બાળકૃષ્ણ માધવરાવ મૂળે
દાતે, કેશવરાવ
દાતે, કેશવરાવ (જ. 24 સપ્ટેમ્બર 1889, આડિવરે, રત્નાગિરિ; અ. 13 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : મરાઠી રંગભૂમિના અભિનેતા. પાંચ વર્ષના હતા ત્યારે પિતા ત્ર્યંબકરાવનું અવસાન થયું. માતાનું નામ યેસુબાઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ વિપરીત હોવાથી અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી ઉદરનિર્વાહ માટે મુંબઈ આવ્યા અને કમ્પાઉન્ડરની સામાન્ય નોકરી સ્વીકારી. તે…
વધુ વાંચો >દાભોળકર, નરેન્દ્ર
દાભોળકર, નરેન્દ્ર (જ. 01 નવેમ્બર 1945; અ. 20 ઑગસ્ટ 2013, પુણે) : મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર તથા અંધશ્રદ્ધા ઉન્મૂલન ઝુંબેશના અગ્રણી નેતા. પિતાનું નામ અચ્યુત અને માતાનું નામ તારાબાઈ. માતા-પિતાનાં દસ સંતાનોમાં સૌથી મોટા દેવદત્ત કેળવણીકાર, ગાંધીવાદી જીવનશૈલી અને સમાજવાદી વિચારસરણીને વરેલા હતા, જ્યારે ભાઈ-બહેનોમાં સૌથી નાના નરેન્દ્ર દાભોળકર હતા. નરેન્દ્રનું…
વધુ વાંચો >દામોદર
દામોદર : બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી વહેતી ગંગાની ઉપનદી. તેની કુલ લંબાઈ 625 કિમી. તથા જલવહનક્ષેત્ર 20,700 ચોકિમી. છે. તેનું એક ઉદગમસ્થાન બિહારમાં છોટાનાગપુરના મેદાની વિસ્તારમાં આવેલા રાંચીના ઉચ્ચપ્રદેશ પર પાલામાઉ જિલ્લાના તોરી પરગણાના કુરૂ ગામની ઈશાને 16 કિમી. અંતરે છે. સમુદ્રસપાટીથી તેનું આ ઉદગમસ્થાન આશરે 610 મી. ઊંચાઈ પર…
વધુ વાંચો >દાર્જિલિંગ
દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે.. …
વધુ વાંચો >દાસ કૅપિટલ
દાસ કૅપિટલ : સમાજવાદ તથા સામ્યવાદની વૈજ્ઞાનિક ભૂમિકા રૂપે મૂડીવાદી પ્રથાનું વિશ્લેષણ કરતો વિશ્વવિખ્યાત ગ્રંથ. સામ્યવાદના પ્રણેતા અને સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ(1818–83)ના ગ્રંથોમાં તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ત્રણ ખંડોમાં જર્મન ભાષામાં પ્રકાશિત થયેલી આ મહાન કૃતિના પ્રથમ ખંડની પ્રથમ આવૃત્તિ બર્લિનમાં 1867માં પ્રકાશિત થઈ હતી. તેનો બીજો અને ત્રીજો ખંડ અનુક્રમે…
વધુ વાંચો >દાસપ્રથા
દાસપ્રથા : સામંતશાહી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી શોષણની એક પ્રાચીન પ્રથા. મધ્યકાલીન યુરોપમાં તથા અન્યત્ર ચીન જેવા દેશોમાં ગુલામીના રૂપાંતરિત સ્વરૂપે તેનો આરંભ થયો હતો. આ પ્રથા હેઠળ સાંથીઓને જમીનના કોઈ ટુકડા કે ખંડ સાથે વારસાગત રીતે, સામંતની મરજી મુજબ વફાદારીની શરત સાથે કાયમ માટે બંધાઈ રહેવું પડતું હતું. રાજ્યની સત્તાનો…
વધુ વાંચો >દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ
દાંતવાલા, મોહનલાલ લલ્લુભાઈ (જ. 18 સપ્ટેમ્બર 1909, સૂરત; અ. 8 ઑક્ટોબર 1998, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, ગાંધીવાદી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા સ્વાતંત્ર્યસૈનિક. કુટુંબનો પરંપરાગત વ્યવસાય હાથીદાંતની વસ્તુઓ વેચવાનો હોવાથી કુટુંબની અટક દાંતવાલા પડી. પિતા મહારાષ્ટ્રના ધુળે ખાતે એક જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીના મૅનેજર. તેથી મૅટ્રિક સુધીનું તેમનું શિક્ષણ તે…
વધુ વાંચો >દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ)
દિવેટિયા, ક્ષેમેન્દ્ર વીરમિત્ર (ક્ષેમુ) (જ. 1 ઑક્ટોબર 1924, અમદાવાદ; અ. 30 જુલાઈ 2009, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી સ્વરકાર તથા ગાયક કલાકાર. અંગત વર્તુળમાં ‘ક્ષેમુ’ નામથી લોકપ્રિય. પિતા અમદાવાદની ગુજરાત કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ગુજરાત સંગીત મંડળના આદ્યસ્થાપક હતા. માતાનું નામ સરયૂબા. ગુજરાત કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્ર વિષયો સાથે…
વધુ વાંચો >દીક્ષિતાર, મુત્તુસ્વામી
દીક્ષિતાર, મુત્તુસ્વામી (જ. 1775, તિરુવારૂર, જિલ્લો તંજાવૂર, કર્ણાટક; અ. 1835, ઈટ્ટાયાપુરમ્ રિયાસત, કર્ણાટક) : કર્ણાટકી સંગીતના મહાન ગાયક, કલાકાર તથા બંદિશોના રચનાકાર. તેમના પિતા રામસ્વામી દીક્ષિતાર પોતે કર્ણાટક સંગીતના અગ્રણી ગાયક અને રચનાકાર હતા. મુત્તુસ્વામીએ પોતાના શૈશવકાળમાં જ સંસ્કૃત અને તેની સાથે સંલગ્ન વિષયોનું ઊંડું અધ્યયન કર્યું હતું તથા કર્ણાટકી…
વધુ વાંચો >દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ
દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ 1. દૂધ અને દૂધની બનાવટો : વૈજ્ઞાનિક ર્દષ્ટિએ દૂધ ‘સંપૂર્ણ ખોરાક’ ગણાય છે; કારણ કે શરીરના નિર્વાહ અને વિકાસ માટે જરૂરી એવાં બધાં તત્વો યોગ્ય પ્રમાણમાં તેમાં આવેલાં છે. દૂધ સસ્તન પ્રાણીઓની દુગ્ધગ્રંથિમાંથી પ્રસૂતિ બાદ ઝરતું એક એવું પ્રવાહી છે જેમાં નવજાત શિશુના શરીરના વિકાસ માટે…
વધુ વાંચો >