બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કૅસાં – રેને-સૅમ્યુઅલ
કૅસાં, રેને-સૅમ્યુઅલ (જ. 5 ઑક્ટોબર 1887, બાયોન, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1976, પૅરિસ) : ફ્રેન્ચ ધારાશાસ્ત્રી, સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ-અધિકારોના ઘોષણાપત્રના પ્રમુખ ઘડવૈયા તથા 1968ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા યહૂદી વ્યાપારી. પૅરિસ ખાતે સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કર્યો (1909). પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન ફ્રાન્સના લશ્કરમાં જોડાયા તથા પાયદળના સૈનિક…
વધુ વાંચો >કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’
કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર…
વધુ વાંચો >કૈરોન – પ્રતાપસિંગ
કૈરોન, પ્રતાપસિંગ (જ. 1 ઑક્ટોબર 1901, કૈરોન, પંજાબ; અ. 6 ફેબ્રુઆરી 1965, પ્રવાસ દરમિયાન) : સ્વાતંત્ર્યસેનાની, રાજકીય નેતા અને પંજાબના મુખ્યમંત્રી. પ્રગતિશીલ કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ પોતાના વતનમાં. લાહોર યુનિવર્સિટીમાંથી 1920માં સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા પછી અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. 1920-29ના ગાળામાં અમેરિકાના નિવાસ દરમિયાન ગદર પાર્ટીની…
વધુ વાંચો >કૈવલ્યધામ
કૈવલ્યધામ : યોગવિદ્યાના શાસ્ત્રશુદ્ધ અભ્યાસ માટેની સંસ્થા. મુંબઈ-પુણે વચ્ચે આવેલા જાણીતા ગિરિમથક લોણાવળા ખાતે 1924માં સ્વામી કુવલયાનંદે (1883-1966) તેની સ્થાપના કરી હતી. તેનો ઉદ્દેશ યોગનો પદ્ધતિસર પ્રસાર કરવાનો છે અને તે માટે આ સંસ્થામાં પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં યોગના આધ્યાત્મિક પાસા પર વિશેષ…
વધુ વાંચો >કોઇમ્બતૂર (જિલ્લો)
કોઇમ્બતૂર (જિલ્લો) : તામિલનાડુ રાજ્યનો ચેન્નઈ જિલ્લા પછીનો બીજા ક્રમનો મહત્વનો ઔદ્યોગિક જિલ્લો. વિસ્તાર : 7469 ચોકિમી. વાયવ્યમાં નીલગિરિ તથા દક્ષિણમાં અન્નાઇમલાઈ અને દક્ષિણઘાટની પાલની પર્વતમાળાથી તે ઘેરાયેલો છે. તેની પશ્ચિમે પાલઘાટ તથા પૂર્વમાં ત્રિચિનાપલ્લી આવેલાં છે. આશરે 900 મી. ઊંચાઈએ આવેલો આ પઠાર પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે.…
વધુ વાંચો >કોઇમ્બતૂર (નગર)
કોઇમ્બતૂર (નગર) : તામિલનાડુ રાજ્યનું મહત્વનું શહેર તથા 1865થી જિલ્લાનું વહીવટી મથક. ચેન્નઈ-કોઝિકોડ ધોરી માર્ગ પર ચેન્નઈની દક્ષિણે 480 કિમી.ને અંતરે નોયલ નદી પર આ નગર વસેલું છે. વાર્ષિક સરેરાશ વરસાદ 750 મિમી. કોઇમ્બતૂર જિલ્લાનું તે ઔદ્યોગિક તથા વ્યાપારી કેન્દ્ર છે. ખેતપેદાશો ઉપરાંત ચા અને કૉફીનો ત્યાં મોટા પાયા પર…
વધુ વાંચો >કોઝ – રોનાલ્ડ હૅરી
કોઝ, રોનાલ્ડ હૅરી (જ. 29 ડિસેમ્બર 1910, વિલ્સડેન, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 2013, શિકાગો, ઇલિનોઇસ, યુ. એસ.) : વિખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી અને 1991ના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. સમગ્ર શિક્ષણ વતન ઇંગ્લૅન્ડમાં. 1932માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી બી.કૉમ. તથા ત્યાંથી જ 1951માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ કેટલીક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય…
વધુ વાંચો >કોટનિસ – દ્વારકાનાથ
કોટનિસ, દ્વારકાનાથ (જ. 10 ઑક્ટોબર 1910, સોલાપુર; અ. 9 ડિસેમ્બર 1942, ગેગૉંગ, ચીન) : ચીન-જાપાન યુદ્ધ દરમિયાન તબીબી સેવાકાર્ય કરી ભારત-ચીન મૈત્રી સંબંધોને ઘનિષ્ઠ કરનાર, વિખ્યાત ભારતીય ડૉક્ટર અને સામાજિક કાર્યકર. શરૂઆતનું શિક્ષણ વતનમાં. પછી મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી 1934માં એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડોક સમય સરકારી નોકરીમાં રહ્યા (1934-36) પછી…
વધુ વાંચો >કૉટ્સ્કી – કાર્લ યોહાન
કૉટ્સ્કી, કાર્લ યોહાન (જ. 16 ઑક્ટોબર 1854, પ્રાગ; અ. 17 ઑક્ટોબર 1938, ઍમસ્ટરડૅમ) : જર્મન સમાજવાદી વિચારક, તથા જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના અગ્રણી. વિયેના યુનિવર્સિટીમાં શિક્ષણ દરમિયાન ઑસ્ટ્રિયન સોશિયલ ડેમોક્રૅટ્સ જૂથમાં જોડાયા. શરૂઆતના તબક્કામાં વિખ્યાત રાજ્યશાસ્ત્રી એડવર્ડ બર્નસ્ટાઈન(1850-1932)ના વિચારોથી પ્રભાવિત થયા, પરંતુ 1880માં ઝુરિકની મુલાકાત દરમિયાન માર્ક્સવાદનો અંગીકાર કર્યો. 1883માં…
વધુ વાંચો >કોડાઈકેનાલ
કોડાઈકેનાલ : દક્ષિણ ભારતનું સુવિખ્યાત ગિરિમથક તથા પર્યટનસ્થળ. ભૌગોલિક સ્થાન : 10o 14′ ઉ.અ. અને 77o 29′ પૂ.રે.. તમિળનાડુ રાજ્યના મદુરાઈ જિલ્લામાં મદુરાઈથી 40 કિમી. અંતરે પાલની પર્વતમાળામાં સમુદ્રસપાટીથી 2,135 મીટર ઊંચાઈ પર તે આવેલું છે. કોડાઈકેનાલ રોડ રેલવે સ્ટેશનથી આ ગિરિમથક સુધી પહોંચવાનો 80 કિમી. જેટલો ડુંગરાળ મોટરવાહન માર્ગ…
વધુ વાંચો >