ભગવતીપ્રસાદ પંડ્યા
કાવ્યાલંકારસૂત્રવૃત્તિ
કાવ્યાલંકારસૂત્રવૃત્તિ (ઈ. 750-850 આશરે) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો વામને રચેલો ગ્રંથ. વામન અલંકારશાસ્ત્રમાં ‘રીતિ’ નામના સંપ્રદાયના પ્રવર્તક હતા. કાવ્યનો આત્મા રીતિ (વિશિષ્ટ પદોની રચના) છે તેમ વામને આ ગ્રંથમાં સ્થાપિત કર્યું છે. ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ ગ્રંથમાં સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણો એમ ત્રણ ભાગ છે. તેમાં સૂત્ર તથા વૃત્તિના લેખક તો વામન પોતે જ…
વધુ વાંચો >પતંજલિ
પતંજલિ (ઈ. સ. પૂર્વે 150) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિની અષ્ટાધ્યાયી પર વ્યાકરણમહાભાષ્યના લેખક. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રકાર પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ એ ત્રિપુટી ‘મુનિત્રય’ (ત્રણ મુનિઓ) તરીકે પ્રસિદ્ધ છે; અને આમના દ્વારા સુગ્રથિત વ્યાકરણશાસ્ત્રને ‘ત્રિમુનિવ્યાકરણમ્’ (ત્રણ મુનિઓ દ્વારા નિર્મિત વ્યાકરણ) કહેવાય છે. આ ત્રણેયમાં પણ અંતિમ મુનિ પતંજલિની વાણીને…
વધુ વાંચો >પરિભાષેન્દુશેખર
પરિભાષેન્દુશેખર (ઈ. સ. 1650–1730) : પાણિનિનાં સંસ્કૃત વ્યાકરણસૂત્રોનો અર્થ કરવા માટેના નિયમોનો ગ્રંથ. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર નિરૂપતી પાણિનિની અષ્ટાધ્યાયીમાં આપેલાં સૂત્રોની વ્યવસ્થા આપતી કુલ 122 પરિભાષાઓ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – પુણે દ્વારા 1963માં પ્રકાશિત થયેલ ‘પરિભાષેન્દુશેખર’ની સમીક્ષિત આવૃત્તિમાં બતાવાઈ છે. ‘પરિભાષા’ની સામાન્ય પ્રચલિત વ્યાખ્યા ‘અનિયમે નિયમકારિણી પરિભાષા’ એ પ્રકારની છે.…
વધુ વાંચો >બ્રહ્મદત્ત જિજ્ઞાસુ
બ્રહ્મદત્ત જિજ્ઞાસુ (જ. 1882, મલ્લૂપોતા, જિ. જાલંધર, પંજાબ; અ. 21 ડિસેમ્બર 1964) : વૈદિક વાઙમય તથા સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના આધુનિક ભારતીય વિદ્વાન. તેમના પિતાનું નામ રામદાસ અને માતાનું નામ પરમેશ્વરી. જાતે સારસ્વત બ્રાહ્મણ. ‘બ્રહ્મદત્ત’ એ નામ તેમના ગુરુએ તેમને આપેલું. અધ્યયનકાળથી જ તેજસ્વી બ્રહ્મદત્તને, આર્યસમાજના પ્રતિષ્ઠાપક પ્રખર સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતીના…
વધુ વાંચો >ભાગવતપુરાણ
ભાગવતપુરાણ : ભારતીય 18 મુખ્ય પુરાણોમાંનું જાણીતું 8મું પુરાણ. ભાગવત પારમહંસ સંહિતા ગણાય છે. વિવિધ દાર્શનિક ઉપદેશ, જીવનદર્શન, વિવિધ ભગવત્સ્તુતિઓ, ભૂગોળ, ખગોળ આદિનું નિરૂપણ કરતા ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર કેન્દ્રસ્થાને છે. ભાગવતપુરાણમાં 12 સ્કન્ધ છે; 335 અધ્યાય અને 18 હજાર શ્લોક છે એ વાત સર્વસ્વીકૃત છે. આમ છતાં અધ્યાય અને…
વધુ વાંચો >મલ્લિનાથ (1)
મલ્લિનાથ (1) : પંદરમી સદીમાં થયેલા સંસ્કૃત ભાષાના લેખક અને ટીકાઓના રચયિતા. તેમના પુત્રનું નામ કુમારસ્વામી હતું. સંસ્કૃત સાહિત્યનાં પંચમહાકાવ્યોની ટીકા(વ્યાખ્યા)ના લેખક તરીકે તેમનું નામ વિદ્વાનોમાં અત્યંત જાણીતું છે. મલ્લિનાથ ‘કોલાચલ’ એવું ઉપનામ ધરાવતા તેલુગુ બ્રાહ્મણ હતા. ‘કોલાચલ’ પદનો નિર્દેશ કાલિદાસના ‘કુમારસંભવમ્’ની પુષ્પિકાઓમાં મળે છે. એ પણ શક્ય છે કે…
વધુ વાંચો >મહાભાષ્ય
મહાભાષ્ય (ઈ. પૂ. 150) : સંસ્કૃત ભાષાનો વ્યાકરણશાસ્ત્રનો મહત્ત્વનો ગ્રંથ. ‘મહાભાષ્ય’ આચાર્ય પાણિનિની અષ્ટાધ્યાયી પર પતંજલિ મુનિએ ઈ. પૂ. 150માં રચેલી સૌથી પહેલી પ્રાચીન અને પ્રમાણભૂત વ્યાખ્યા છે. તેમાં પાણિનિના સૂત્રની સમજ આપવાની સાથે વ્યાકરણશાસ્ત્રના અનેક મુદ્દાઓની પૂર્ણ ચર્ચા કરી તે વિશે અંતિમ નિર્ણયો પણ આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં…
વધુ વાંચો >મહેશ યોગી, મહર્ષિ
મહેશ યોગી, મહર્ષિ (જ. 1911, ભારત) : ભાવાતીત ધ્યાન નામના વિશિષ્ટ યોગપ્રકારના સમર્થ પુરસ્કર્તા અને વિખ્યાત યોગી. યોગસાધના તરફ તે વળ્યા તે પૂર્વેના તેમના જીવન વિશે કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં તેમણે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. થોડોક સમય કારખાનાંઓમાં કામ કર્યા પછી તેઓ જ્ઞાનસાધના અને યોગસાધના માટે હિમાલય…
વધુ વાંચો >મિત્ર (સૂર્ય)
મિત્ર (સૂર્ય) : ભારતીય વૈદિક દેવતા. ઋગ્વેદમાં સૂર્યદેવતા સાથે સંબંધ ધરાવનારા ‘મિત્ર’ દેવતાનું એક જ સૂક્ત (ઋગ્વેદ 3.59) છે. મિત્રદેવને પ્રકાશના એટલે દિવસના દેવ મહાન આદિત્યના રૂપે પણ જોવામાં આવે છે. ‘મિત્ર’ના સ્વરૂપલક્ષી વર્ણન કરતાં ત્યાં તેમના ગુણલક્ષી સ્વરૂપનું વર્ણન વિશેષ છે; દા. ત., ‘‘લોકોને બૂમ પાડીને તે ભેગાં કરે…
વધુ વાંચો >