ભૂસ્તરશાસ્ત્ર
મૅલેકાઇટ
મૅલેકાઇટ : તાંબાનું ધાતુખનિજ. રાસા. બંધારણ : Cu2CO3(OH)2. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો નાના, મોટેભાગે સોયાકાર, અથવા ટૂંકાથી લાંબા પ્રિઝ્મૅટિક અને ફાચર આકારના છેડાવાળા. દળદાર, ક્યારેક જાડી ઘનિષ્ઠ પોપડીઓ રૂપે પણ મળે, તે દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપની સપાટીઓ રૂપે કે રેસાદાર, પટ્ટાદાર રચનાવાળા પણ હોય.…
વધુ વાંચો >મૅંગેનાઇટ
મૅંગેનાઇટ : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં.: મૅંગેનીઝનો જલયુક્ત ઑકસાઇડ. MnO(OH) અથવા Mn2O3.H2O (મૅંગેનીઝ સિસ્ક્વીઑક્સાઇડ = 89.7 %, પાણી = 10.3 %). સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. સ્ફટિકસ્વરૂપ : ઊંડી, ઊર્ધ્વ રેખાઓ સહિતનાં પ્રિઝ્મૅટિક સ્ફટિકસ્વરૂપો (જુઓ આકૃતિ). જુદા જુદા સ્ફટિકો જૂથમાં વિકેન્દ્રિત રીતે ગોઠવાયેલા મળે. સ્તંભાકાર પણ હોય, ક્યારેક અધોગામી સ્તંભો રૂપે…
વધુ વાંચો >મૅંગેનીઝ અયસ્ક
મૅંગેનીઝ અયસ્ક (Manganese Ores) : મૅંગેનીઝનાં ધાતુખનિજો. મૅંગેનીઝ પૃથ્વીના પોપડામાં પ્રાકૃત સ્થિતિમાં મળતું નથી, પરંતુ તે ઑક્સાઇડ, કાર્બોનેટ અને સિલિકેટ ખનિજ-સ્વરૂપોમાં મળે છે. એક કે બીજા સ્વરૂપમાં માનવજાતને લાંબા સમયથી તેની જાણકારી હોવા છતાં, 1774માં શીલી(Scheeli)એ તેનાં સંયોજનોમાંથી મૅંગેનીઝ ધાતુને છૂટી પાડવાની પદ્ધતિ વિકસાવી, ત્યાં સુધી તેનો ખાસ ઉપયોગ થતો…
વધુ વાંચો >મૉનાઝાઇટ
મૉનાઝાઇટ : વિરલ પાર્થિવ ખનિજ. સીરિયમ ધાતુઓનો ખનિજ ફૉસ્ફેટ (Ce, La, Y, Th) PO4. તેમાં મોટેભાગે તો La અને Ceનો ગુણોત્તર 1 : 1 નો હોય છે. યિટ્રિયમનું થોડુંક પ્રમાણ Ce અને Laની અવેજીમાં અને એ જ રીતે Th પણ Ce અને Laની અવેજીમાં આવતું હોય છે. સામાન્ય રીતે તો…
વધુ વાંચો >મોના લોઆ
મોના લોઆ : પૅસિફિક મહાસાગરમાં હવાઈ (અમેરિકી) ટાપુ પર આવેલો જ્વાળામુખી પર્વત. ભૌગોલિક સ્થાન : આશરે 20° 00´ ઉ. અ. અને 155° 00´ પૂ. રે.. હવાઈ વૉલ્કેનો નૅશનલ પાર્ક ખાતે તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી 4,169 મીટરની છે. વળી તે દુનિયાભરનો મોટામાં મોટો જ્વાળામુખી ગણાય છે. તેની ટોચ પર મોકુઆવીઓવિયો નામનું જ્વાળામુખ…
વધુ વાંચો >મૉનોક્લિનિક વર્ગ
મૉનોક્લિનિક વર્ગ : ખનિજ સ્ફટિકોના છ સ્ફટિકવર્ગો પૈકીનો એક. આ સ્ફટિકવર્ગમાં સમાવિષ્ટ તમામ ખનિજસ્ફટિકોને ત્રણ અસમાન લંબાઈના સ્ફટિક અક્ષ હોય છે, તેથી તેમને a, b, c સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. b અને c એકબીજાને કાટખૂણે છેદે છે, જ્યારે a અક્ષ b અને c થી બનતા ઊર્ધ્વતલને અમુક ખૂણે નિરીક્ષક તરફ…
વધુ વાંચો >મૉન્ઝોનાઇટ
મૉન્ઝોનાઇટ : અંત:કૃત-અગ્નિકૃત પ્રકારનો ખડક. તેની કણરચના સંપૂર્ણ સ્ફટિકમય હોય છે. આ ખડક મુખ્યત્વે ફેલ્સ્પાર અને ગૌણ પ્રમાણમાં બાયોટાઇટ, ઍમ્ફિબોલ કે પાયરૉક્સિન જેવાં ઘેરા રંગવાળાં મેફિક ખનિજોથી બનેલો હોય છે. ફેલ્સ્પાર ખનિજો પૈકી માઇક્રોક્લિન, ઑર્થોક્લેઝ (આંતરગૂંથણી-સંબંધોવાળાં) જેવા આલ્કલી ફેલ્સ્પાર કરતાં ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન જેવા સોડિક પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારનું પ્રમાણ વિશેષ હોય…
વધુ વાંચો >મૉન્ટમૉરિલોનાઇટ (ખનિજ)
મૉન્ટમૉરિલોનાઇટ (ખનિજ) : મૃદખનિજ. સ્મેક્ટાઇટ સમૂહનું ખનિજ. રાસા. બં. : (Na, Ca) 0.33 (Al, Mg)2 Si4O10 (OH)2.nH2O. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: દળદાર, અતિસૂક્ષ્મદાણાદાર, મૃણ્મય. સંભેદ : (001) પૂર્ણ. ચમક : મંદ (નિસ્તેજ). રંગ : શ્વેત, રાખોડી, પીળાશ કે લીલાશપડતો, ગુલાબી. કઠિનતા : 1થી 2. વિ.ઘ. : પરિવર્તી, 2થી…
વધુ વાંચો >મૉન્ટસેરૅટનું જ્વાળામુખી-પ્રસ્ફુટન અને તેની અસરો
મૉન્ટસેરૅટનું જ્વાળામુખી-પ્રસ્ફુટન અને તેની અસરો : કૅરિબિયન સમુદ્રના લઘુ ઍન્ટિલીઝના ટાપુ મૉન્ટસેરૅટમાં 1995ના જુલાઈમાં ચાર સૈકા સુધી શાંત રહેલો જ્વાળામુખી એકાએક ક્રિયાશીલ બની ગયો. શરૂઆતમાં તો થોડાક ધડાકા થયા, પછી તો કલાકના 160 કિમી.ના વેગથી વરાળ, વાયુઓ, ભસ્મ, ખડકટુકડા અંદરથી બહાર ફેંકાતાં ગયાં. નજીકની ટાર નદીખીણ ખરાબામાં ફેરવાઈ ગઈ. આજુબાજુનાં…
વધુ વાંચો >મૉન્ટિસીલાઇટ
મૉન્ટિસીલાઇટ (Monticellite) : ઑલિવિન સમૂહનું ખનિજ. રાસા. બંધારણ : CaMgSiO4. સ્ફ. સ્વ. : નાના પ્રિઝ્મૅટિક સ્ફટિકો કે કણ સ્વરૂપમાં મળે. રંગ : રંગવિહીનથી રાખોડી. કઠિનતા : 5. વિ. ઘ. 3.2. પ્રકા.-સંજ્ઞા : –Ve, 2V = 75°. પ્રકા. અચ. : α = 1.65, β = 1.66, γ = 1.67. પ્રકાશીય દિક્સ્થિતિ…
વધુ વાંચો >