ભૂગોળ

ખંડવા

ખંડવા : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો જે અગાઉ પૂર્વ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 21 50´ ઉ. અ. અને 76 20´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેની પૂર્વે બેતુલ અને હારડા જિલ્લા, દક્ષિણે બુરહાનપુર જિલ્લો, પશ્ચિમે ખરગાંવ અને ઉત્તરે દેવાસ જિલ્લો સીમારૂપે આવેલા છે.આ જિલ્લો…

વધુ વાંચો >

ખંડાલા

ખંડાલા : મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલું ગિરિનગર. તે 18o-45´ ઉત્તર અક્ષાંશ અને 73o-22´ પૂ. રેખાંશ ઉપર આવેલું છે. તે પુણેથી વાયવ્ય ખૂણે 65 કિમી. ઉપર ચારે બાજુ પર્વતોનાં શિખરોથી ઘેરાયેલું છે. પશ્ચિમ ઘાટનો પ્રદેશ સરેરાશ 914-1,523 મીટર ઊંચો હોવાથી ઉનાળામાં હવા ખુશનુમા રહે છે અને ગરમી જણાતી નથી. ચોમાસામાં…

વધુ વાંચો >

ખંડીય છાજલી

ખંડીય છાજલી : સમુદ્રતળ-આલેખ પ્રમાણે ભૂમિ-વિસ્તાર પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીનો ઢોળાવ પ્રમાણમાં આછો હોય છે અને તે 180 મી. ઊંડાઈ સુધી વિસ્તરેલો હોય છે, પરંતુ તેની પહોળાઈ બદલાતી રહે છે. ખંડીય છાજલી (1) સમુદ્રનાં પાણીની સપાટી ઊંચી જવાને કારણે અથવા નજીકની ભૂમિના અધોગમનને કારણે, (2)…

વધુ વાંચો >

ખંડીય ઢોળાવ

ખંડીય ઢોળાવ : ખંડીય છાજલી પછી તરત જ શરૂ થતો સમુદ્રતળનો ભાગ. ખંડીય છાજલીના પ્રમાણમાં તેનો ઢોળાવ વધુ હોય છે. ખંડીય ઢોળાવ 180 મી. માંડીને 3600 મી. સુધી વિસ્તરેલો સમુદ્રતળ ભાગ છે. વીસમી સદી દરમિયાન દૂર દેશોના સંદેશાવ્યવહાર માટે અહીં કેબલ નાખવામાં આવ્યા હતા, જેનું સ્થાન હવે ઉપગ્રહોએ લીધું છે.…

વધુ વાંચો >

ખંડીય પ્રવહન

ખંડીય પ્રવહન : ખંડોની ખસવાની ક્રિયા. પૃથ્વીની ઉત્પત્તિ પછીના કોઈ કાળમાં મૂળ ભૂમિજથ્થાઓની ખંડન તેમજ સ્થાનાંતરની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલી ભૂમિખંડો અને મહાસાગરોની આજે જોવા મળતી ગોઠવણી. ખંડોના આકારો પર ર્દષ્ટિ કરતાં માલૂમ પડે છે કે સમુદ્રો અને મહાસાગરોને કારણે ખંડો એકમેકથી જુદા પડી ગયેલા દેખાય છે. ખંડો-મહાસાગરોની આ પ્રકારની…

વધુ વાંચો >

ખંડીય વિચલન

ખંડીય વિચલન (continental drift) : જુઓ ભૂતકતી સંચલન.

વધુ વાંચો >

ખંભાત

ખંભાત : આણંદ જિલ્લામાં ખંભાતના અખાતને મથાળે મહી નદીના મુખ પર આવેલું નગર, ભૂતકાળનું ભવ્ય બંદર, તાલુકામથક તથા એક સમયનું દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° 18´ ઉ. અ. તથા 72° 37´ પૂ. રે. તાલુકાનું ક્ષેત્રફળ અને વસ્તી અનુક્રમે 1191.6 ચોકિમી. અને વસ્તી આશરે 2,58,514 (2022) છે. તે આણંદથી 51, અમદાવાદથી…

વધુ વાંચો >

ખંભાતનો અખાત

ખંભાતનો અખાત : તળ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ વચ્ચે આવેલો અરબી સમુદ્રનો ફાંટો. ભૌગોલિક સ્થાન : 21° 00´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે. ખંભાતનો અખાત કચ્છના અખાતની માફક કોઈ મોટી નદીનું મુખ હોય એમ મનાય છે. સાબરમતી અને સરસ્વતીના કિનારે આવેલાં એકસરખાં તીર્થસ્થાનોને કારણે આ નદી સંભવત: સરસ્વતી…

વધુ વાંચો >

ખંભાળિયા

ખંભાળિયા : જામનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 12´ ઉ. અ. અને 69° 44´ પૂ. રે. તાલુકાની વસ્તી 2,47,147 (2022) અને શહેરની વસ્તી આશરે 70 હજાર (2022) છે. ખંભાળિયાથી રાજકોટ અને જામનગર ભૂમિમાર્ગે અનુક્રમે 150 અને 60 કિમી. છે, જ્યારે દ્વારકા 85 કિમી. અને ઓખા 95 કિમી.…

વધુ વાંચો >

ખાજૂનો પુલ, ઇસ્ફહાન

ખાજૂનો પુલ, ઇસ્ફહાન (સત્તરમી સદી) : ઈરાનના નગર ઇસ્ફહાનમાં વહેતી ‘ઝાયન્દા રૂદ’ નદી પર બાંધેલો ચૂના-પથ્થરનો પુલ. તે નગરના ત્રણ મુખ્ય પુલોમાં સૌથી સુંદર છે. આ પુલ કોણે અને ક્યારે બાંધ્યો તે વિશે પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઐતિહાસિક પુસ્તકો અને વિદેશી મુસાફરોએ કરેલાં વર્ણનો પરથી હસન બેગે બંધાવેલા પુલના…

વધુ વાંચો >