ભૂસ્તરશાસ્ત્ર
ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય
ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય (Directorate of Geology and Mining) : ગાંધીનગર, ગુજરાત રાજ્ય : ખનિજ-વહીવટ, ખનિજ-સંશોધન અને ખનિજ-પૃથક્કરણનાં કાર્યો કરતું ગુજરાત રાજ્યનું એક ખાતું. તેની વડી કચેરી ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેલી છે. થોડાંક વર્ષ અગાઉ તેનું આ ઉપર દર્શાવેલું નામ બદલીને ‘કમિશનરેટ ઑવ્ જિયૉલોજી ઍન્ડ માઇનિંગ’ રાખવામાં આવેલું…
વધુ વાંચો >ભૂસ્તરશાસ્ત્ર (Geology)
ભૂસ્તરશાસ્ત્ર (Geology) : ભૂ એટલે પૃથ્વી અને સ્તર એટલે પડ; અર્થાત્ પૃથ્વીનાં પડોની સમજ આપતું તથા વર્ણન કરતું વિજ્ઞાન. આ વિજ્ઞાન માટેના અંગ્રેજી શબ્દ ‘Geology’ની વ્યુત્પત્તિ(geo = earth, logos = science) પણ આ પ્રમાણેની જ છે. મૂળ સ્વિટ્ઝર્લૅન્ડના વૈજ્ઞાનિક પણ ઇંગ્લૅન્ડની રાણી શાર્લોટના સલાહકાર તરીકે વિંડસરમાં રહેતા જીન એન્દ્રે દ…
વધુ વાંચો >ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ
ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ : ભૂસ્તરશાસ્ત્ર અને તેની અમુક શાખાઓનો પર્યાવરણ સાથે સંબંધ. પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી ભૂવિજ્ઞાનની નીચે મુજબની શાખાઓ સાથે, તેમાંથી ઉદભવતી અસરોના સંદર્ભમાં, ગાઢ રીતે સંકળાયેલું છે : પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર : 1. પરિસ્થિતિ–સંતુલન માળખું : પૃથ્વીના પટ પર જોવા મળતી વનસ્પતિ વરસાદ લાવવામાં, ભેજ જાળવી રાખવામાં, જમીન-ધોવાણ અટકાવવામાં તથા…
વધુ વાંચો >ભૂસ્તરીય ઉષ્ણતામાપકો
ભૂસ્તરીય ઉષ્ણતામાપકો (geologic thermometers) : વિવિધ ભૂસ્તરીય પ્રક્રિયાઓનાં તાપમાન માપવા કે અંદાજ મેળવવા અપનાવાતી પદ્ધતિઓ. જે તાપમાને ખનિજો તેમજ સાથે રહેલાં અન્ય દ્રવ્યો કે નિક્ષેપો તૈયાર થતાં હોય, તે તાપમાનની માહિતી ઉપલબ્ધ કરાવી આપતી પદ્ધતિ આ નામથી ઓળખાય છે. આવાં ખનિજો તેમની ઉત્પત્તિના અર્થઘટન માટે તેમજ તેમના વર્ગીકરણ માટે ઘણાં…
વધુ વાંચો >ભૂસ્તરીય કાળ (Geological Time)
ભૂસ્તરીય કાળ (Geological Time) : પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજપર્યંતના ભૂસ્તરોનો પોતપોતાનો કાળ. કાળને શબ્દના સ્વરૂપમાં બાંધવાનું અશક્ય છે. તેને કોઈ આદિ કે અંત હોતો નથી. પૃથ્વી પરના કોઈ પણ સ્તર(પડ કે આવરણ)નો કાળ ન્યૂનતમથી મહત્તમ હોઈ શકે. ભૂસ્તરીય કાળને કોઈ પણ ખડકના વયનિર્ધારણથી માંડીને પૃથ્વીના વય સુધી લઈ જઈ શકાય.…
વધુ વાંચો >ભૂસ્તરીય કાળક્રમ
ભૂસ્તરીય કાળક્રમ (Geiological Time Scale) : પ્રત્યેક ભૂસ્તરીય કાળની વર્ષોમાં મુકાતી ગણતરી. આજથી અતીતમાં વીતી ગયેલાં કરોડો વર્ષોના ઘણા લાંબા ભૂસ્તરીય કાળગાળાની ઐતિહાસિક તવારીખ તૈયાર કરવાનું કાર્ય સરળ નથી, ગોઠવણીની વિચારણા માગી લે એવું છે. આ માટે અતીતને ફંફોસવો પડે, ક્રમશ: બનેલી ઘટનાઓને સંજોગો મુજબ ગોઠવવી પડે. પૃથ્વીના સમગ્ર ઇતિહાસકાળ…
વધુ વાંચો >ભૂસ્તરીય કાળગણના
ભૂસ્તરીય કાળગણના (geochronology) : પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજ સુધીના ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં જુદા જુદા કાળગાળે ઘટેલી ઘટનાઓની, ખડક સ્તરસમૂહો, સ્તરશ્રેણીઓ કે કોઈ પણ ખડક-એકમની વયગણતરીનો અભ્યાસ અથવા આ હેતુ માટે વિકસાવેલી વયનિર્ધારણ-પદ્ધતિ. કાળગણના બે રીતે થઈ શકે : નિરપેક્ષ કાળગણના (absolute chronology) અને સાપેક્ષ કાળગણના (relative chronology). પ્રથમ પ્રકારમાં વર્ષોમાં…
વધુ વાંચો >ભેદ્ય ખડકો
ભેદ્ય ખડકો (permeable rocks) : પ્રવાહી પસાર થવા દેવાની ક્ષમતા ધરાવતા ખડકો. કોઈ પણ ખડકની ભેદ્યતા (અથવા પારગમ્યતા) એ તે ખડકમાંથી પ્રવાહીને પસાર થવા દેવાની ક્ષમતા ગણાય. સછિદ્રતા–આધારિત ખડકના ગુણધર્મને ભેદ્યતા કહે છે. ખડક સછિદ્ર હોઈ શકે અને ભેદ્ય ન પણ હોય. ભેદ્યતાની માત્રા ખડકછિદ્રોના આંતરસંપર્ક(આંતરગૂંથણી)નાં આકાર અને કદ તેમજ…
વધુ વાંચો >મધ્ય જીવયુગ
મધ્ય જીવયુગ (Mesozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય યુગો પૈકીનો એક. ભૂસ્તરીય કાળ દરમિયાન થયેલી જીવનસ્વરૂપોની ઉત્ક્રાંતિના સંદર્ભમાં ‘મધ્ય જીવયુગ’ શબ્દનું અર્થઘટન કરતાં કહી શકાય કે પ્રથમ જીવયુગ (palaeozoic era) અને તૃતીય જીવયુગનાં જીવનસ્વરૂપોની વચગાળાની કક્ષાનું જીવન આ યુગ દરમિયાન અસ્તિત્વ ધરાવતું હોવાથી આ નામ સાર્થક બની રહે છે. પ્રથમ…
વધુ વાંચો >મધ્યપાષાણયુગ
મધ્યપાષાણયુગ (Mesolithic Age) : પ્રાગ્-ઐતિહાસિક માનવસંસ્કૃતિના વિકાસની કક્ષા અને કાળગાળો. પાષાણયુગ અંતર્ગત પુરાપાષાણયુગની પછીનો અને નવપાષાણયુગ પહેલાંનો કાળ. પ્રાગ્-ઐતિહાસિક માનવજીવન અને તેના વિકાસના સંદર્ભમાં તેને પ્લાયસ્ટોસીન કાલખંડ પછીનો સમય ગણવામાં આવે છે. આ સમય દરમિયાન પાષાણ-ટુકડાઓમાંથી ઝીણવટભરી રીતે તત્કાલીન માનવોએ તૈયાર કરેલાં અને ઉપયોગમાં લીધેલાં સાધનો-ઓજારોનો સમાવેશ થાય છે. શિકાર…
વધુ વાંચો >