પ્ર. ઉ. શાસ્ત્રી

મલ્લિકામકરંદ

મલ્લિકામકરંદ : સોલંકીકાળના ગુજરાતી મહાકવિ રામચંદ્રે સંસ્કૃત ભાષામાં લખેલું નાટક. આ નાટક હજી સુધી પ્રગટ થયું નથી, પરંતુ હસ્તપ્રતમાં સચવાઈ રહેલું છે. ત્રણસો વર્ષ પહેલાં કાન્તિવિજયગણિએ પોતાના ગ્રંથાગારની યાદીમાં ‘મલ્લિકામકરંદ’ નામના રામચંદ્રે લખેલા નાટકની ગણના કરી છે અને તે 500 શ્ર્લોકપ્રમાણના લખાણવાળું નાટક છે એવો નિર્દેશ પણ સાથે સાથે કર્યો…

વધુ વાંચો >

મહાભારત

મહાભારત : પાંચમો વેદ ગણાયેલો અને વેદવિદ્યાના ઉપબૃંહણ અર્થે રચાયેલો સંસ્કૃત ભાષાના બે ઇતિહાસગ્રન્થોમાંનો એક. વિશ્વનું શ્રેષ્ઠ ભવ્યોદાત્ત મહાકાવ્ય. તેનું કદ ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ના એકત્ર વિસ્તાર કરતાં લગભગ આઠગણું મોટું છે. એક લાખ શ્લોક હોવાથી ‘શતસાહસ્રી સંહિતા’ તરીકે તે ઓળખાયું છે. ભારતની રાષ્ટ્રીય પ્રજ્ઞાનું તે વીરકાવ્ય છે. જીવનસ્પર્શી સર્વ બાબતોનો…

વધુ વાંચો >

મહાભાષ્ય

મહાભાષ્ય (ઈ. પૂ. 150) : સંસ્કૃત ભાષાનો વ્યાકરણશાસ્ત્રનો મહત્ત્વનો ગ્રંથ. ‘મહાભાષ્ય’ આચાર્ય પાણિનિની અષ્ટાધ્યાયી પર પતંજલિ મુનિએ ઈ. પૂ. 150માં રચેલી સૌથી પહેલી પ્રાચીન અને પ્રમાણભૂત વ્યાખ્યા છે. તેમાં પાણિનિના સૂત્રની સમજ આપવાની સાથે વ્યાકરણશાસ્ત્રના અનેક મુદ્દાઓની પૂર્ણ ચર્ચા કરી તે વિશે અંતિમ નિર્ણયો પણ આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં…

વધુ વાંચો >

મહિમ ભટ્ટ

મહિમ ભટ્ટ (આશરે 1020થી 1100) : ભારતીય અલંકારશાસ્ત્રના ગ્રંથ ‘વ્યક્તિવિવેક’ના લેખક. તેમને ‘રાજાનક’ એવું ઉપનામ આપવામાં આવ્યું હોવાથી તેઓ કાશ્મીરી લેખક હોવાનું મનાય છે. તેમને ‘મહિમન્’ અને ‘મહિમક’ એવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ શ્રીધૈર્ય હતું. તેમના પુત્ર કે જમાઈનું નામ ભીમ હતું. ક્ષેમ, યોગ અને ભાજ…

વધુ વાંચો >

મંત્ર

મંત્ર : સંસ્કૃત ભાષાના ચમત્કારિક અક્ષર, પદ કે વાક્ય, જે ઉચ્ચારવાથી ઇષ્ટસાધક અને અનિષ્ટનિવારક અસર ઉત્પન્ન કરે. વળી જેનું મનન કરવાથી મનુષ્યનું રક્ષણ થાય તેને પણ ‘મંત્ર’ કહેવાય છે. ખાસ કરીને વેદની ઋચાઓને ‘મંત્ર’ શબ્દથી ઓળખવામાં આવે છે. આ વૈદિક મંત્રો (1) પ્રગીત અને (2) અપ્રગીત – એમ બે પ્રકારના…

વધુ વાંચો >

મંદારમરંદચંપૂ

મંદારમરંદચંપૂ : ભારતીય અલંકારશાસ્ત્ર વિશે કૃષ્ણકવિએ લખેલો કાવ્યગ્રંથ. કૃષ્ણકવિનો જન્મ સોળમી સદીના અંતભાગમાં ગુહપુરમાં થયેલો અને તેમણે પોતાનું જીવન ત્યાં જ ગાળેલું. તેમના ગુરુનું નામ વાસુદેવ યોગીન્દ્ર (કે યોગીશ્વર) હતું. તેમના ગુરુ વાસુદેવ આઠ ભાષાઓમાં રસભરી કવિતા રચવામાં કુશળ હતા. ‘મંદારમરંદચંપૂ’ નિર્ણયસાગર પ્રેસે પ્રગટ કર્યો છે. તેની બીજી આવૃત્તિ 1924માં…

વધુ વાંચો >

માઘ

માઘ (ઈ. સ.ની સાતમી સદીની આસપાસ) : સંસ્કૃત ભાષાના અગ્રગણ્ય મહાકવિ. તેઓ ગુજરાતના હતા. પોતાના મહાકાવ્ય ‘શિશુપાલવધ’ના અંતે કવિવંશપરિચયના પાંચ શ્લોકોમાં અને અંતિમ પુષ્પિકામાં માઘે પોતે જે થોડીક માહિતી આપી છે તે આ પ્રમાણે છે : માઘ ભિન્નમાલ અથવા શ્રીમાલના વતની હતા. શ્રીમાલ એ સમયે ગુજરાતની હદમાં હતું. એ ઉપરથી…

વધુ વાંચો >

માણિક્યચંદ્ર

માણિક્યચંદ્ર (ઈ. સ.ની 12મી–13મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના ગુજરાતી જૈન લેખક. તેઓ પોતાને રાજગચ્છના, કોટિક ગણના અને વજ્રશાખાના જૈન સાધુ ગણાવે છે. તેમની ગુરુપરંપરા મુજબ ગુરુ શીલભદ્ર, તેમના શિષ્ય ભરતેશ્વર, તેમના શિષ્ય વીરસ્વામી, તેમના શિષ્ય નેમિચંદ્ર અને તેમના શિષ્ય તે માણિક્યચંદ્ર હતા. સાગરેન્દુ તેમના ગુરુભાઈ હતા. આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર…

વધુ વાંચો >

માર્ગ

માર્ગ : કાવ્યાભિવ્યક્તિની લાક્ષણિક રીતિ. પ્રાચીન આલંકારિકોએ કાવ્યરચનાના અનેક પ્રકારો જોયા પછી બે મુખ્ય માર્ગો ગણાવ્યા છે કે જેમાં (1) વૈદર્ભ માર્ગ અને (2) ગૌડ માર્ગનો સમાવેશ થાય છે. અલબત્ત, આચાર્ય ભામહ વૈદર્ભ અને ગૌડ માર્ગ વચ્ચે કશું ભેદક તત્વ લાગતું નથી તેથી તેને માનવા તૈયાર નથી; પરંતુ આચાર્ય દંડી…

વધુ વાંચો >

માલતીમાધવ

માલતીમાધવ : સંસ્કૃત નાટ્યકાર ભવભૂતિએ લખેલું પ્રકરણ પ્રકારનું રૂપક. દસ અંકના બનેલા આ રૂપકમાં માલતી અને માધવની પ્રણયકથા રજૂ થઈ છે. પદ્માવતીના રાજાનો પ્રધાન ભૂરિવસુ પોતાની પુત્રી માલતીને વિદર્ભના રાજાના પ્રધાન અને પોતાના સહાધ્યાયી દેવરાતના પુત્ર માધવ સાથે પરણાવવાનું નક્કી કરે છે અને તેને માટે પોતાની પરિચિત બૌદ્ધ પરિવ્રાજિકા કામંદકીની…

વધુ વાંચો >