ભારતીય સંસ્કૃતિ

ભૂતબલિ

ભૂતબલિ : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર હિંસાના પાપમાંથી છૂટવા નિત્ય કરવાના પાંચ મહાયજ્ઞોમાંનો એક વિધિ. દ્વિજમાત્ર માટે દરરોજ ષટ્કર્મ કરવાં આવશ્યક હોવાનું વિધાન ધર્મશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. स्नानं सन्ध्या जपो होमः स्वाध्यायः पितृतर्पणम् । वैश्वदेवातिथेयश्च  षट्कर्माणि  दिने  दिने   ।। આ છ કર્મોમાં વૈશ્વદેવ અને અતિથિસત્કાર દ્વારા વ્યક્તિનો વૈશ્વિક સંબંધ બાંધવામાં આવ્યો…

વધુ વાંચો >

મગધ

મગધ : આજના બિહાર પ્રદેશમાં પ્રાચીન કાલમાં પાંગરેલું જનપદ. ઋગ્વેદ, અથર્વવેદ અને બ્રાહ્મણગ્રંથોમાં તેનો ઉલ્લેખ પ્રદેશ તરીકે નહિ, પણ જાતિ તરીકે થયો છે. આ વિસ્તારમાં આર્યેતર જાતિઓની વસ્તી વિશેષ હતી. આ જનપદની રાજધાની ગિરિવ્રજ કે રાજગૃહ હતી અને તે એના વૈભવ માટે પ્રસિદ્ધ હતી. મહાભારતના સમયમાં અહીં બાર્હદ્રથ વંશનું રાજ્ય…

વધુ વાંચો >

મધ્યમિકા

મધ્યમિકા : રાજસ્થાનમાં ચિતોડ પાસે આવેલી પ્રાચીન નગરી. આજે પણ એનાં ખંડેર ચિતોડના કિલ્લાથી 11 કિમી. ઉત્તરમાં જોઈ શકાય છે. આ પ્રદેશ પર ઈ. પૂ. 321માં મૌર્યવંશના રાજા ચંદ્રગુપ્ત અને એના પૌત્ર સમ્રાટ અશોકનું શાસન હોવાનું વૈરાટના અશોકના બે શિલાલેખ(ઈ. પૂ. 250)થી પુરવાર થાય છે. ત્યારબાદ ઈ. પૂ. 200ની આસપાસ…

વધુ વાંચો >

મનુ

મનુ : ભારતીય પરંપરા મુજબ માનવ-યોનિનો આદ્યપુરુષ. ભારતીય કાલગણનામાં મનુ મહત્વનું સીમાચિહ્ન ગણાય છે. આવા મનુ એક નહિ, પણ 14 છે. એકેક મનુ 71 ચતુર્યુગથી કંઈક અધિક કાલ ધરાવે છે. એક મનુ અને એની પછીના મનુની વચ્ચેના કાલને ‘મન્વન્તર’ કહે છે. પહેલા મનુ સ્વયંભૂ(બ્રહ્મા)ના પુત્ર હોઈ ‘સ્વાયંભુવ મનુ’ તરીકે ઓળખાય…

વધુ વાંચો >

મનુસ્મૃતિ

મનુસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રની સહુથી પ્રાચીન અને સર્વમાન્ય સ્મૃતિ. એના પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે કે મનુએ ધર્મનાં સર્વ લક્ષણ પોતાના શિષ્ય ભૃગુને સમજાવ્યાં ને ભૃગુએ એમની હાજરીમાં એ સર્વ ઋષિઓને વિદિત કર્યાં. આમ ‘મનુસ્મૃતિ’ ખરી રીતે ‘મનુસ્મૃતિ’ની ‘ભૃગુસંહિતા’ છે. એમાં 12 અધ્યાય છે, જે કુલ 2,694 શ્લોકોમાં રચાયા છે. ‘મનુસ્મૃતિ’માં…

વધુ વાંચો >

મન્વન્તર

મન્વન્તર : કાલમાનની પૌરાણિક વિભાવના. માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો કાલખંડ. કાલમાનની પૌરાણિક વિભાવના અનુસાર સુદીર્ઘ કાલના વ્યાપને 14 મન્વન્તરોમાં માપવામાં આવે છે. મન્વન્તર એટલે માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો સમગ્રકાલ. આ કાલખંડ 12,000 દૈવી વર્ષો અર્થાત્ 43,20,000 માનુષી વર્ષોનો છે. આ કલ્પના મુજબ આવા કુલ 14 મનુ થઈ ગયા છે. એમાં…

વધુ વાંચો >

મલયગિરિ

મલયગિરિ : હેમચંદ્રાચાર્યના સમકાલીન સહવિહારી વિદ્વાન સંસ્કૃત ટીકાકાર. તેમણે પોતાની અનેક કૃતિઓમાં પોતાનો કંઈ પણ પરિચય કે રચનાવર્ષ આપેલાં નથી. અમુક કૃતિઓમાં આપેલા ‘कुमारपाल राज्ये’ — એવા ઉલ્લેખથી તેમજ પોતાના શબ્દાનુશાસન વ્યાકરણમાં આપેલા ‘अऱुणत् कुमारपालोडरातीन्’ – એ ઉદાહરણથી તેઓ કુમારપાળના સમયમાં થયા હશે એમ માની શકાય. મલયગિરિએ મુખ્યત્વે આગમો પર…

વધુ વાંચો >

મસ્તરામજી

મસ્તરામજી (જ. ?; અ. 1901, બોટાદ) : સૌરાષ્ટ્રના રામસનેહી પંથના અવધૂત. પૂર્વાશ્રમ અજ્ઞાત. તેમને પૂછતાં તેઓ બ્રહ્મને પોતાના પિતા, માયાને માતા અને વિશ્વને જન્મભૂમિ બતાવતા. સંભવત: બાળવય અયોધ્યામાં, યુવાની મારવાડમાં અને પ્રૌઢ તથા વૃદ્ધ અવસ્થા સૌરાષ્ટ્રમાં વીત્યાં. મારવાડની રામસનેહી પંથ-પરંપરાને સૌરાષ્ટ્રમાં ફેલાવનારા તેઓ અવધૂતી સંત હતા. ‘સાધુ તો ચલતા ભલા’…

વધુ વાંચો >

મહાકાલેશ્વર

મહાકાલેશ્વર : દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક લિંગ ધરાવતું ઉજ્જયિનીમાં આવેલું સુપ્રસિદ્ધ પ્રાચીન શૈવ તીર્થ. આનું વર્ણન કાલિદાસે ‘મેઘદૂત’(‘પૂર્વમેઘ’, 36)માં યક્ષને સંદેશો આપતી વખતે અને ‘રઘુવંશ’(6–34)માં ઇન્દુમતીસ્વયંવર-પ્રસંગે અવંતિ-નરેશનો પરિચય આપતી વખતે વિસ્તારથી કર્યું છે. ઉજ્જયિની પ્રાચીન કાળમાં ખગોળ અને જ્યોતિષવિદ્યાનું કેન્દ્ર ગણાતું હતું. આજે જેમ ગ્રિનિચથી સમયગણના થાય છે તેમ એ વખતે…

વધુ વાંચો >

મહામંડપ

મહામંડપ : જુઓ મંદિર-સ્થાપત્ય

વધુ વાંચો >