ભૂગોળ
ભારતીય નમનદર્શક
ભારતીય નમનદર્શક (Indian Clinometer) : ભૂપૃષ્ઠના ઢોળાવનું નમન દર્શાવતું સાધન. આ પ્રકારનું નમનદર્શક ભારતના સર્વેક્ષણ ખાતા તરફથી તૈયાર કરવામાં આવેલું હોવાથી તેને ભારતીય નમનદર્શક કહે છે. તે સ્પર્શક નમનદર્શક (Tangent Clinometer) તરીકે પણ ઓળખાય છે. આ સાધન કાયમ સમપાટ સાથે જ ઉપયોગમાં લેવાય છે. આ સાધનમાં સૌથી નીચે આધાર તરીકે…
વધુ વાંચો >ભાલપ્રદેશ
ભાલપ્રદેશ : તળ ગુજરાતમાં આવેલો, બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 45´ ઉ. અ.થી 23° 00´ ઉ. અ. અને 74° 45´થી 72° 45´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 95 કિમી. અને ઉત્તર ભાગની પહોળાઈ 65 કિમી…
વધુ વાંચો >ભાવનગર
ભાવનગર : ગુજરાત રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 59´થી 22° 21´ ઉ. અ. અને 71° 13´થી 72° 29´ પૂ. રે. વચ્ચેનો 11,155 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે રાજ્યના કુલ વિસ્તારનો આશરે 5.69% જેટલો ભાગ ધરાવે છે અને રાજ્યમાં તે વિસ્તારની…
વધુ વાંચો >ભિન્ડ
ભિન્ડ : મધ્યપ્રદેશના ચંબલ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 25´થી 26° 48´ ઉ. અ. અને 78° 12´થી 79° 05´ પૂ. રે. વચ્ચેનો 4,459 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઈશાનમાં અને પૂર્વમાં ઉત્તર પ્રદેશના આગ્રા, ઇટાવાહ, જાલોન જિલ્લા; દક્ષિણે રાજ્યના…
વધુ વાંચો >ભિલાઈ
ભિલાઈ : છત્તીસગઢ રાજ્યના દુર્ગ જિલ્લામાં આવેલું નગર અને દેશનું મહત્ત્વનું લોખંડ-પોલાદનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 21° 13´ ઉ. અ. અને 81° 26´ પૂ. રે. તે દુર્ગ નગરથી પૂર્વ તરફ થોડાક અંતરે દક્ષિણ–પશ્ચિમ રેલવિભાગમાં આવેલું છે. વ્યવસ્થિત યોજના કરીને નગરને બાંધવામાં આવેલું છે તેમાં શહેરના દસ વિભાગ (sectors) પાડેલા…
વધુ વાંચો >ભિવાની
ભિવાની : હરિયાણા રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 22´થી 29° 4´ 35´´ ઉ. અ. અને 75° 28´થી 76° 28´ 45´´ પૂ.રે. વચ્ચેનો 5140 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિસ્સાર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રોહતક જિલ્લો; દક્ષિણ તરફ મહેન્દ્રગઢ જિલ્લો…
વધુ વાંચો >ભીમતાલ
ભીમતાલ : હિમાલયની તળેટીમાં આવેલું એક પ્રાચીન તીર્થસ્થાન. નૈનીતાલથી તે 18 કિમી. દૂર આવેલું છે. તે એક ડુંગરની ખીણમાં રચાયેલું મોટું સરોવર છે અને તેની આસપાસ બીજાં નાનાં-મોટાં 60 જેટલાં સરોવરો આવેલાં છે. સરોવરની મધ્યમાં એક નાનીશી ટેકરી આવેલી છે. સરોવરને કાંઠે ભીમેશ્વર નામનું પ્રસિદ્ધ શિવાલય અને સમીપમાં પુરાણપ્રસિદ્ધ કર્કોટક…
વધુ વાંચો >ભીમા (નદી)
ભીમા (નદી) : દક્ષિણ ભારતની કૃષ્ણા નદીની મુખ્ય શાખા. તે પશ્ચિમ ઘાટના ભીમાશંકર નામના ઊંચાઈવાળા સ્થળેથી નીકળી મહારાષ્ટ્રમાં 725 કિમી. જેટલા અંતર સુધી અગ્નિકોણ તરફ વહે છે અને પછીથી તે કર્ણાટકમાં પ્રવેશી કૃષ્ણાને મળે છે. ભીમાશંકરમાંથી નીકળતી હોવાથી તેનું નામ ભીમા પડ્યું હોવાનું મનાય છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સીના…
વધુ વાંચો >ભીલવાડા
ભીલવાડા : રાજસ્થાનમાં અગ્નિકોણ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 1´થી 25° 58´ ઉ. અ. અને 74° 1´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 10,455 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અજમેર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ ટોંક અને બુંદી જિલ્લા,…
વધુ વાંચો >ભીલસા
ભીલસા : જુઓ વિદિશા
વધુ વાંચો >