બળદેવભાઈ પટેલ
કૉમ્બ્રીટમ
કૉમ્બ્રીટમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલી મોટું આરોહી ક્ષુપ સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તેની 400 જેટલી જાતિઓનું દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની 12 જેટલી જાતિઓ થાય છે. Combretum grandiflorum કઠલતા (liana) છે. તેનાં પર્ણો સાદાં સંમુખ, લંબગોળાકાર અને અનુપર્ણીય (exstipulate) હોય છે. આ વેલ વજનદાર હોવાથી તેને મજબૂત…
વધુ વાંચો >કૉમ્બ્રેટેસી
કૉમ્બ્રેટેસી : વર્ગ દ્વિદલાનું એક નાનકડું કુળ. તેનું વિસ્તરણ ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે 20 પ્રજાતિ અને 600 જાતિઓ ધરાવે છે. મોટાભાગની જાતિઓ ટર્મિનાલિયા અને કૉમ્બ્રીટમ પ્રજાતિની છે. મુખ્યત્વે વૃક્ષ કે ક્ષુપ, કેટલીક વખત કાષ્ઠમય આરોહી, પ્રકાંડમાં દ્વિપાર્શ્વસ્થ વાહીપુલો; પર્ણો સાદાં, સમ્મુખ, અખંડિત, અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ અપરિમિત; શૂકિ અથવા…
વધુ વાંચો >કૉર્ટિસોન
કૉર્ટિસોન : C21H28O5; ગ.બિં. 215° સે. અધિવૃક્કગ્રંથિ(adrenal)ના બાહ્યક અથવા કોટલા(cortex)માંથી સ્રવતો સ્ટીરૉઇડ અંત:સ્રાવ (hormone). રાસાયણિક ર્દષ્ટિએ તે 17-હાઇડ્રૉક્સિ-11-ડીહાઇડ્રોકૉર્ટિકોસ્ટેરોન છે. અધિવૃક્કગ્રંથિમાંથી કૉર્ટિસોન સૌપ્રથમ 1935માં અલગ કરવામાં આવ્યું હતું. તે જાતીય વિકાસ સાથે સંકળાયેલ છે. તેના નિર્માણ ઉપર પીયૂષિકા(pituitary)ના અગ્રભાગ(anterior)માંથી સ્રવતા એડ્રીનો-કૉર્ટિકોટ્રૉપિક હૉર્મોન(ACTH)નો અંકુશ હોય છે. ACTH હૉર્મોન એ લગભગ ~20,000 અણુભારવાળા…
વધુ વાંચો >કૉર્ડાઇટેલ્સ
કૉર્ડાઇટેલ્સ : અનાવૃતબીજધારી વનસ્પતિઓના કોનિફરોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રનો ઉદભવ સંભવત: ઉપરિ ડેવોનિયન ભૂસ્તરીય યુગમાં થયો હતો તે પર્મોકાર્બનિફેરસ ભૂસ્તરીય યુગ (Permrocarboniferous) અને મધ્યજીવી (Mesozoic) કલ્પ(era)માં પ્રભાવી હતું અને તે ગાળા દરમિયાન આ ગોત્રે વિશ્વનાં સૌપ્રથમ વિશાળકાય જંગલોનું સર્જન કર્યું હતું. આ ગોત્ર જુરાસિક ભૂસ્તરીય યુગમાં વિલુપ્ત થયું હતું.…
વધુ વાંચો >કોલિયસ
કોલિયસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી), કુળની શાકીય અને ક્ષુપ સ્વરૂપો ધરાવતી પ્રજાતિ. આ પ્રજાતિમાં લગભગ 200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમનું વિતરણ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપકલ્પોના ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 8 જેટલી જાતિઓ નોંધાયેલી છે. મોટા ભાગની…
વધુ વાંચો >કૉલી ફ્લાવર
કૉલી ફ્લાવર : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. botrytis Linn. Sabvar. Cauliflora DC. (હિં. ફૂલગોભી; બં. ફૂલકાપી; મ., ગુ. ફૂલકોબી, ફુલેવર, છે. તે નીચી શાકીય વનસ્પતિ છે અને ઇંગ્લૅંડથી ભારતમાં સને 1822માં તેનો પ્રવેશ થયો છે. ટોચ ઉપર વિકસતા ફ્લાવરના દડા…
વધુ વાંચો >કોલેસ્ટેરૉલ (પ્રાણીશાસ્ત્ર)
કોલેસ્ટેરૉલ (પ્રાણીશાસ્ત્ર) : પૃષ્ઠવંશી પ્રાણીઓના શરીરમાં રહેલા સ્ટેરૉલ(લિપિડ આલ્કોહૉલ સમૂહ)નો વધુ જાણીતો ઘટક. C27H46O સમગ્ર પ્રાણીસૃષ્ટિમાં કોલેસ્ટેરૉલ અન્ય સ્ટેરૉલની સાથે મળી આવે છે. ઉચ્ચતર વનસ્પતિ વિવિધ સ્ટેરૉલ (ફાયટોસ્ટેરૉલ) ધરાવતી હોવા છતાં તેઓ કોલેસ્ટેરૉલ જવલ્લે જ ધરાવે છે. વિકાસની શરૂઆતની અવસ્થામાં શરીરના લગભગ બધા કોષો તેને ઉત્પન્ન કરે છે. જ્યારે પુખ્તાવસ્થામાં…
વધુ વાંચો >કોષદીવાલ
કોષદીવાલ (cell wall) : વનસ્પતિકોષોમાં રસસ્તરની બહારની સપાટીએ સ્રાવ દ્વારા ઉત્પન્ન થતું સ્તર. તેને બહિર્કંકાલ (exoskeleton) સાથે સરખાવી શકાય અને તે કોષને યાંત્રિક આધાર આપવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. વળી અંત:કોષીય (intracellular) પ્રવાહીના આસૃતિદાબ (osmopic pressure) અને કોષમાં થતા પાણીના પ્રવેશ વચ્ચે તે સમતુલા જાળવી રાખે છે. વનસ્પતિકોષોને…
વધુ વાંચો >કોષરસીય આનુવંશિકતા
કોષરસીય આનુવંશિકતા (cytoplasmic inheritance) : કોષ-રસમાં આવેલાં જનીનતત્વોની અસર હેઠળ ઉદભવતાં વારસાગત લક્ષણો. કોષરસનું આનુવંશિક દ્રવ્ય, જે સ્વપ્રજનન કરી શકે છે તેને પ્લાસ્મૉન (plasmon) કહે છે અને કોષરસીય આનુવંશિકતા એકમોને કોષરસીય જનીનો (plasmagenes) તરીકે ઓળખાવાય છે. કોષરસીય આનુવંશિકતામાં સામાન્યત: માતૃત્વની અસર જોવા મળે છે; કારણ કે પ્રાણીના શુક્રકોષમાં કે વનસ્પતિના…
વધુ વાંચો >ક્રેગ સી. મેલો
ક્રેગ સી. મેલો (જ. 18 ઑક્ટોબર 1960, ન્યૂ હેવન) : 2006ના નોબેલ પુરસ્કારના સહવિજેતા જૈવરસાયણવિજ્ઞાની. તેમણે બ્રાઉન યુનિવર્સિટી, પ્રોવિડન્સ, આર.આઇ.માંથી જૈવરસાયણમાં બી.એસ.ની પદવી 1981માં અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કોષીય અને વિકાસાત્મક (developmental) જીવવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી 1990માં પ્રાપ્ત કરી. ડૉક્ટરેટ પદવી મેળવ્યા પછી ફ્રેડ હચિન્સન કૅન્સર રિસર્ચ સેન્ટર, સિયેટલમાં ફેલો તરીકે તેમણે…
વધુ વાંચો >