટીઓ ‘સીમા’ – boundary –તરીકે શોધી આપી છે. ઉપર તરફની સીમાને મોહોરવિસિક સાતત્યભંગ (કે માત્ર મોહો) તરીકે ઓળખાવી છે. તે પોપડાને…

વધુ વાંચો >

મોહોલ યોજના

મોહોલ યોજના (Mohole Project) : મોહોરવિસિક સાતત્યભંગ-તલસપાટીથી નીચે તરફ અમુક ઊંડાઈ સુધી ભૂમધ્યાવરણના અભ્યાસાર્થે હાથ ધરાયેલી યોજના. પૃથ્વીના એક ગ્રહ તરીકેના તેના વિવિધ ભાગોના જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી અભ્યાસ કરવાના બહોળા વિશિષ્ટ સંશોધનાત્મક હેતુથી અમેરિકી રાષ્ટ્રીય વૈજ્ઞાનિક અકાદમી અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હાથ પર લેવાયેલી યોજના મોહોલ યોજના તરીકે…

વધુ વાંચો >

મૉં બ્લાં

મૉં બ્લાં (Mont Blanc) : આલ્પ્સ પર્વતમાળાનો ઊંચામાં ઊંચો પર્વત. યુરોપનાં પ્રસિદ્ધ શિખરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 50´ ઉ. અ. અને 6° 53´ પૂ. રે. પર તે ફ્રાંસ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ પર આવેલો છે. અહીંના તેના ઊંચામાં ઊંચા સ્થાનને કારણે ઘણી વાર તેને પર્વતોના સમ્રાટ તરીકે પણ…

વધુ વાંચો >

મૌક્તિક-સંરચના

મૌક્તિક-સંરચના (perlitic structure) : કેટલાક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી પ્રભંગ સમકક્ષ સંરચના. ખડકોની તૂટેલી સપાટી પરના પ્રભંગને સંરચના તરીકે ઘટાવવામાં આવે છે. કુદરતી કાચ જેવા કેટલાક જ્વાળામુખી ખડકોના ખડકછેદ અર્ધગોળાકાર કમાન જેવી રેખાઓ સ્પષ્ટપણે બતાવતા હોય છે. (જુઓ આકૃતિ). ક્યારેક તો તે એટલી સ્પષ્ટ રીતે વિકસેલી હોય છે કે ખડકોના…

વધુ વાંચો >

યુરેનિનાઇટ (uraninite)

યુરેનિનાઇટ (uraninite) : યુરેનિયમનું મુખ્ય ખનિજ. પિચબ્લેન્ડ એ તેનો દળદાર, અશુદ્ધ ખનિજપ્રકાર છે. રાસા. બં. UO2. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યત: ક્યૂબિક કે ક્યૂબોઑક્ટાહેડ્રલ; નાના સ્ફટિકો વૃક્ષાકાર સમૂહોમાં; દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ક્વચિત્ કચરાયેલા સ્વરૂપે; દ્રાક્ષના ઝૂમખા જેવી પોપડીઓ કે જૂથસ્વરૂપે; પટ્ટાદાર વિકેન્દ્રિત રેસાદારથી સ્તંભાકાર રચનાઓમાં પણ મળે (દા.ત., પિચબ્લેન્ડ). યુગ્મતા…

વધુ વાંચો >

યુરેલાઇટીભવન (uralitization)

યુરેલાઇટીભવન (uralitization) : વિકૃતિજન્ય પરિવર્તનપ્રક્રિયા. આ પરિવર્તનપ્રક્રિયા બેઝિક અગ્નિકૃત ખડકોમાં નિમ્ન કક્ષાની વિકૃતિ દરમિયાન અથવા ક્યારેક ઉષ્ણજળજન્ય પરિવર્તનથી અંતિમ કક્ષાએ થતી હોય છે. અગ્નિકૃત ખડકોમાંના પાયરૉક્સિનનું મોટેભાગે રેસાદાર જથ્થાવાળા ઍમ્ફિબૉલ(જેને પહેલાં જુદા જ ખનિજ ‘યુરેલાઇટ’ તરીકે ઘટાવવામાં આવેલું, તેથી આ નામ પડેલું છે.)માં પરિવર્તન થતું હોય છે. આ ઉપરાંત ઍપિડોટ…

વધુ વાંચો >

યુવેરોવાઇટ

યુવેરોવાઇટ : જુઓ ગાર્નેટ

વધુ વાંચો >