ફિનિશ સાહિત્ય

આર્હા, યુહાની

આર્હા, યુહાની: (જ. 11 સપ્ટેમ્બર 1861 ફિનલૅન્ડ; અ. 8 ઑગસ્ટ 1921 હેલસિન્કી, ફિનલૅન્ડ) :  ફિન્લૅન્ડના લેખક. મૂળ નામ યોહાન્નેસ બ્રુફેલ્ટ. હેલસિન્કી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે ઘણા સમય સુધી પત્રકારત્વનો વ્યવસાય કરેલો. ‘યંગ ફિન્લૅન્ડ’ ઉદારમતવાદી પંથના તે સક્રિય સભ્ય હતા. બાવીસમે વર્ષે તેમણે સાહિત્યસર્જન આરંભ્યું. તેમણે ફ્રેંચ લેખકો દોદો અને મોપાસાંને…

વધુ વાંચો >

કાલેવાલા

કાલેવાલા : ફિનલૅન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય. યુરોપનું તે સૌથી પ્રાચીન લોકમહાકાવ્ય છે; વર્તમાન સ્વરૂપમાં ઉપલબ્ધ છે તે તો છેક ઓગણીસમી સદીમાં સુલભ થયું. ફિનલૅન્ડના ખેડૂતો તથા ભાટચારણો જે પ્રાચીન લોકગીતો-કથાગીતો વગેરે ગાતાં હતાં તે પ્રત્યે બે ડૉક્ટરોનું ધ્યાન દોરાતાં તેમણે આ અઢળક કંઠસ્થ લોકવારસાને એકત્રિત કરવાનો પુરુષાર્થ આદર્યો. સૌપ્રથમ ઝેડ. ટોપેલિયસે…

વધુ વાંચો >

ફિનિશ ભાષા અને સાહિત્ય

ફિનિશ ભાષા અને સાહિત્ય : ફિનો-યુગ્રિક ભાષાઓ પૈકીની અને યુરોપમાં આવેલ ફિનલૅન્ડમાં બોલાતી ભાષા. તે સૂઓમી તરીકે પણ ઓળખાય છે. 1809થી ફિનલૅન્ડમાં સ્વીડિશ અને ફિનિશ રાજ્યમાન્ય ભાષાઓ હતી. સ્વયંશાસિત કૅરૅલિયન પ્રદેશની ભાષાની જેમ ફિનિશ પણ રાજ્યભાષા છે. ઇસ્ટૉનિયન, વૅપ્સ, લિવૉનિયન અને વૉટ ભાષાઓની નજીકની અને થોડે અંશે હંગેરિયન અને સેમી…

વધુ વાંચો >

સિલન્પા, ફ્રાન્સ એમિલ

સિલન્પા, ફ્રાન્સ એમિલ (જ. 16 સપ્ટેમ્બર 1888, કીરિક્કલા, ફિનલૅન્ડ; અ. 3 જૂન 1964, હેલસિન્કી) : 1939નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ફિનલૅન્ડના સર્વપ્રથમ સાહિત્યકાર. ફ્રાન્સ એમિલ સિલન્પા તેમના સમયના તેઓ સૌથી અગ્રણી લેખક બની રહ્યા. તેઓ ખેડુ-પુત્ર હતા. થોડો સમય તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, પછી પૂરો સમય તેમણે લેખનકાર્ય પાછળ…

વધુ વાંચો >