ભૂસ્તરશાસ્ત્ર

તટપ્રદેશ

તટપ્રદેશ : નદી, સરોવર કે સમુદ્ર–મહાસાગરના કિનારાઓની સમાંતર રહેલી ઓછી-વત્તી પહોળાઈવાળી ભૂમિપટ્ટી; જેમ કે, નદીતટ, સરોવરતટ, સમુદ્રતટ વગેરે. નદીઓ તેમની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની કક્ષાઓમાં તટપ્રદેશો પર થતી નિક્ષેપ-જમાવટ (levees) સીડીદાર પ્રદેશો અને પૂરનાં મેદાનો જેવાં ભૂમિસ્વરૂપોની રચના કરે છે. સરોવરો સામાન્ય રીતે તો શાંત, સ્થાયી જળસંચયસ્થાનો હોવાથી તેમના કિનારા ખાસ…

વધુ વાંચો >

તનાવ–દાબ

તનાવ–દાબ (tension–compression) (ભૂસ્તરીય) : પૃથ્વીના પોપડામાં ભૂસંચલનને કારણે અસર કરતાં કાર્યશીલ બળો. પોપડામાં થતી ભૂસંચલનની ક્રિયામાં જે વિસ્તાર સામેલ થાય છે ત્યાંના પ્રાદેશિક ખડકોમાં તેમજ ખડકદળમાં વિરૂપતાનાં બળો કાર્યશીલ બની વિવિધ પ્રકારનાં રચનાત્મક લક્ષણો ઉત્પન્ન કરે છે. તે ખડક પ્રકાર બળના પ્રકાર, બળની દિશા અને બળની તીવ્રતા તેમજ બળની કાર્યશીલતાના…

વધુ વાંચો >

તરતી હિમશિલા

તરતી હિમશિલા (iceberg) : સમુદ્રજળમાં તરતા બરફજથ્થા (હિમગિરિ). વિશાળ હિમનદના નીચલા (છેડાના) ભાગમાંથી તૂટેલા જુદા જુદા પરિમાણવાળા બરફ જથ્થા છૂટા પડીને, સરકી આવીને સમુદ્રજળમાં તરતા રહે છે. તેના 9/10 ભાગ પાણીમાં અને 1/10 ભાગ સમુદ્રસપાટીથી બહાર રહે છે. ઊંચા અક્ષાંશોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જો હિમનદી નજીકના દરિયાકિનારે પહોંચતી હોય…

વધુ વાંચો >

તરંગચિહન

તરંગચિહન (ripple mark) : જળપ્રવાહ દ્વારા, મોજાંની ક્રિયામાં પાણીના આગળપાછળના હલનચલન દ્વારા નિક્ષેપદ્રવ્યના છૂટા કણો ઓકળીબદ્ધ ગોઠવાવાથી તૈયાર થતા લાક્ષણિક વળાંકવાળા સપાટી-આકારો. કિનારાના નિક્ષેપોમાં અસર કરતા જળપ્રવાહોના હલનચલન દ્વારા આ પ્રકારની ઓકળીઓ ઉત્પન્ન થતી હોય છે. નીચેની આકૃતિમાં તરંગના જુદા જુદા ભાગોનાં નામ તેમજ પ્રકારો દર્શાવેલાં છે. સરખા આંદોલનકારી પ્રવાહો …

વધુ વાંચો >

તળેટી-હિમનદી

તળેટી-હિમનદી (piedmont glacier) : અલગ અલગ વહેતી બે કે વધુ ખીણ-હિમનદીઓ તેમના ઉપરવાસના ઓછાવત્તા સીધા ઢોળાવવાળા ખીણવિભાગોમાંથી હેઠવાસના પર્વતપ્રદેશના તળેટી-વિસ્તારમાં ભેગી થયા પછી હિમનદીના સ્વરૂપે વહેતો હિમજથ્થો. તળેટી-હિમનદી એ ખીણ હિમનદી (valley glacier) અને હિમચાદર (ice sheets) વચ્ચેનો પ્રકાર ગણાય છે. તે પર્વતપ્રદેશોના નીચાણવાળા, પ્રમાણમાં પહોળા વિસ્તારો પર ફેલાઈને વહે…

વધુ વાંચો >

તાંબું

તાંબું : કુદરતમાં મુક્ત અથવા સંયોજિત રૂપે મળી આવતી, વિદ્યુતસુવાહક, ગુલાબી ઝાંયવાળી ધાતુ. તાંબું એ લોખંડથી પણ પહેલાં ઉપયોગમાં લેવાયેલી ધાતુ છે. રાસ. બં. : Cu; સ્ફ.વ. : ક્યૂબિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો ક્યૂબ, ઑક્ટાહેડ્રોન, ડોડેકાહેડ્રોન, ટેટ્રાહેક્ઝાહેડ્રોન સ્વરૂપોમાં; સામાન્યત: લાંબા, ચપટા કે વળેલા; ક્યારેક ગૂંચળા જેવા, દળદાર કે ચૂર્ણમય; સ્ફટિક યુગ્મતા…

વધુ વાંચો >

તીરસ્થ નિક્ષેપ

તીરસ્થ નિક્ષેપ (Littoral deposit) : દરિયાકિનારા પરનો નિક્ષેપ, કંઠારનિક્ષેપ. દરિયાકિનારાથી અંદર તરફ તળ પરની આશરે 200 મીટરની લંબાઈ સુધી વિસ્તરેલા વિભાગમાં જામેલા દ્રવ્યજથ્થા માટે શબ્દ ઉપયોગમાં લઈ શકાય, અર્થાત્, સમુદ્રજળની ગુરુતમ ભરતી અને લઘુતમ ભરતીથી રચાતી રેખાઓ વચ્ચેના વિભાગમાં જોવા મળતા નિક્ષેપને તીરસ્થ નિક્ષેપ તરીકે ઓળખાવી શકાય. કંઠારપ્રદેશના સ્થાનિક ખડકોના…

વધુ વાંચો >

તુલ્યતા-સિદ્ધાંત

તુલ્યતા-સિદ્ધાંત (equivalence principle) : ગુરુત્વીય ક્ષેત્રમાં બિન-પ્રવેગિત સંદર્ભપ્રણાલી અને બિનગુરુત્વીય ક્ષેત્રમાં પ્રવેગિતપ્રણાલી વચ્ચેનું સામ્ય. દ્રવ્યમાનની વ્યાખ્યા બે પ્રકારે આપી શકાય છે. એક તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત અનુસાર બે બિંદુસમ પદાર્થો વચ્ચે ઉદભવતું ગુરુત્વાકર્ષણનું બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં અને બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ નિયમમાં આવતું દ્રવ્યમાન…

વધુ વાંચો >

તૃતીય જીવયુગ

તૃતીય જીવયુગ કેનોઝોઇક(નૂતન જીવ) મહાયુગનો પૂર્વાર્ધકાળ એટલે તૃતીય જીવયુગ. ભૂસ્તરીય કાળક્રમમાં મધ્યજીવયુગ (મેસોઝોઇક યુગ) પછી શરૂ થતો હોઈ તેને તૃતીય જીવયુગ (ટર્શ્યરી) નામ આપવામાં આવ્યું છે. ભૂસ્તરીય ઇતિહાસમાં તેમની ખડકરચનાઓની જમાવટ આજથી ગણતા 6.5 ± કરોડ વર્ષ અગાઉથી શરૂ થઈને 20 ± લાખ (છેલ્લાં સંશોધનો મુજબ 16 ± લાખ વર્ષ)…

વધુ વાંચો >

થૉમ્સોનાઇટ

થૉમ્સોનાઇટ : ઝિયોલાઇટ વર્ગનું વિરલ ખનિજ. રાસા. બં. NaCa2Al5Si5O20 6H2O; સ્ફ. વર્ગ : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો પ્રિઝમૅટિક, સોયાકાર, પતરી આકાર; ઊભાં રેખાંકનોવાળા, પરંતુ વિરલ, વિકેન્દ્રિત અથવા પર્ણાકાર સમૂહોમાં વધુ મળે; ઘનિષ્ઠ; યુગ્મતા (110) ફલક પર આધારિત; પારદર્શકથી પારભાસક; સંભેદ : પૂર્ણ (010), સ્પષ્ટ (100); ભં.સ. : આછી વલયાકારથી…

વધુ વાંચો >