ભૂગોળ

વિંધ્ય હારમાળા

વિંધ્ય હારમાળા : ભારતના મધ્ય ભાગમાં ઊંચાણવાળો પ્રદેશ રચતી તૂટક હારમાળા. તે ગુજરાતની પૂર્વ દિશાએથી શરૂ થઈ, મધ્યપ્રદેશને વીંધીને ઉત્તરપ્રદેશના વારાણસી નજીક ગંગાની ખીણ પાસે અટકે છે. આ રીતે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી આ હારમાળાની લંબાઈ આશરે 1,086 કિમી. જેટલી છે. પશ્ચિમ તરફ તે માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણ ધાર રચે છે; ત્યાંથી તે…

વધુ વાંચો >

વીરન અળગુમુથુ (થેની)

વીરન અળગુમુથુ (થેની) : તામિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 9° 48´ ઉ. અ. અને 77° 20´ પૂ. રે. આજુબાજુનો 2,889 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મન્નાર થિરુમલાઈ (હવે ડિંડિગુલ), પૂર્વમાં મદુરાઈ, દક્ષિણે તથા પશ્ચિમમાં અનુક્રમે કામરાજર (હવે વિરુદુનગર) અને ઇદુક્કી (કેરળ) જિલ્લા આવેલા છે. અલ્લીનગરમ્ તેનું…

વધુ વાંચો >

વીરપુર

વીરપુર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 21° 47´ ઉ. અ. અને 70° 42´ પૂ. રે.. તે રાજકોટથી 56 કિમી.ને અંતરે રાજકોટ-જૂનાગઢ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ગોંડળજે-તપુર વચ્ચે આવેલું છે. રેલમાર્ગે જેતપુર સ્ટેશને ઊતરીને ત્યાંથી રાજ્ય પરિવહનની બસ મારફતે જઈ શકાય છે. ખાનગી વાહન દ્વારા પણ…

વધુ વાંચો >

વીરમગામ

વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની  ઉત્તરે અને પૂર્વે મહેસાણા  જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…

વધુ વાંચો >

વુલર (Wular)

વુલર (Wular) : જમ્મુ-કાશ્મીર રાજ્યના બારામુલા જિલ્લામાં આવેલું વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : 34° 21´ ઉ. અ. અને 74° 33´ પૂ. રે.. તે શ્રીનગરથી ઉત્તર-વાયવ્ય (NNW) દિશામાં આશરે 32 કિમી.ને અંતરે કાશ્મીર ખીણને ઉત્તર છેડે આવેલું છે. ઋતુભેદે પાણીની આવકજાવક મુજબ તેના ક્ષેત્રફળમાં ફેરફાર થયા કરે છે. સામાન્ય સંજોગોમાં તેની…

વધુ વાંચો >

વુહાન (Wuhan)

વુહાન (Wuhan) : ચીનના હુબઈ પ્રાંતમાં નજીક નજીકનાં હેન્કાઉ, હેનિયાંગ અને વુચાંગ શહેરોને આવરી લેતા પ્રદેશ માટે અપાયેલું સામૂહિક નામ. આ ત્રણેય શહેરો 30° 25´ ઉ. અ. અને 114° 25´ પૂ. રે. પર નજીક નજીક આવેલાં છે. તે એક રાજકીય-આર્થિક એકમ તરીકે કામ કરે છે.  આ ત્રણેય સ્થળો હેન અને…

વધુ વાંચો >

વૂમેરા (Woomera)

વૂમેરા (Woomera) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના ટૉરેન્સ સરોવરની પશ્ચિમે આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31° 05´ દ. અ. અને 136° 55´ પૂ. રે.. આ સ્થળને રૉકેટ, મિસાઇલ તેમજ અવકાશી સંશોધન માટેના મથક તરીકે પસંદ કરવામાં આવેલું છે. બ્રિટન અને ઑસ્ટ્રેલિયા દ્વારા 1947માં વૂમેરાની સ્થાપના મિસાઇલ અને રૉકેટ-ચકાસણી માટે કરવામાં આવેલી…

વધુ વાંચો >

વૃંદાવન

વૃંદાવન : ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 27° 35´ ઉ. અ. અને 77° 35´ પૂ. રે.. તે મથુરાથી ઉત્તરે આશરે 46 કિમી. દૂર યમુના નદીના જમણા કાંઠે વસેલું છે. અહીંનો સમગ્ર પ્રદેશ સમતળ છે અને શહેર સમુદ્રસપાટીથી આશરે 175 મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંનો આખોય પ્રદેશ…

વધુ વાંચો >

વેક ટાપુ (Wake Island)

વેક ટાપુ (Wake Island) : પશ્ચિમ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો યુ.એસ. વહીવટ હેઠળનો ટાપુ. તે હોનોલુલુથી પશ્ચિમે 3,700 કિમી. અંતરે અને ટોકિયોથી 3,195 કિમી. અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 19° 17° ઉ. અ. અને 166° 36´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરનું લાંબું અંતર પસાર કરતાં વહાણો તેમજ હવાઈ જહાજો માટે…

વધુ વાંચો >

વૅટિકન સિટી

વૅટિકન સિટી : યુરોપમાં આવેલો દુનિયાભરનો નાનામાં નાનો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 41° 54´ ઉ. અ. અને 12° 27´ પૂ. રે.. તેનો વિસ્તાર 44 હેક્ટર જેટલો છે. દુનિયાના સૌથી મોટા ગણાતા રોમન કૅથલિક ચર્ચના આધ્યાત્મિક અને રાજકીય મથક તરીકે તેની ગણના થાય છે. તે કરોડો રોમન કૅથલિક પર આધ્યાત્મિક…

વધુ વાંચો >