બળદેવભાઈ કનીજિયા
બૂનિયન, ઇવાન ઍલેક્સેજેવિક
બૂનિયન, ઇવાન ઍલેક્સેજેવિક (જ. 23 ઑક્ટોબર 1870, વરૉનિશ, રશિયા; અ. 8 નવેમ્બર 1953, પૅરિસ, ફ્રાન્સ) : જાણીતા રશિયન કવિ, નવલકથાકાર અને વીસમી સદીના એક શ્રેષ્ઠ લેખક. ગરીબ અને નાના દરજ્જાના ઉમરાવ કુટુંબમાં જન્મ. એલેટ્સમાં પ્રાથમિક શિક્ષણ. મૉસ્કો યુનિવર્સિટીમાં એક વર્ષ અભ્યાસ કર્યા પછી આર્થિક કારણોસર કારકુનની નોકરી સ્વીકારી, પત્રકારત્વનું કામ…
વધુ વાંચો >બેજબરુવા, લક્ષ્મીનાથ દીનાનાથ
બેજબરુવા, લક્ષ્મીનાથ દીનાનાથ (જ. નવેમ્બર 1868, આહતગુરિ; અ. 26 માર્ચ 1938, દિબ્રુગઢ) : અસમિયા નિબંધકાર, નાટકકાર, કથાકાર અને કવિ. અસમિયા રાષ્ટ્રગીત ‘ઓ મોર આપોનાર દેશ’ના સર્જક. પ્રાથમિક શિક્ષણ ગુવાહાટી તથા શિવસાગરમાં. શિવસાગરની પ્રવેશ પરીક્ષા પાસ કરી (1886), ઉચ્ચ અભ્યાસાર્થે કૉલકાતાની જનરલ ઍસેમ્બ્લી કૉલેજમાંથી સ્નાતક થયા (1890). એમ.એ.બી.એલ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ ન…
વધુ વાંચો >બેદનાર ઉલ્કા
બેદનાર ઉલ્કા : પ્રતિષ્ઠિત અસમિયા કવિ તથા લેખક અંબિકાગિરી રૉયચૌધરી(1885–1967)ની જાણીતી કૃતિ (1964). એ તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ હતો. તેમાંનાં 47 ઊર્મિકાવ્યો તથા ગીતો દેશભક્તિની ઉત્કટતા અને માનવતા માટેના જુસ્સાથી ભરપૂર છે. તેમાં લાગણીઓની અભિવ્યક્તિ અને ઊંડાણ અંગે કવિની પરિપક્વતા વ્યક્ત થાય છે. રાષ્ટ્રીય પ્રગતિ અને જીવનનાં ઊંચાં મૂલ્યોમાં તેમની શ્રદ્ધાની…
વધુ વાંચો >બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ
બેદી, રાજિન્દરસિંહ બાબાહીરાસિંહ (જ. 1 સપ્ટેમ્બર 1915, લાહોર; અ. 1984) : ઉર્દૂ તથા પંજાબી વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, અનુવાદક અને સંપાદક. માતા સીતાદેવી હિંદુ તથા બ્રાહ્મણ વંશનાં અને પિતા ખત્રી-શીખ હતા. જે ખત્રીઓ વેદને પોતાનો ગ્રંથ માને છે તેઓ ‘બેદી’ કહેવાય છે. પિતા પોસ્ટઑફિસમાં નોકરી કરતા હતા. ઘરની રહેણીકરણી હિંદુ તેમજ…
વધુ વાંચો >બેનીપુરી રામવૃક્ષ
બેનીપુરી, રામવૃક્ષ (જ. જાન્યુઆરી 1902, બેનીપુર, તા. કટરાં, જિ. મુજફ્ફરપુર; અ. 7 સપ્ટેમ્બર 1968) : બિહારના આધુનિક હિંદી ગદ્યના યશસ્વી લેખક અને આંદોલનકાર. એક સાધારણ ખેડૂતકુટુંબમાં જન્મ. પિતા ફુલવંતસિંહ. બાળપણમાં માતા-પિતાનું નિધન. પાલનપોષણ નનિહાલમાં. પ્રાથમિક શિક્ષણ નાના ગામ બંશીપચરામાં. પછી બનેવી પાસે મુજફ્ફરપુરમાં રહીને ભૂમિહાર બ્રાહ્મણ કૉલેજિયટ સ્કૂલમાં પ્રવેશ. આઠમા…
વધુ વાંચો >બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ
બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ (જ. 11 જૂન 1811, વિયાપોરી, રશિયા; અ. 7 જૂન 1848, સેન્ટ પીટર્સબર્ગ) : રશિયન સાહિત્યના ખ્યાતનામ વિવેચક. તેઓ રશિયાના મૂલગામી બુદ્ધિમાનોના ‘પિતામહ’ તરીકે ઓળખાતા હતા. મૉસ્કો યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ (1832). તેમના નોંધપાત્ર વિવેચનાત્મક લેખો 1834માં ‘મોલ્વા’ નામના અખબારમાં પ્રસિદ્ધ થયા હતા.…
વધુ વાંચો >બેવસ
બેવસ (જ. 25 ફેબ્રુઆરી 1885, લારખાના, સિંધ [હાલ પાકિસ્તાન]; અ. 23 સપ્ટેમ્બર 1947) : આધુનિક સમયના પ્રમુખ સિંધી કવિ. તેમનું મૂળ નામ કિશનચંદ્ર તીરથદાસ ખત્રી. મુખ્ય શિક્ષક તરીકે નોકરી સ્વીકારી નામના પામ્યા. તેઓ હોમિયોપૅથિક વૈદ્ય બન્યા. તેમણે સૂફી તત્વજ્ઞાન અને વેદાંતનો અભ્યાસ કર્યો. તેઓ સ્વભાવે અતિ મૃદુ અને નમ્ર હતા.…
વધુ વાંચો >બેસ્કી, કૉન્સ્તાન્ત્સો
બેસ્કી, કૉન્સ્તાન્ત્સો (જ. 1680, કાસ્તિગ્લિયોન, ઇટાલી; અ. 1746, અંબલક્કડ, જિ. તિન્નવેલ્લી) : તમિળ ભાષાને સમૃદ્ધ કરનાર એક ઇટાલિયન મિશનરી અને વિદ્વાન. તેમનું આખું નામ કૉન્સ્તાન્ત્સો જૂઝેપ્પે એઉઝેબ્યો બેસ્કી હતું. તેઓ ખ્રિસ્તી મિશનરી તરીકે તમિળનાડુમાં નિમાયા હતા. તમિળનાડુના તિન્નવેલ્લી જિલ્લાનું વુડકન કુલય તેમનું કેન્દ્ર હતું. ત્યાં રહીને તેમણે સંસ્કૃત તેમજ તમિળ…
વધુ વાંચો >બેહેરા, રામચંદ્ર
બેહેરા, રામચંદ્ર (જ. 2 નવેમ્બર 1945, બારહાટીપુરા, જિ. કેઓન્ઝાર, ઓરિસા) : ઊડિયા વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ગોપપુર’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.(1969)ની અને ઉત્કલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.(1986)ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ હિંદી તેમજ…
વધુ વાંચો >બૉનર, એલિસ
બૉનર, એલિસ (જ. 22 જુલાઈ 1889, લેગ્નાનો, ઇટાલી; અ. 13 એપ્રિલ 1991, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં પરમ ચાહક, કલાકાર, શિલ્પ-સ્થાપત્યનાં ગવેષક, શિલ્પી અને કાશીનિવાસી સારસ્વતપુત્રી. બ્રિટિશ માતા એલિસ બ્રાઉન અને સ્વિસ પિતા જ્યૉર્જ બૉનરનાં પુત્રી. તેમને તેમનાં માતાપિતા તરફથી સ્વિસ અને અંગ્રેજી સંસ્કારનો વારસો મળ્યો હતો. ઇટાલીમાં તેમના…
વધુ વાંચો >