પ્રહલાદ છ. પટેલ
સંગીતવાદ્યોનું શાસ્ત્ર
સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની…
વધુ વાંચો >સંવેગ (momentum)
સંવેગ (momentum) : પદાર્થના દળ અને તેના વેગનો ગુણાકાર. તેને ગતિના જથ્થા (quantity) તરીકે પણ, ગણી શકાય છે. વેગની જેમ સંવેગ પણ સદિશ રાશિ છે. સંવેગ વેગની દિશા ધરાવે છે. સંવેગ જેનો એકમ કિલોગ્રામ – અને પારિમાણિક સૂત્ર MLT–1 છે. વધુ સ્પષ્ટતા ખાતર આ પ્રકારના સંવેગને રેખીય સંવેગ (linear momentum) કહે…
વધુ વાંચો >સંવેગ-સંરક્ષણ (Conservation of Momentum)
સંવેગ–સંરક્ષણ (Conservation of Momentum) : સંવેગ-(વેગમાન)ના અચળત્વનો સિદ્ધાંત (ખ્યાલ). ગતિશાસ્ત્ર-(dynamics)ના મૂળભૂત નિયમને કારણે એકમ સમયદીઠ તંત્રના કુલ વેગમાનનો ફેરફાર તેના ઉપર લાગતાં બળોના સરવાળા બરાબર થાય છે. પદાર્થ કે કણોના તંત્ર બાબતે, પ્રતિક્રિયાના સિદ્ધાંત મુજબ, આંતરિક બળો અંદરોદર એકબીજાંને નાબૂદ કરે છે. આથી વેગમાનના ફેરફારમાં આવાં બળો કોઈ જ ભાગ…
વધુ વાંચો >સિદ્દીકી ઑબેદ
સિદ્દીકી ઑબેદ (જ. 1 જાન્યુઆરી 1932, બસ્તી, ઉ.પ્ર.) : ખ્યાતનામ આનુવંશિક-શાસ્ત્રવિદ (જનીનશાસ્ત્રવિદ) (geneticist). અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.એસસી.નું શિક્ષણ લીધું. 1961માં ગ્લાસ્ગો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1961-62માં પેન્સિલવેનિયા યુનિવર્સિટી(ફિલાડેલ્ફિયા)માં પોસ્ટ ડૉક્ટરલ-સંશોધનકાર્ય કર્યું. 1953-57 દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. 1958-61 દરમિયાન ગ્લાસ્ગો યુનિવર્સિટીના આનુવંશિક-વિજ્ઞાન-વિભાગમાં સંશોધન સ્કૉલર…
વધુ વાંચો >સીગ્બાહન કાર્લ માને જ્યૉર્જ (Siegbahn Carl Manne George)
સીગ્બાહન, કાર્લ માને જ્યૉર્જ (Siegbahn, Carl Manne George) (જ. 3 ડિસેમ્બર 1886, ઑરેબ્રો (Oerebro), સ્વીડન; અ. 26 સપ્ટેમ્બર 1978, સ્ટૉકહોમ) : X-કિરણ વર્ણપટવિજ્ઞાન-(spectroscopy)ના ક્ષેત્રે શોધો અને સંશોધન કરવા બદલ વર્ષ 1924નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્વીડિશ ભૌતિકવિજ્ઞાની. ઉચ્ચ શાલેય શિક્ષણ મેળવ્યા બાદ, 1906માં તેમણે લુંદ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. અહીં સંશોધન કરીને…
વધુ વાંચો >સૂક્ષ્મતરંગ પીઠિકા વિકિરણ (microwave background radiation)
સૂક્ષ્મતરંગ પીઠિકા વિકિરણ (microwave background radiation) : સમગ્ર વિદ્યુતચુંબકીય વર્ણપટ અંતર્ગત અવકાશમાંથી જુદા જુદા તરંગપટવાળું સંસૂચિત થતું વિસૃત (diffused) વિકિરણ. કેટલાંક અજ્ઞાત અને વ્યક્તિગત રીતે મંદ ઉદગમસ્થાનોમાંથી સામૂહિક રીતે મળતું વિકિરણ હોવાનું મનાય છે. તમામ સ્વરૂપોમાં સૂક્ષ્મતરંગ પીઠિકા વિકિરણ મહત્વનું છે. લગભગ 1 મિલીમિટર તરંગલંબાઈએ તે મહત્તમ અને 2.9 k…
વધુ વાંચો >સૂર્ય-મંડળ (Solar System)
સૂર્ય–મંડળ (Solar System) : સૂર્યની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા ગ્રહોની પ્રણાલી. તેમાં ગ્રહો, ચંદ્ર, ખડકના ટુકડા, ધાતુઓ, બરફીલો ભંગાર અને મોટા જથ્થામાં રજનો સમાવેશ થાય છે. સૂર્ય-મંડળમાં પૃથ્વી ઉપરાંત આઠ ગ્રહો, કેટલાક ગ્રહોની આસપાસ ભ્રમણ કરતા ચંદ્ર; લઘુગ્રહો (asteroids) જેવા પિંડ, લોખંડના લોંદા અને પથ્થરોના ઉલ્કાપિંડો; થીજેલો વાયુ અને રજ…
વધુ વાંચો >સેગન કાર્લ
સેગન, કાર્લ (જ. 9 નવેમ્બર 1934, બ્રૂકલીન, ન્યૂયૉર્ક; અ. 20 ડિસેમ્બર 1996, સિયેટલ) : અમેરિકન ખગોળવિદ, શિક્ષણવિદ, લેખક અને દૂરદર્શન-શ્રેણી-નિર્માતા. તેમણે માધ્યમિક શિક્ષણ ન્યૂયૉર્કમાંથી લીધું. ત્યારબાદ ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને અનુસ્નાતક ઉપાધિઓ અનુક્રમે 1955 અને 1956માં મેળવી. તે પછી 1960માં ખગોળવિદ્યા અને ખગોળભૌતિકીમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. આ બધી ઉપાધિઓ તેમણે શિકાગો…
વધુ વાંચો >સૌર ઊર્જા
સૌર ઊર્જા : સૂર્ય દ્વારા મળતી ઊર્જા. તેમાં પ્રકાશ, ઉષ્મા તથા વિદ્યુત-ચુંબકીય વિકિરણનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. સૂર્યની અંદર નિરંતર ચાલતી રહેતી ન્યૂક્લિયર પ્રક્રિયા [ખાસ કરીને સંલયન-(fusion)] ને કારણે આટલી વિપુલ ઊર્જા પેદા થાય છે. આખાય વર્ષ દરમિયાન પૃથ્વીના બધા જ લોકો જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા…
વધુ વાંચો >સૌર ન્યૂટ્રિનો
સૌર ન્યૂટ્રિનો : સૂર્યની અંદર પ્રવર્તતી ન્યૂક્લિયર (ખાસ સંલયન) પ્રક્રિયા દરમિયાન પેદા થતા વિદ્યુતભારવિહીન, શૂન્યવત્ દળ અને પ્રચક્રણ ધરાવતા મૂળભૂત કણો. ન્યૂટ્રિનો નહિવત્ (શૂન્યવત્) દળ ધરાવતો હોય. જ્યારે માધ્યમમાં થઈને પસાર થાય છે ત્યારે તે ભાગ્યે જ તેના કણો સાથે આંતરક્રિયા કરે છે. આપણા શરીરમાં થઈને પળે પળે કેટલાય ન્યૂટ્રિનો…
વધુ વાંચો >