બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગુલમર્ગ

ગુલમર્ગ : જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના પર્યટનસ્થળોમાંનું એક. તે બારામુલા જિલ્લામાં આવેલું છે. તે સમુદ્રસપાટીથી 2591 મીટર ઊંચાઈ ધરાવે છે. રાજ્યના પાટનગર શ્રીનગરથી તે 46 કિમી. પશ્ચિમે આવેલું છે. તેની વસ્તી આશરે 2,850 (2025) છે. શ્રીનગરથી તંગમાર્ગ સુધીનો 39 કિમી.નો રસ્તો સીધો છે; પરંતુ તે પછી ચઢાણ શરૂ થાય…

વધુ વાંચો >

ગુલામ અલી

ગુલામ અલી (જ. 5 ડિસેમ્બર 1940, કલેકી, જિલ્લો સિયાલકોટ, પંજાબ) : પતિયાળા ઘરાનાના વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક. તેઓ વિખ્યાત શાસ્ત્રીય ગાયક બડે ગુલામ અલીના શિષ્ય છે જેમના નામ પરથી પિતાએ પોતાના પુત્રનું નામ પાડ્યું હતું. તેમનો જન્મ સંગીતને વરેલા પરિવારમાં થયો છે. તેમના પિતા કંઠ્ય સંગીત ઉપરાંત સારંગીના વાદક હતા. પિતાના…

વધુ વાંચો >

ગુંદાણી, સરોજ

ગુંદાણી, સરોજ (જ. 7 મે 1938, નડિયાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતા ગાયકકલાકાર. મૂળ વતન ચોટીલા, સૌરાષ્ટ્ર. પિતાનું નામ જમનાગિરિ અને માતાનું નામ લતાબહેન. મૂળ અટક જોષી. ઔપચારિક શિક્ષણ એસ.એસ.સી. સુધીનું. નાનપણથી સંગીત પ્રત્યે અભિરુચિ હોવાથી માત્ર પાચ વર્ષની ઉંમરે માતાની પહેલથી મુંબઈના પી. મધુકર પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની…

વધુ વાંચો >

ગૂટનબર્ગ, જોહાન

ગૂટનબર્ગ, જોહાન (જ. 1398, મેઇન્ઝ, જર્મની; અ. 3 ફેબ્રુઆરી 1468, મેઇન્ઝ, જર્મની) : મુદ્રણકળાના આદ્ય શોધક. પિતા મેઇન્ઝ નગરના ધર્માધ્યક્ષ. નાનપણથી જ તેમણે ધાતુકામ અંગે કૌશલ પ્રાપ્ત કર્યું હતું. 1430માં નગરની વ્યાપારી સંસ્થાઓ અને ધર્માધ્યક્ષો વચ્ચે સંઘર્ષ થતાં નગર છોડીને સ્ટ્રૅસબર્ગમાં આવીને સ્થિર થયા. 1434 સુધીનાં ચાર વર્ષમાં તેમણે કુશળ…

વધુ વાંચો >

ગૂડી પડવો

ગૂડી પડવો : પુરાણની અનુશ્રુતિ અનુસાર, ચૈત્ર શુક્લ પ્રતિપદાએ બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો. જડચેતન સર્વ ભૂતો આ દિવસના સૂર્યોદયથી આરંભી કાર્યરત થયાં. કાલગણનાનો આરંભ આ દિવસથી થયો. નૂતન વર્ષનો આરંભ, ઉત્તરાયન અને વસંત ઋતુ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ એ સર્વનો આરંભ આ દિવસે થયો. આ દિવસ કલ્પનો આદિ દિન ગણાય…

વધુ વાંચો >

ગૃહરક્ષક દળ

ગૃહરક્ષક દળ : રાજ્યના પોલીસ દળનું સહાયક સ્વૈચ્છિક અર્ધલશ્કરી દળ. સૌપ્રથમ 6 ડિસેમ્બર 1946ના રોજ જૂના મુંબઈ પ્રાંતમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. માર્ચ 1959માં કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ દરેક રાજ્યને કાનૂનસ્થાપિત (statutory) સ્વૈચ્છિક સંગઠનો રચવા જણાવેલ. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે દરેક રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં, તે…

વધુ વાંચો >

ગેટસ્કેલ, હ્યૂ ટૉડનેલોર

ગેટસ્કેલ, હ્યૂ ટૉડનેલોર (જ. 9 એપ્રિલ 1906, લંડન; અ. 18 જાન્યુઆરી 1963, લંડન) : ઇંગ્લૅન્ડના અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી તથા બ્રિટિશ લેબર પાર્ટીના નેતા (1955–63). ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી 1940–45 દરમિયાન યુદ્ધની આર્થિક બાબતોના મંત્રીના અંગત સચિવ તરીકે અને પછી બૉર્ડ ઑવ્ ટ્રેડના આસિસ્ટંટ સેક્રેટરી રહ્યા. 1945માં લેબર પાર્ટીના ઉમેદવાર…

વધુ વાંચો >

ગૅબોં (Gabon)

ગૅબોં (Gabon) : મધ્ય આફ્રિકાનો પ્રજાસત્તાક દેશ. દેશનું અધિકૃત નામ રિપબ્લિકન ગેબોનેઇઝ છે. નવ પ્રાંતોના બનેલા આ દેશનો કુલ વિસ્તાર 2,67,677 ચોકિમી. છે. તેની વસ્તી વિશે જુદા જુદા અંદાજો મળે છે. રાષ્ટ્રસંઘની 2007ની ગણતરી મુજબ ગૅબોંની કુલ વસ્તી 13,31,000 છે. મધ્ય આફ્રિકામાં ઓછામાં ઓછી વસ્તી ધરાવતો હોવા છતાં જંગલ તથા…

વધુ વાંચો >

ગૅરંટી (કરારપાલન)

ગૅરંટી (કરારપાલન) : બે વ્યક્તિઓ વચ્ચે થયેલ આર્થિક વ્યવહારના કરારમાં જવાબદાર વ્યક્તિ દ્વારા કરારભંગ, વચનભંગ કે ફરજભંગની કસૂર થાય તો તે કરાર, વચન કે ફરજનું પાલન કરવા-કરાવવાની બાંયધરી કે જામીનગીરી અંગેનો કરાર. તારણ વિનાનું ધિરાણ આપતી વેળાએ બૅંકો સામાન્ય રીતે જે પ્રથા અપનાવે છે તેમાંની એક ત્રાહિત પક્ષની ગૅરંટી અથવા…

વધુ વાંચો >

ગૅસ-માસ્ક

ગૅસ-માસ્ક : હવાને પ્રદૂષિત કરનારાં દ્રવ્યો અને પદાર્થો સામે શ્વાસોચ્છવાસમાં રક્ષણ મેળવવા માટે પહેરવામાં આવતો મુખવટો. આધુનિક યુદ્ધોમાં વિષાળુ રાસાયણિક દ્રવ્યો તથા વાયુના વધતા ઉપયોગને લીધે યુદ્ધભૂમિ પરના સૈનિકોના આત્મરક્ષણ માટે ગૅસ-માસ્ક અનિવાર્ય બન્યો છે. માથે પહેરવાના ટોપ (helmet) સાથે પણ તે પહેરી શકાય છે. પહેરનારનો ચહેરો સારી રીતે ઢંકાઈ…

વધુ વાંચો >