બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કાનનબાલા
કાનનબાલા (જ. 22 એપ્રિલ 1916, હાવરા; અ. 17 જુલાઈ 1992, કોલકાતા) : ભારતીય ચલચિત્રજગતની સુવિખ્યાત ગાયિકા-અભિનેત્રી. નિર્ધન કુટુંબમાં કૉલકાતા ખાતે જન્મ. બાળપણ શહેરની ઝૂંપડપટ્ટીમાં વીત્યું. પિતા રતનચંદ્ર દાસનું અવસાન થયું ત્યારે કુટુંબ પર દેવાનો બોજ હોવાથી ગુજરાન માટે દસમા વર્ષે ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો. માદન થિયેટર્સના ‘જયદેબ’(1926)માં પ્રથમ અભિનય. તે પછી…
વધુ વાંચો >કાનૂનગો, નિત્યાનંદ
કાનૂનગો, નિત્યાનંદ (જ. 4 મે 1900, કટક; અ. 2 ઑગસ્ટ 1988, કટક) : ઓરિસાના રાજદ્વારી નેતા. જન્મ ઓરિસાના કટક ખાતે. રાવેન્શૉ કૉલેજ, કટક તથા યુનિવર્સિટી કૉલેજ, કોલકાતા ખાતે ઉચ્ચ શિક્ષણ લીધું. 1937-39 તથા 1946-52 દરમિયાન ઓરિસા વિધાનસભાના તથા ઓરિસા રાજ્યના મંત્રીમંડળના સભ્ય. ગૃહ, કાયદો, ઉદ્યોગ તથા કૃષિ ખાતાં સંભાળ્યાં. 1952માં…
વધુ વાંચો >કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ
કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ (જ. 1908, નવસારી; અ. 1967) : વિખ્યાત ભારતીય સમાજશાસ્ત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે 1930માં બી.એ. તથા 1938માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં નવસારી તથા મુંબઈમાં સંસ્કૃતના શિક્ષક તરીકે સેવા આપી. 1943થી 1959 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અધ્યાપક રહ્યા. સમાજશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ભારતની કુટુંબવ્યવસ્થા વિશેનું તલસ્પર્શી,…
વધુ વાંચો >કામઠી
કામઠી : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાનું નાગપુર-જબલપુર ધોરીમાર્ગ પર આવેલું ઐતિહાસિક સ્થળ. નાગપુરથી ઈશાન તરફ 15 કિમી.ના અંતરે ગીચ ઝાડીમાં તે વસેલું છે. નાગપુર-હાવરા રેલમાર્ગ ત્યાંથી પસાર થાય છે. કપાસ, મૅંગેનીઝ, ઇમારતી પથ્થર તથા આરસપહાણ વગેરેનું તે મોટું વ્યાપારી કેન્દ્ર છે. આજુબાજુના વિસ્તારમાં કપાસની મોટી ખેતી થાય છે. અહીં સાગ, ટીમરુ,…
વધુ વાંચો >કામા, માદામ ભિખાઈજી રુસ્તમજી
કામા, માદામ ભિખાઈજી રુસ્તમજી (જ. 24 સપ્ટેમ્બર 1861, મુંબઈ; અ. 19 ઑગસ્ટ 1936, મુંબઈ) : પ્રથમ ભારતીય ક્રાંતિકારી મહિલા, પ્રખર રાષ્ટ્રવાદી તથા ભારતની સ્વાધીનતા માટે સર્વસ્વ અર્પણ કરનાર પ્રથમ પારસી મહિલા. જન્મ મુંબઈમાં સમૃદ્ધ પારસી વ્યાપારી કુટુંબમાં. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ સુવિખ્યાત સ્ત્રીકેળવણી સંસ્થા અલેક્ઝાંડ્રા ગર્લ્સ સ્કૂલ, મુંબઈમાં લીધું. 1885માં…
વધુ વાંચો >કાયદેસરનું ચલણ
કાયદેસરનું ચલણ : ચુકવણી માટે પરિપક્વ થયેલા દેવાની પતાવટ માટે યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે દેવાદાર દ્વારા રજૂ કરવામાં આવેલું એવું ચલણ, જે કાયદેસર હોવાથી લેણદારે સ્વીકારવું જ પડે છે. જે લેણદાર દેવાની પતાવટ સામે તેવું ચલણ સ્વીકારવાની ના પાડે તે પોતાનો ધારણાધિકાર (lien) ગુમાવે છે અને તે પછીના સમય…
વધુ વાંચો >કાયદો
કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…
વધુ વાંચો >કારગિલ (Kargil)
કારગિલ (Kargil) : જમ્મુ-કાશ્મીર રાજ્યનો સીમાવર્તી જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 340 34’ ઉ.અ. અને 760 06’ પૂ.રે.ની આજુબાજુનો 14,036 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાકિસ્તાન હસ્તકનો ગિલગીટ જિલ્લો, પૂર્વ તરફ લદ્દાખ, દક્ષિણ તરફ હિમાચલ પ્રદેશ, નૈર્ઋત્ય અને પશ્ચિમ તરફ ડોડા,…
વધુ વાંચો >કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999)…
વધુ વાંચો >