ભૂસ્તરશાસ્ત્ર

ગૌણ મૅગ્મા

ગૌણ મૅગ્મા : પરિવર્તિત મૅગ્મા. મૅગ્મા તરીકે ઓળખાતો ખડકોનો પીગળેલો રસ જાડો અને સ્નિગ્ધ (pasty) હોય છે. ખડકવિદ્યાની ર્દષ્ટિએ મૅગ્માના બે પ્રકાર પાડેલા છે : (1) મુખ્ય અથવા બિનપરિવર્તિત મૅગ્મા અને (2) ગૌણ મૅગ્મા અથવા પરિવર્તિત મૅગ્મા. જે મૅગ્મામાં સ્વભેદનની ક્રિયા થયેલી છે એવા મૅગ્માના સંચયસ્થાનની છતના કે દીવાલોના ખડકોને…

વધુ વાંચો >

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water)

ગ્રહીય ભૂગર્ભજળ (meteoric water) : વાતાવરણમાં ભેજસ્વરૂપે સંગ્રહાયેલું જળ અથવા વાતાવરણમાંથી કોઈ પણ સ્વરૂપે પ્રાપ્ત થતું જળ. તે વર્ષાજળ, ઝાકળજળ, ધુમ્મસજળ, હિમજળ કે બરફસ્વરૂપે હોઈ શકે. આ તમામ સ્વરૂપોમાં સ્થિત જળ છેવટે નદીનાળાં મારફતે પોપડાનાં ખડકછિદ્રો દ્વારા પ્રવેશ પામી ભૂગર્ભજળ તરીકે એકત્રિત થઈને સચવાઈ રહે છે. સપાટી પરના જળનું બાષ્પીભવન…

વધુ વાંચો >

ગ્રાઇસેન

ગ્રાઇસેન : મોટે ભાગે અબરખ, ક્વાર્ટઝ અને ક્યારેક ટોપાઝ (પોખરાજ) સહિતનાં ખનીજોના બંધારણવાળો એક પ્રકારનો ખડક. ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ જેવા ખડકો ઉપર ફ્લૉરિન-સમૃદ્ધ ઉષ્ણબાષ્પ ખનીજ-પ્રક્રિયા થતાં, તેમાં રહેલું ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર K2O · Al2O3 · 6SiO2 પરિવર્તિત થતું જઈ જલયુક્ત બંધારણવાળા અબરખમાં ફેરવાય છે. આ અબરખ મોટે ભાગે તો મસ્કોવાઇટ હોય…

વધુ વાંચો >

ગ્રાઇસેની ભવન :

ગ્રાઇસેની ભવન : જુઓ : (1) ગ્રાઇસેની, (2) ઉષ્ણ બાષ્પ ખનીજ પ્રક્રિયા.

વધુ વાંચો >

ગ્રાઉન્ડ વૉટર રીસોર્સીઝ ડેવલપમેન્ટ કૉર્પોરેશન

ગ્રાઉન્ડ વૉટર રીસોર્સીઝ ડેવલપમેન્ટ કૉર્પોરેશન : જુઓ ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ.

વધુ વાંચો >

ગ્રાફિક કણરચના

ગ્રાફિક કણરચના : ક્વાર્ટ્ઝ અને ફૅલ્સ્પારની વ્યવસ્થિત આંતરવિકાસ ગૂંથણીમાંથી ઉદભવતી કણરચના. આ પ્રકારની કણરચના મહદ્અંશે ગ્રૅનાઇટ બંધારણવાળા ખડકોમાં જોવા મળે છે. બે ખનીજોનું જ્યારે એકીસાથે સ્ફટિકીકરણ થાય છે ત્યારે આ પ્રકારનું માળખું ગોઠવાય છે. આવી કણરચનાવાળા માળખામાં ફૅલ્સ્પારની પશ્ચાદભૂમાં ફૅલ્સ્પારની લગોલગ ક્વાર્ટ્ઝના વીક્ષાકાર સ્ફટિકો ગોઠવાયેલા જોવા મળે છે. આ બે…

વધુ વાંચો >

ગ્રાફિક ગ્રૅનાઇટ

ગ્રાફિક ગ્રૅનાઇટ : જુઓ. ગ્રાફિક કણરચના.

વધુ વાંચો >

ગ્રિનોકાઇટ

ગ્રિનોકાઇટ : રા. બં. : CdS (Cd = 77.7 % S 22.3 %) (ગ્રિનોકાઇટ અને હોવલિયાઇટ બંને CdSના દ્વિરૂપ પ્રકારો છે.) સ્ફ.વ. : હેક્ઝાગૉનલ – અર્ધસ્વરૂપ સ્ફટિકો. સ્વ. : પ્રિઝમ અને પિરામિડ; ક્યારેક મૃદાચ્છાદિત યુગ્મસ્ફટિકો          ચક્રાકારી, લગભગ પારદર્શક. સં. : સ્પષ્ટ (1120), અપૂર્ણ (0001). ભં. સ.…

વધુ વાંચો >

ગ્રૅનાઇટ

ગ્રૅનાઇટ : અંત:કૃત પ્રકારનો ઍસિડિક અગ્નિકૃત ખડક. તે પૃથ્વીના પટ પર સર્વસામાન્ય રીતે મળતો ખડક-પ્રકાર છે. આ ખડક મુખ્યત્વે ક્વાર્ટ્ઝ અને આલ્કલી ફેલ્સ્પારનો બનેલો હોય છે, પણ ઘણુંખરું તેની સાથે બાયૉટાઇટ અને/અથવા મસ્કોવાઇટ અને/અથવા હૉર્નબ્લેન્ડ પણ હોય છે. આ ઉપરાંત ગૌણ ખનીજો તરીકે ઝિર્કોન, ઍપેટાઇટ અને ક્વચિત્ મૅગ્નેટાઇટ હોઈ શકે…

વધુ વાંચો >

ગ્રૅનાઇટ કણરચના

ગ્રૅનાઇટ કણરચના : જુઓ કણરચના.

વધુ વાંચો >