ભૂસ્તરશાસ્ત્ર
ક્ષેત્રીય ભૂસ્તરશાસ્ત્ર
ક્ષેત્રીય ભૂસ્તરશાસ્ત્ર (field geology) : આર્થિક ઉપયોગિતાની ર્દષ્ટિએ ખડક-ખનિજ દ્રવ્યોની પ્રાપ્તિ માટે થતો ક્ષેત્ર-અભ્યાસ. ભૂસ્તરશાસ્ત્રના વિષયનો ક્ષેત્રીય અભ્યાસ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજો સાથે વિશેષત: સંકળાયેલો છે. કોઈ પણ સ્થળની કોઈ પણ પ્રકારની ભૂસ્તરીય માહિતી માટે તે સ્થળનું નકશાકાર્ય અને તેનો તલસ્પર્શી અહેવાલ, એ પાયાનાં અંગો બની રહે છે. ખડક-ખનિજોની ગુણાત્મક…
વધુ વાંચો >ખડકજન્ય ખનિજો
ખડકજન્ય ખનિજો (allogenic minerals) : જળકૃત ખડકોનાં બંધારણમાં રહેલાં ખનિજોનો એક સમૂહ. જળકૃત ખડકોના બંધારણમાં રહેલાં કેટલાંક ખનિજો તે ખડકોની ઉત્પત્તિ સાથે અથવા તેમની ઉત્પત્તિ પછીના ટૂંકા ગાળા દરમિયાન તેમાં જ ઉદભવે છે, જે ખડક સહજાત ખનિજો (authigenic minerals) તરીકે ઓળખાય છે. જળકૃત ખડકોનાં બીજાં કેટલાંક ખનિજોનો સમૂહ અસ્તિત્વ ધરાવતા…
વધુ વાંચો >ખડકનિર્માણ-ખનિજો
ખડકનિર્માણ-ખનિજો : ખડક બનવા માટે જરૂરી ખનિજ કે ખનિજોનો સમૂહ. આજ સુધીમાં જાણવા મળેલાં હજારો ખનિજો પૈકી માત્ર વીસેક ખનિજો એવાં છે જે પૃથ્વીના પોપડાનો 99.9 ટકા ભાગ આવરી લે છે, તે ખડકનિર્માણ-ખનિજો તરીકે ઓળખાય છે. રાસાયણિક બંધારણની ર્દષ્ટિએ આ પૈકીનાં કેટલાંક ખનિજો સિલિકેટ, ઑક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, ફૉસ્ફેટ અને સલ્ફાઇડ…
વધુ વાંચો >ખડકવિકૃતિ
ખડકવિકૃતિ : ભૂસંચલન, ભૂગર્ભનું તાપમાન તથા દબાણ અને મૅગ્માના અંતર્ભેદન જેવાં પરિબળોને કારણે ખડકમાં થતા સંરચનાત્મક અને ખનિજીય ફેરફારો. કેટલીક વખતે પૃથ્વીના પોપડાના અસ્તિત્વ ધરાવતા અગ્નિકૃત કે જળકૃત ખડકો ભૂસંચલનક્રિયાને કારણે ફક્ત દબાણની અસર હેઠળ કે દબાણ તેમજ ભૂગર્ભના તાપમાનની સંયુક્ત અસર હેઠળ આવે છે. આ ઉપરાંત, ક્યારેક પૃથ્વીના પોપડાના…
વધુ વાંચો >ખડકવિદ્યા
ખડકવિદ્યા : ખડકોના પદ્ધતિસરના અભ્યાસ માટેની એક શાખા. તેમાં પૃથ્વીના બંધારણમાં રહેલા વિવિધ પ્રકારના ખડકોની ઉત્પત્તિ (petrogenesis) તેમજ તેમનાં રાસાયણિક, ખનિજીય અને કણરચનાત્મક લક્ષણોને સ્પર્શતા વર્ણનાત્મક અભ્યાસ (petrography)નો સમાવેશ થાય છે. ખડકવિદ્યાના પણ ત્રણ પેટા વિભાગો છે જેવા કે અગ્નિકૃત ખડકવિદ્યા, જળકૃત ખડકવિદ્યા અને વિકૃત ખડકવિદ્યા. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >ખડક-સહજાત અને ખડકોત્તર નિક્ષેપો
ખડક-સહજાત અને ખડકોત્તર નિક્ષેપો (syngenetic deposits) : ખડકોની ઉત્પત્તિની સાથે સાથે જ ઉત્પન્ન થતા ખનિજ-નિક્ષેપો. દા.ત., મૅગ્માજન્ય નિક્ષેપો કે અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો સાથે સ્ફટિકીકરણ પામતા ક્રોમાઇટ નિક્ષેપો. ખડકોની ઉત્પત્તિ થઈ ગયા બાદ ગમે ત્યારે તૈયાર થઈ ખડકો સાથે સહયોગ પામતા નિક્ષેપો. તેને ખડકપશ્ચાત્ નિક્ષેપો પણ કહે છે; દા.ત., કણશ: વિસ્થાપન…
વધુ વાંચો >ખડક-સહજાત જળ
ખડક-સહજાત જળ : રેતીખડકની જમાવટ સમયે રેતીકણોની સાથે જકડાયેલું સ્થાયી જળ. આમ ખડક-સહજાત જળની ઉત્પત્તિ રેતીખડકની ઉત્પત્તિ સાથે સંકળાયેલી છે. તેથી આવા જળની ગુણવત્તા રેતીખડકની જમાવટના સ્થળ પર આધારિત રહે છે. મુખ્યત્વે આ પ્રકારનું જળ ખૂબ ઊંડાઈએ આવેલા રેતીખડકોમાં સંગ્રહાયેલું હોય છે અને તે એક વખતના જૂના સમયના સમુદ્રના પાણીના…
વધુ વાંચો >ખડકો
ખડકો : ભૂપૃષ્ઠના બંધારણમાં જોવા મળતા પાષાણો. કુદરતી રીતે બનેલા એક કે વધુ ખનિજોના સામૂહિક જથ્થાને ખડક કહે છે. દેવમંદિરો, દેવળો, મકબરા કે ઇમારતોમાં જોવા મળતો આરસપહાણ; મકાનોની અંદર કે આંગણામાં તેમજ શહેરની ફૂટપાથોમાં જડેલી લાદી; ચટણી લસોટવાના ખલદસ્તા કે ઘંટિયા પથ્થરો; લખવાની સ્લેટ; ડામરના રસ્તા બનાવવામાં કે ધાબાં ભરવામાં…
વધુ વાંચો >ખડકો (વૈજ્ઞાનિક માહિતી)
ખડકો (વૈજ્ઞાનિક માહિતી) : પૃથ્વીની સપાટી પરનું શિલાવરણ. ભૂસ્તરશાસ્ત્રના સમગ્ર અભ્યાસ અર્થે પૃથ્વીને શિલાવરણ (lithosphere), જલાવરણ અને વાતાવરણ એ પ્રમાણે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય. ખડકોના તલસ્પર્શી અભ્યાસ માટે શિલાવરણની માહિતી અગત્યની બની રહે છે. પૃથ્વીનો પોપડો અર્થાત્ ભૂપૃષ્ઠ જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો વિભાગ છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે…
વધુ વાંચો >ખડકોનું ઉત્ખનન, વિસ્ફોટન અને વિખંડન
ખડકોનું ઉત્ખનન, વિસ્ફોટન અને વિખંડન (blasting & rock fragmentation) : ખડકોને નાના ટુકડાઓમાં તોડવાની ક્રિયા. ખાણોમાં તથા જાહેર બાંધકામોમાં, કૂવા ખોદવામાં, નહેરો બનાવવા માટે તથા જળનિકાસ માટે નાળાં બનાવવા, યંત્રોને બેસાડવા માટેનો પાયો તૈયાર કરવા વગેરે માટે સ્ફોટન (blasting) એ ખડકો તોડવાની મુખ્ય ક્રિયા છે. આ ઉપરાંત ઇમારત જમીનદોસ્ત કરવી,…
વધુ વાંચો >