પ્ર. ઉ. શાસ્ત્રી

બાલરામાયણ

બાલરામાયણ : (નવમી સદી) સંસ્કૃત ભાષાના નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. દસ અંકોનું બનેલું આ બૃહત્કાય નાટક રામાયણની કથાને વર્ણવે છે. પ્રથમ અંકમાં મિથિલામાં જનક રાજાએ પુત્રી સીતાને પરણાવવા માટે શિવધનુષ્ય પર બાણ ચડાવવાની શરત મૂકી છે તેથી રાવણ પોતાના પ્રધાન પ્રહસ્ત સાથે ત્યાં આવે છે, પરંતુ શિવધનુષ્યને ફેંકી દે છે.…

વધુ વાંચો >

બીજ (મંત્ર)

બીજ (મંત્ર) : તંત્રની સાધના કરવા માટે જે મંત્રનો જપ કરવામાં આવે છે તે મંત્રનો એક ભાગ. તાંત્રિકો નિયત સિદ્ધિ મેળવવા નિયત ઇષ્ટદેવના મંત્રનો જપ કરે છે. આ મંત્રની આગળ, પાછળ કે વચ્ચે કોઈ દેવ કે દેવીના અર્થનો સંકેત ધરાવતા અક્ષરો મૂકે છે. આ અક્ષરોને ‘બીજાક્ષર’ કહે છે. અને તે…

વધુ વાંચો >

બૃહસ્પતિ

બૃહસ્પતિ : ભારતીય વેદસાહિત્ય અને પુરાણસાહિત્યમાં આવતું પાત્ર. ઋગ્વેદમાં બૃહસ્પતિ પરાક્રમી દેવ છે. તેમણે ગાયો છોડાવી લાવવાનું પરાક્રમ કરેલું છે. તેઓ યુદ્ધમાં અજેય હોવાથી યોદ્ધાઓ બૃહસ્પતિની પાસે સહાયની પ્રાર્થના કરે છે. તેઓ પરોપકારી છે, કારણ કે પવિત્ર માણસોને મુશ્કેલીમાંથી છોડાવે છે. તેઓ ‘ગૃહપુરોહિત’ કહેવાયા છે. તેમના વગર યજ્ઞ સફળ થતા…

વધુ વાંચો >

બૌદ્ધ ધર્મ

બૌદ્ધ ધર્મ : પ્રાચીન ભારતમાં બુદ્ધ દ્વારા સ્થાપિત ધર્મ. શાક્ય વંશના કપિલવસ્તુમાં રાજધાની ધરાવતા રાજા શુદ્ધોદનના પુત્ર, યશોધરાના પતિ અને રાહુલના પિતા બુદ્ધે (મૂળ નામ સિદ્ધાર્થ અથવા સર્વાર્થસિદ્ધ) વૃદ્ધ, રોગી અને શબના આકસ્મિક દર્શનથી ગૃહત્યાગ કરી, બુદ્ધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ કરી જે ધર્મનો ઉપદેશ કર્યો તેનું નામ બૌદ્ધ ધર્મ. આમ…

વધુ વાંચો >

બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય : બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટેનું વ્રત. ધર્મશાસ્ત્ર મુજબ વેદનો અભ્યાસ કરનારે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવા માટે પાળવાના નિયમો. ભારતીય વેદાભ્યાસીની સંયમથી જીવવાની રીત અનુસાર તેણે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવાના નિયમોનું પાલન કરવું પડે છે. બ્રહ્મચર્ય એટલે શરીર, મન અને વાણી દ્વારા વેદ કે ઈશ્વરની સેવા કરવી એવી વ્યાખ્યા મહાભારતના…

વધુ વાંચો >

બ્રહ્મલોક

બ્રહ્મલોક : બ્રહ્માંડમાં આવેલા કુલ 14 લોકમાંનો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉપર આવેલો લોક. વેદ, શાસ્ત્ર અને પુરાણ – એ ત્રણેયમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી શરૂ કરીને (1) ભૂલોક, (2) ભુવર્લોક, (3) સ્વર્લોક, (4) મહર્લોક, (5) જનલોક, (6) તપલોક અને (7) સત્યલોક એટલે બ્રહ્મલોક એમ સાત લોક ગણાવવામાં આવ્યા છે. આ બધા લોક…

વધુ વાંચો >

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત

બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત : ભારતીય જ્યોતિષ અને ગણિતશાસ્ત્ર વિશે બ્રહ્મગુપ્તે રચેલો ગ્રંથ. તેના 24 અધ્યાયો મળે છે, પરંતુ ‘ધ્યાનગ્રહ’ નામનો 72 આર્યાઓનો બનેલો 25મો અંતિમ અધ્યાય, જેને સિદ્ધાન્તને બદલે ફળાદેશ કહે છે તે, મળતો નથી. લેખકે તેને વિશ્વાસુ અને લાયક શિષ્યોને જ શીખવવાલાયક, અત્યંત ગુપ્ત અને મહત્વનો અધ્યાય ગણ્યો છે. ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના પહેલા…

વધુ વાંચો >

બ્રાહ્મણસાહિત્ય

બ્રાહ્મણસાહિત્ય : વૈદિક સાહિત્યનો એક મહત્વનો વિભાગ. વૈદિક સાહિત્યમાં બે વિભાગો છે : (1) મંત્રો અને (2) બ્રાહ્મણો. મંત્રોમાં વેદના ઋષિઓએ કરેલી સ્તુતિઓનો સંગ્રહ છે, જેને સંહિતાઓ કહેવામાં આવે છે; જ્યારે બ્રાહ્મણોમાં એ મંત્રોનો કર્મકાંડમાં ઉપયોગ અને સમજૂતીનો સમાવેશ થાય છે. એ પછી બ્રાહ્મણગ્રંથના અંતિમ બે પેટાવિભાગો કે જેને જ્ઞાનકાંડ…

વધુ વાંચો >

ભક્તિરસામૃતસિંધુ

ભક્તિરસામૃતસિંધુ (1541) : ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીનો ભક્તિરસ વિશેનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથ 1541માં રચાયેલો છે એમ તેના અંતિમ શ્લોકમાં લેખક પોતે જ જણાવે છે. આ ગ્રંથ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પૂર્વવિભાગ, (2) દક્ષિણવિભાગ, (3) પશ્ચિમવિભાગ અને (4) ઉત્તરવિભાગ. ભક્તિરસ એ એક જ રસ છે અને અન્ય…

વધુ વાંચો >

ભગીરથ

ભગીરથ : પુરાણો અનુસાર સૂર્યના પુત્ર મનુના ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલો પ્રસિદ્ધ રાજા. સગર રાજાના પુત્ર સમ્રાટ દિલીપનો તે પુત્ર હતો. સગર રાજાએ 100મો અશ્વમેધ યજ્ઞ કરવા અશ્વને છૂટો મૂક્યો ત્યારે ઇન્દ્રે પોતાનું (ઇન્દ્ર) પદ બચાવવા, અશ્વને ચોરીને પાતાળમાં તપ કરી રહેલા કપિલ મુનિ પાસે જઈને ત્યાં ખબર ન પડે તેમ…

વધુ વાંચો >