બળદેવભાઈ કનીજિયા

વર્મા, રામશરણ

વર્મા, રામશરણ (જ. 15 ઑગસ્ટ 1935, દેવબંધ, સહરાનપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ નેશનલ સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશન(NSSO)માંથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં 3 ગ્રંથો આપ્યા છે. ‘મધુર વિદાય’ (1964); ‘પીડા કે સ્વર’ (1993) અને ‘રાષ્ટ્રીય જાગરણ કે સ્વર’ (1995) તેમના…

વધુ વાંચો >

વર્મા, લક્ષ્મીકાન્ત

વર્મા, લક્ષ્મીકાન્ત (જ. 15 ફેબ્રુઆરી 1922, બસ્તી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેઓ હિંદી સામયિકો ‘નિકાશ’; ‘નયે પત્તે જાન’; ‘કખગ’ના સંપાદક તથા હિંદી સંસ્થાનના અધ્યક્ષ; સેતુ મંચ, થિયેટર ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ 50 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તેરા-કોટા’; ‘તીસરા પ્રસંગ’; ‘સફેદ ચેહરે’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આતુકાંત’;…

વધુ વાંચો >

વર્મા, વિમલેશ કાન્તિ

વર્મા, વિમલેશ કાન્તિ (જ. 4 જુલાઈ 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક અને અનુવાદક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ., ડિ.ફિલ.ની પદવીઓ મેળવી તેમજ દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે એમ.લિટ. (ભાષાશાસ્ત્ર) અને બલ્ગેરિયનમાં એડવર્ટાઇઝિંગ ડિપ્લોમાની પદવીઓ મેળવી. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીની પી. જી. દાવ કૉલેજમાં હિંદી વિભાગના રીડર તરીકે તેમણે કામગીરી કરી. 1973-74 દરમિયાન તેઓ…

વધુ વાંચો >

વર્મા, શિવેન્દ્ર કિશોર

વર્મા, શિવેન્દ્ર કિશોર (જ. 29 જુલાઈ 1931, પટણા, બિહાર) : અંગ્રેજી અને હિંદીના પંડિત  ભાષાશાસ્ત્રી. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને એડિનબરો યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી. 1951થી 1966 સુધી તેમણે પટણા યુનિવર્સિટી, બિહાર ખાતે અંગ્રેજી વિભાગના અધ્યાપક અને રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ 1967-90 દરમિયાન હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ…

વધુ વાંચો >

વર્મા, શેફાલિકા (શ્રીમતી)

વર્મા, શેફાલિકા (શ્રીમતી) (જ. 9 ઑગસ્ટ 1943, બારગાંવ, જિ. સહારા, બિહાર) : મૈથિલી લેખિકા. તેમણે 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને 1987માં પટણા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. એ. એન. કૉલેજ, પટણામાં હિંદીનાં રીડર તરીકે તેમણે કામ કર્યું છે. 1993-97 દરમિયાન સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના મૈથિલી માટેના સલાહકાર બૉર્ડનાં તેઓ…

વધુ વાંચો >

વર્મા, શ્રીરામ

વર્મા, શ્રીરામ (જ. 18 જુલાઈ 1935, પત્નાઈ, જિ. માઉ, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ તથા લેખક. તેમણે 1961માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને 1986માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ આઝમગઢની ડી. એ. વી. પી. જી. કૉલેજમાંથી હિંદીના રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ ‘મધ્યમ’ માસિકના સંપાદક તેમજ ઉત્તરપ્રદેશ હિંદી ગ્રંથ અકાદમીના…

વધુ વાંચો >

વર્મા, સત્યભૂષણ

વર્મા, સત્યભૂષણ (જ. 4 ડિસેમ્બર 1932, રાવલપિંડી, હાલ પાકિસ્તાનમાં) : હિંદી લેખક અને જાપાની ભાષાના વિદ્વાન. તેમણે 1954માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1950માં પંજાબ યુનિવર્સિટીમાંથી ‘પ્રભાકર’; 1959માં વિશ્વભારતીમાંથી બંગાળી અને જાપાની ભાષામાં ડિપ્લોમા; 1969માં જાપાનીમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ (ટોકિયો); 1969માં ચીની ભાષામાં સર્ટિફિકેટ અને 1981માં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી…

વધુ વાંચો >

વર્મા, સત્યેન્દ્ર

વર્મા, સત્યેન્દ્ર (જ. 15 ઑક્ટોબર 1941, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ, નવી દિલ્હીમાં રીડર(માનવવિદ્યા)-પદેથી સેવાનિવૃત્ત થયા. 1965-69 દરમિયાન તેઓ હિંદી સાહિત્ય સંમેલન, અલ્લાહાબાદના સંપાદક અને 15 વર્ષ સુધી નૅશનલ પ્રાઇઝ કૉમ્પિટિશન ફૉર ચિલ્ડ્રન્સ…

વધુ વાંચો >

વર્મા, સુરેન્દર

વર્મા, સુરેન્દર (જ. 5 મે 1945, સિરસા, હરિયાણા) : હિંદી કવિ. તેમણે સંગીતમાં માસ્ટર; પીએચ.ડી., તથા સાહિત્યરત્નની પદવીઓ મેળવી. તેમણે ભારતી નિકેતન, સિરસામાં આચાર્ય તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘છૂક છૂક ચલતી રેલ’ (1979); ‘હાથી બિલ્લી પહુંચે દિલ્લી’ (1983); ‘ઐસા હિંદુસ્તાન બને’ (1985)…

વધુ વાંચો >

વર્મા, હરિશ્ર્ચંદ્ર (ડૉ.)

વર્મા, હરિશ્ર્ચંદ્ર (ડૉ.) (જ. 5 જાન્યુઆરી 1934, ચાંદનેર, બહાદુરગઢ, જિ. ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ) : હિંદી પંડિત. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ., ભોપાલ યુનિવર્સિટીમાંથી ડી.લિટ., આગ્રા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં પીએચ.ડી. અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. 1985-88 સુધી તેઓ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાં  માનવવિદ્યા શાખાના ડીન અને હિંદીના પ્રાધ્યાપક;…

વધુ વાંચો >