પ્રાણીશાસ્ત્ર
હોરા સુંદરલાલ
હોરા, સુંદરલાલ (જ. 1896, લાહોર; અ. 1955, કૉલકાતા) : ભારતના વીસમી સદીના એક પ્રખ્યાત મત્સ્યવિજ્ઞાની. ભારતની મીઠા પાણીની માછલીઓ અને ખાસ કરીને વાતજીવી (air breathing) માછલીઓ ઉપરનું તેમનું સંશોધન પ્રશંસનીય છે. 1919માં લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એસસી. પદવી મેળવી અને ત્યારબાદ લાહોર યુનિવર્સિટીમાંથી તે જ વિષય પર ડી.એસસી.(ડૉક્ટર ઑવ્ સાયન્સ)ની પદવી…
વધુ વાંચો >હોલો
હોલો : કબૂતરના વર્ગનું, કબૂતર કરતાં નાનું પરંતુ કાબર કરતાં મોટું ઘર-આંગણાનું નિર્દોષ ભડકણ પક્ષી. વર્ગીકરણમાં કબૂતર અને હોલાનો કોલુમ્બિડી શ્રેણીમાં સમાવેશ થાય છે. કબૂતર અને હોલામાં ખૂબ મળતાપણું છે. કબૂતરની પ્રજાતિ કોલુમ્બા છે, જેમાં 51 જાતિઓ (species) મળી આવે છે. હોલા કે ડવની પ્રજાતિ સ્ટ્રેપ્ટોપેલિયા છે. જેમાં 16 જાતિઓ…
વધુ વાંચો >