બળદેવભાઈ કનીજિયા

વ્યાસ, રેખા

વ્યાસ, રેખા (જ. 19 એપ્રિલ 1962, ઉદેપુર, રાજસ્થાન) : હિંદી કવયિત્રી. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટી, ઉદેપુરમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, કોટા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની પદવી મેળવી તેમજ પુણે અને દિલ્હીમાં અન્ય ટેક્નિકલ અભ્યાસક્ષેત્રોમાં પ્રશિક્ષણ મેળવ્યું. તેમણે દૂરદર્શન, દિલ્હી ખાતે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી કરી. તેઓ પીઆઇબી, દિલ્હીમાં મદદનીશ…

વધુ વાંચો >

વ્યાસ, લક્ષ્મીશંકર

વ્યાસ, લક્ષ્મીશંકર (જ. 3 જુલાઈ 1920, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે અધ્યાપન અને પત્રકારત્વ સાથે લેખનકાર્ય સંભાળ્યું. તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અને કાશી વિદ્યાપીઠમાં માનાર્હ અધ્યાપક રહ્યા. 1943માં ‘આજ’ના સહ-સંપાદક અને 1951થી 1993 સુધી તેના સિનિયર સંપાદક રહ્યા. કાશી વિદ્યાપીઠમાં તેમણે પત્રકારત્વના…

વધુ વાંચો >

વ્યાસ, શ્રીમંત કુમાર

વ્યાસ, શ્રીમંત કુમાર (જ. 3 ડિસેમ્બર 1927, લાડનુન, જિ. નાગોર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી કવિ. પંજાબ યુનિવર્સિટીમાંથી તેમણે ‘હિંદી પ્રભાકર’ની તેમજ પ્રયાગમાંથી ‘સાહિત્યરત્ન’ની પદવી પ્રાપ્ત કરી. તેમણે હિંદીમાં 19 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રામદૂત’ (1955); ‘કૈકયી’ (1986); ‘દ્રૌપદી’ (1987); ‘મીરાં કો પ્રભુ ગિરધર નાગર’ (1992); ‘મીરાં મહાકાવ્ય’ (1996) તેમના…

વધુ વાંચો >

વ્યાસ, હરિશચંદ્ર

વ્યાસ, હરિશચંદ્ર (જ. 16 માર્ચ 1939, બીકાનેર, રાજસ્થાન) : હિંદી લેખક. તેમણે પોલિટિકલ સાયન્સમાં એમ.એ. અને એમ.એડ.ની પદવીઓ મેળવી હતી. તેઓ સરકારી આઇ.એ.એસ.ઈ. બીકાનેરમાં સિનિયર અધ્યાપક તરીકે રહેલા. તેમણે અત્યારસુધીમાં 36 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિમાલય કે ઉસ પાર’ (1986) તેમની જાણીતી નવલકથા છે. ‘ધૂલ ભરા હીરા’ (1962) તેમનો બાળકો…

વધુ વાંચો >

વ્હોરા, આશા રાણી (શ્રીમતી શકુંતલા વ્હોરા)

વ્હોરા, આશા રાણી (શ્રીમતી શકુંતલા વ્હોરા) [જ. 7 એપ્રિલ 1921, ચક્વાલ, જિ. ઝેલમ (હાલ પાકિસ્તાન)] : હિંદી કવયિત્રી અને નિબંધકાર. તેમણે સમાજવિદ્યા સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે સામાજિક કાર્ય અને પત્રકારત્વ દ્વારા તેમની કારકિર્દીની શરૂઆત કરી. સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે અત્યારસુધીમાં 86 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મહિલાયેં ઔર સ્વરાજ્ય’…

વધુ વાંચો >

શકુન્તલાદેવી

શકુન્તલાદેવી (જ. 4 નવેમ્બર 1939, બૅંગલોર, કર્ણાટક) : અસાધારણ ગાણિતિક પ્રતિભા ધરાવનારાં ભારતીય મહિલા. તેમણે શાળા બહાર અનૌપચારિક રીતે અભ્યાસ કર્યો હતો. 3 વર્ષની વયથી જ તેમણે આંકડાઓ સાથે ચમત્કારો દર્શાવવા માંડ્યા. Complex mental arithmeticમાં તેમણે 5 વર્ષની વયે મૈસૂર યુનિવર્સિટીમાં નિદર્શન આપ્યું. તેમણે યુરોપ તથા વિશ્વના અન્ય અનેક દેશોમાં…

વધુ વાંચો >

શતપથી, પ્રતિભા (શ્રીમતી)

શતપથી, પ્રતિભા (શ્રીમતી) (જ. 18 જાન્યુઆરી 1945, કટક, ઓરિસા) : ઊડિયા કવયિત્રી અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તન્મય ધૂલિ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઊડિયા ભાષા અને સાહિત્યમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાની જાણકારી…

વધુ વાંચો >

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ

શનૈ ભાંગી, પાંડુરંગ રાજારામ (જ. 1923, કુંડઈ, ગોવા) : કોંકણી કવિ, અનુવાદક અને સંપાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ચાંફેલ્લી સાંજ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પોર્ટુગીઝ લિસેયુનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તેઓ મરાઠી ભાષાના જાણકાર છે. તેમને અંગ્રેજી તથા હિંદી ભાષાની પણ કાર્યસાધક જાણકારી છે. તેઓ…

વધુ વાંચો >

શફી શયદા (મહમદ શફી બટ્ટ)

શફી શયદા (મહમદ શફી બટ્ટ) (જ. 1942, બર્બરશા, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. તેમણે ફિલ્મનિર્માણ ઉપરાંત લેખનકાર્ય કર્યું. 1958માં તેઓ બઝમ-એ-અરબાબ ઝોક કાશ્મીરના સેક્રેટરી; 1966-70 દરમિયાન શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહ્યા હતા. તેમણે કાશ્મીરીમાં ‘અમર’ (1990) નામક ગઝલસંગ્રહ આપ્યો…

વધુ વાંચો >

શફી શૌક

શફી શૌક (જ. 18 માર્ચ 1950, કાપ્રિન, જિ. સોપિયાન, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા કાશ્મીરીમાં ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાની જાણકારી ધરાવે છે. હાલ તેઓ કાશ્મીર યુનિવર્સિટીમાં રીડર અને…

વધુ વાંચો >