પ્રહલાદ છ. પટેલ
ન્યૂ જનરલ કૅટલૉગ
ન્યૂ જનરલ કૅટલૉગ : ડૅનિશ ખગોળવિદ લુડવિગ એમિલ ડ્રેયરે સંપાદિત કરેલ દૂર આકાશી પદાર્થોની યાદી (સૂચિ). NGC તરીકે તે વધુ પ્રચલિત છે. 1888માં પ્રસિદ્ધ કરેલ NGCમાં 8,000 પદાર્થોને આવરી લઈ તેમની માહિતી આપવામાં આવી છે. આ સાથે 1895 અને 1908માં NGC સાથે બીજા 5,000 પદાર્થોની બે પુરવણી તૈયાર કરવામાં આવી…
વધુ વાંચો >ન્યૂટ્રિનો
ન્યૂટ્રિનો : મંદ પ્રક્રિયામાં ભાગ લેતો 1 પ્રચક્રણ (spin) ધરાવતો સ્થાયી, મૂળભૂત કણ. તે શૂન્ય વિદ્યુતભાર અને નહિવત્ દળ ધરાવે છે. તેનું દળ 0થી 0.3me વચ્ચે હોય છે, જ્યાં me, ઇલેક્ટ્રૉનનું દળ છે. ન્યૂટ્રિનો શૂન્યવત્ દળ ધરાવતો હોઈ, સાપેક્ષવાદ મુજબ, તે પ્રકાશની ઝડપે ગતિ કરે છે. રેડિયોઍક્ટિવ ન્યૂક્લિયસનું વિભંજન થતાં,…
વધુ વાંચો >ન્યૂટ્રૉન
ન્યૂટ્રૉન : શૂન્ય વિદ્યુતભાર અને 1.67492 × 10–27 કિલોગ્રામ સ્થિર દળ ધરાવતો મૂળભૂત કણ. આવો ન્યૂટ્રૉન ન્યૂક્લિયસનો અને પરિણામે દ્રવ્યનો ઘટક કણ છે. તે વિદ્યુતભારરહિત હોઈ તેના ઉપર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. આથી જ તો તે પરમાણુની સંરચના વચ્ચેના ખાલી અવકાશમાં થઈને વિના વિરોધે પસાર થઈ…
વધુ વાંચો >ન્યૂટ્રૉન તારક (neutron star)
ન્યૂટ્રૉન તારક (neutron star) : ન્યૂક્લિયર ઊર્જાનો સ્રોત ખલાસ થઈ જતાં, પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રૉન-અપભ્રષ્ટતા(electron degeneracy)ની હદ સુધી સંકોચન પામતો તારક. ન્યૂટ્રૉન તારકનું દળ અને તેનું દ્રવ્ય પાણીની ઘનતા કરતાં 1014થી 1015 ગણી ઘનતા ધરાવે છે. અહીં સૂર્યનું દળ છે. તારાની અંદર દહન પામતું દ્રવ્ય ખલાસ થઈ જતાં, તારાનો…
વધુ વાંચો >ન્યૂટ્રૉન પ્રકાશિકી (neutron optics)
ન્યૂટ્રૉન પ્રકાશિકી (neutron optics) : ન્યૂટ્રૉનની તરંગ-પ્રકૃતિની સ્પષ્ટતા અને અભ્યાસ માટે, વ્યાપક પ્રયોગોને લગતી, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનની શાખા. આ પ્રયોગોમાં ન્યૂટ્રૉનની તરંગ-પ્રકૃતિનાં લક્ષણો જાણવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન જેવા સૂક્ષ્મ કણોની જેમ ન્યૂટ્રૉન પણ અમુક સંજોગોમાં તરંગની જેમ વર્તે છે. તેથી ન્યૂટ્રૉન કણ ઉપરાંત તરંગ-પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ અથવા…
વધુ વાંચો >પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા)
પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા) (જ. 11 નવેમ્બર 1863; અ. 22 ડિસેમ્બર 1940, સરઢવ, જિ. ગાંધીનગર) : ઉત્તર ગુજરાતના અગ્રણી સામાજિક કાર્યકર. તેઓ કુરૂઢ માનસનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી, કેળવણીના પ્રહરી, આજીવન ભેખધારી, હતા. શિક્ષણ જેવું અન્ય કોઈ પ્રભાવક બળ ન હોવાની તેમની સમજ હતી. તેથી, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, શિક્ષણની…
વધુ વાંચો >પટેલ, (ડૉ.) સી. કે. એન
પટેલ, (ડૉ.) સી. કે. એન (જ. 2 જુલાઈ 1938, બારામતી) : વાયુ (ખાસ કરીને કાર્બન-ડાયૉક્સાઇડ) લેસરના સર્જક અને પુરસ્કર્તા. તે નડિયાદ(ગુજરાત)ના વતની છે. પાયાનું શિક્ષણ મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રમાંથી લીધું. ચૌદ વર્ષની નાની વયે માધ્યમિક શિક્ષણ પૂરું કરીને 1958માં યુ.એસ.ની સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ યુનિવર્સિટીમાંથી તેમણે એમ. એસ. અને પીએચ.ડી.ની…
વધુ વાંચો >પરમાણુ (atom)
પરમાણુ (atom) દ્રવ્યનો પાયાનો એકમ. બધા જ ભૌતિક પદાર્થો પરમાણુના બનેલા છે. પરમાણુ માની ન શકાય તેટલો સૂક્ષ્મ છે. દશ લાખ જેટલા પરમાણુઓને અડોઅડ એક સીધી રેખામાં ગોઠવવામાં આવે તો તે માથાના વાળની જાડાઈ જેટલી જગ્યા રોકે છે. ટાંકણીના ટોપચામાં કરોડો-અબજો પરમાણુ હોય છે. રાસાયણિક તત્ત્વો(elements)ના પાયાના કણો પરમાણુઓ છે.…
વધુ વાંચો >પરમાણુ-વિદ્યુતમથકો (atomic power stations)
પરમાણુ–વિદ્યુતમથકો (atomic power stations) : પરમાણુ-ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરનારાં મથકો. ભારત પાસે જીવાશ્મ (fossil) (કુદરતી તેલ, વાયુ, કોલસો) ઈંધણ-વિદ્યુત, જલવિદ્યુત, ભરતીશક્તિ પર આધારિત વિદ્યુત (tidal power), પવન-વિદ્યુત અને સૌર વિદ્યુત માટેની સુવિધાઓ છે. જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં પરમાણુ-વિદ્યુત મથકોનું નિર્માણ આવશ્યક બને છે. વિકસતા દેશોમાં ભારત ન્યૂક્લિયર…
વધુ વાંચો >પરમાણુ-શસ્ત્રો (atomic અથવા nuclear weapons)
પરમાણુ–શસ્ત્રો (atomic અથવા nuclear weapons) દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવતાં વિનાશાત્મક યુદ્ધશસ્ત્રો. તમામ પરમાણુ-શસ્ત્રો વિસ્ફોટક પ્રયુક્તિઓ (devices) છે. તેમાં મિસાઇલ, બૉંબ, ટૉર્પિડો વગેરેનો સમાવેશ થાય છે. પરંપરાગત (conventional) શસ્ત્રો કરતાં પરમાણુ(ન્યૂક્લિયર)-શસ્ત્રો ઘણાં વધારે વિનાશાત્મક હોય છે. પરમાણુ-શસ્ત્રો બે પ્રકારનાં હોય છે : (1) વિખંડન-(fission) શસ્ત્રો, જે પરમાણુ-શસ્ત્રો તરીકે…
વધુ વાંચો >