ભૂસ્તરશાસ્ત્ર

પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire)

પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire) : પૅસિફિક મહાસાગરને ફરતો જ્વાળામુખીનો પટ્ટો. દુનિયાના ઘણા ભાગોમાં જ્વાળામુખીઓ આવેલા છે, પરંતુ સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં જોતાં તેમનું વિતરણ એકસરખી રીતે થયેલું જોવા મળતું નથી. પૅસિફિક મહાસાગર અને તેની આજુબાજુના વિસ્તારમાં તેઓ વધુ સંખ્યામાં અને અન્યત્ર ઓછી સંખ્યામાં જોવા મળે છે. કેટલાક જ્વાળામુખીઓ અમુક…

વધુ વાંચો >

પૉઇકિલિટિક કણરચના (poikilitic texture)

પૉઇકિલિટિક કણરચના (poikilitic texture) : અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં નાના કે મોટા કણો કે સ્ફટિકો કોઈ પણ પ્રકારની દિશાકીય ગોઠવણી વિના મોટા સ્ફટિકોની અંદર રહેલા હોય છે; દા. ત., પિક્રાઇટ જેવા અગ્નિકૃત ખડકમાં નાના કદના ઑલિવીન સ્ફટિકો મોટા પરિમાણવાળા ઑગાઇટ કે હૉર્નબ્લેન્ડ સ્ફટિકોમાં જોવા મળે છે. અગાઉ…

વધુ વાંચો >

પોખરાજ

પોખરાજ : જુઓ, ટોપાઝ.

વધુ વાંચો >

પોટાશ નિક્ષેપો

પોટાશ નિક્ષેપો : જુઓ, બાષ્પજન્ય નિક્ષેપો.

વધુ વાંચો >

પૉર્ફિરિટિક કણરચના (porphyritic texture)

પૉર્ફિરિટિક કણરચના (porphyritic texture) : અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં મહાસ્ફટિકો આજુબાજુના સ્ફટિકમયસૂક્ષ્મ દાણાદાર કે કાચમય દ્રવ્યથી ઘેરાયેલા હોય છે. વધુ મોટા કે નાના સ્ફટિકોથી બનેલી આ જ પ્રકારની કણરચના માટે અનુક્રમે મૅગાપૉર્ફિરિટિક અને માઇક્રોપૉર્ફિરિટિક પર્યાયો ઉપયોગમાં લેવાય છે. માઇક્રોપૉર્ફિરિટિક કણરચનાની પરખ માત્ર સૂક્ષ્મદર્શક…

વધુ વાંચો >

પૉર્ફિરી (porphyry)

પૉર્ફિરી (porphyry) : એક પ્રકારનો અગ્નિકૃત ખડક. ખૂબ જ સૂક્ષ્મ દાણાદાર કે સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્યમાં જડાયેલા મહાસ્ફટિકોથી બનેલી પૉર્ફિરિટિક કણરચનાવાળો અગ્નિકૃત ખડક પૉર્ફિરી તરીકે ઓળખાય છે. પૉર્ફિરી ખડકોમાં વિપુલ પ્રમાણમાં મહાસ્ફટિકો મળતા હોવાને કારણે તેમજ પોપડામાં તે ડાઇક અને સિલ સ્વરૂપનાં નાનાં અંતર્ભેદકો સ્વરૂપે છીછરી ઊંડાઈએ મળી આવતા હોવાને કારણે…

વધુ વાંચો >

પોલરાઇઝર

પોલરાઇઝર : જુઓ : ‘પોલરાઇઝિંગ સૂક્ષ્મદર્શક’.

વધુ વાંચો >

પોલરાઇઝિંગ સૂક્ષ્મદર્શક (polarising microscope/petrological microscope)

પોલરાઇઝિંગ સૂક્ષ્મદર્શક (polarising microscope/petrological microscope) : ખનિજો કે ખડકોની પ્રકાશીય પરખ માટે ઉપયોગમાં લેવાતું સાધન. ખનિજોની પરખ માટે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પ્રકાશીય ગુણધર્મોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ હેતુ માટે એક વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે, જેમાં ખનિજછેદોના પ્રકાશીય ગુણધર્મોનું ધ્રુવીભૂત પ્રકાશની મદદથી અવલોકન…

વધુ વાંચો >

પૉવેલ જૉન વેઝલી

પૉવેલ, જૉન વેઝલી (જ. 24 માર્ચ 1834, માઉન્ટ મૉરિસ, ન્યૂયૉર્ક; અ. 23 સપ્ટેમ્બર 1902) : અમેરિકન ભૂતપૂર્વ મેજર. સિવિલ યુદ્ધમાં તેમણે એક હાથ ગુમાવેલો. તેઓ તે પછીથી ભૂસ્તરશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી તરીકે વધુ જાણીતા બનેલા. 1865માં ઇલિનૉઇ યુનિવર્સિટીમાં અને 1867માં ઇલિનૉઇની નૉર્મલ કૉલેજમાં ભૂસ્તરશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. 1869માં તેમણે અન્ય 11 જણની…

વધુ વાંચો >

પ્યુમીસ (pumice)

પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો…

વધુ વાંચો >