બળદેવભાઈ પટેલ
પ્રકાશસંશ્લેષણ
પ્રકાશસંશ્લેષણ જીવંત સૃષ્ટિમાં ઊર્જા-નિવેશ(energy input)ની એકમાત્ર ક્રિયાવિધિ. પ્રકાશસંશ્લેષણ દ્વારા સંશ્લેષિત ન થયાં હોય તેવાં અકાર્બનિક રાસાયણિક સંયોજનોનું ઉપચયન (oxidation) કરીને ઊર્જા પ્રાપ્ત કરતાં રસાયણી સંશ્લેષક (chemosynthetic) બૅક્ટેરિયા અલ્પસંખ્યક હોવાથી ઊર્જાના સમગ્ર અંદાજપત્રમાં તેમનું માત્રાત્મક મહત્વ ઘણું ઓછું છે. લીલી વનસ્પતિઓમાં હરિતકણની મદદ વડે થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અપચયોપચય (redox) પ્રક્રિયા છે;…
વધુ વાંચો >પ્રતિજીવિતા (antibiosis)
પ્રતિજીવિતા (antibiosis) : બે સજીવો વચ્ચે એકબીજાનો વિરોધ કરે તેવા, પ્રતિરોધાત્મક (antagonistic) પ્રકારના, અંતરજાતીય (interspecific) સંબંધો દર્શાવતો જીવવિજ્ઞાનનો એક પેટાવિભાગ. ઓગણીસમા સૈકામાં જીવવિજ્ઞાનીઓએ જોયું કે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ (microbe) બીજા પ્રકારના સૂક્ષ્મ જીવની વૃદ્ધિ(growth)ને અવરોધે છે. આમાં એક સજીવ જાતિ દ્વારા ઉત્પન્ન થતાં કેટલાંક દ્રવ્યો અથવા તેના દ્વારા સર્જાતા…
વધુ વાંચો >પ્રતિબંધકો
પ્રતિબંધકો : વનસ્પતિઓમાં વૃદ્ધિ તેમજ ઉત્સેચકીય પ્રક્રિયા અવરોધતા પદાર્થો. વૃદ્ધિ અવરોધતા પદાર્થોને વૃદ્ધિ-અવરોધકો પણ કહે છે. તેમના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે : (1) વનસ્પતિની સક્રિય વૃદ્ધિ દરમિયાન તેમની સાંદ્રતા ઘટે છે અને વૃદ્ધિના ઘટાડા દરમિયાન સાંદ્રતા વધે છે. (2) વનસ્પતિમાંથી અલગ કરેલાં અંગો કે પેશીઓની વૃદ્ધિ અવરોધે છે. તે…
વધુ વાંચો >પ્રત્યારોપણ
પ્રત્યારોપણ : સજીવના અંગ કે ભાગને કાઢી લઈ તે જ સજીવના અથવા અન્ય સજીવના શરીરમાં તેનું વિસ્થાપન. પ્રથમ પ્રકારના પ્રત્યારોપણને સ્વરોપણ (autograft) અને બીજા પ્રકારના પ્રત્યારોપણને પરરોપણ (allograft) કહે છે. સંયુક્ત જીવન(parabiosis)ને પ્રત્યારોપણનું ચરમ સ્વરૂપ ગણવામાં આવે છે; જેમાં બે વ્યક્તિઓનું શલ્યવિધિ દ્વારા એવું જોડાણ કરવામાં આવે છે જેથી તેમના…
વધુ વાંચો >પ્રવાલ-શૈલસૃષ્ટિ
પ્રવાલ-શૈલસૃષ્ટિ : દરિયામાં થતાં પરવાળાં અને લીલના સહજીવનથી બનતું વિશિષ્ટ નિવસનતંત્ર. તે પૃથ્વી પર જોવા મળતાં અનેક નિવસનતંત્રો પૈકીનું એક અનોખું નિવસનતંત્ર છે, જેમાં પરવાળાં અને લીલ ઉપરાંત ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિઓ સંકળાયેલાં હોય છે. ટી. વૅલેંડ વૉઘન(1917)ના મંતવ્ય પ્રમાણે, પ્રવાલ-શૈલ દરિયાની સપાટી નજીક આવેલા ચૂનાના ખડકો છે. તે મુખ્યત્વે…
વધુ વાંચો >પ્રાઇમ્યુલેસી
પ્રાઇમ્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 28 પ્રજાતિ અને 800 જાતિઓ ધરાવે છે. તેનું બધા જ ખંડોમાં બહોળું વિતરણ થયું હોવા છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. કેટલીક જાતિઓ ઉત્તર ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થાય છે; પરંતુ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ ગોળાર્ધમાં ભાગ્યે જ…
વધુ વાંચો >પ્રાયોન
પ્રાયોન : નાના પ્રોટીનનો બનેલો રોગજનક ચેપી કણ. તે પારજાંબલી અને આયનકારક (ionizing) વિકિરણનો અત્યંત અવરોધક હોય છે. DNAase કે RNAase જેવા ન્યૂક્લિયેઝ ઉત્સેચકો તેના બંધારણમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે કે તેમનામાં જનીન-દ્રવ્ય તરીકે DNA કે RNA હોતું નથી. જે વાઇરસનું સૌથી મહત્વનું ઘટક ગણાય છે. વળી, કોઈ…
વધુ વાંચો >ફણસ
ફણસ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Artocarpus heterophyllus Lam. syn. A. integrifolia Hook F. (સં. પનસ્; હિં फटहर; બં, કાઠાલ; મ. ગુ. ફણસ; અં. જૅકફ્રૂટ) છે. તે ભારતનું મૂલનિવાસી છે. તેનું પ્રકાંડ સીધું અને નળાકાર હોય છે અને લીસી અથવા થોડીક ખરબચડી લીલી કે…
વધુ વાંચો >ફર (fir)
ફર (fir) : વનસ્પતિની અબાઇસ પ્રજાતિની વિવિધ સદાહરિત શંકુવૃક્ષ (conifer) જાતિઓ. તેમનું યુરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકાના પર્વતીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ધ્રુવ-પ્રદેશમાં તેની જાતિઓ સમુદ્ર-તલે (sea-level) થાય છે. ભારતમાં વર્ગીકરણ વિદ્યાકીય અભ્યાસ મુજબ, Abies pindrow Royle અને A. spectabilis Spach. નામની બે જાતિઓ થાય છે. આ બંને…
વધુ વાંચો >ફર્ક્રિયા
ફર્ક્રિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની રણપ્રદેશમાં થતી માંસલ નાની પ્રજાતિ. તે રામબાણ (કેતકી Agave) સાથે સામ્ય ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારત સહિત અનેક દેશોમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. અન્ય કેટલીક જાતિઓ વ્યાપારિક રેસાઓના સ્રોત તરીકે અગત્ય ધરાવે છે. તેની જાતિઓ…
વધુ વાંચો >