પ્રહલાદ છ. પટેલ

શુક્ર – શુક્રની કળાઓ

શુક્ર – શુક્રની કળાઓ : સૌરપ્રણાલીમાં સૂર્યથી બીજા ક્રમે આવતો અને પૃથ્વીની નજીકમાં નજીકનો સૌમ્ય ગ્રહ. ઉપર ઉપરથી જોતાં શુક્ર પૃથ્વીનો જોડિયો ગ્રહ હોય એવું લાગે છે. 108 કિલોમીટર અંતરે તે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તેના ભ્રમણનો આવર્તકાળ પૃથ્વીના 243 દિવસ જેટલો છે. તેની સપાટી ખાસ કરીને સપાટ છે;…

વધુ વાંચો >

શોકલી, વિલિયમ

શોકલી, વિલિયમ (જ. 13 ફેબ્રુઆરી 1910, લંડન; અ. 12 ઑગસ્ટ, 1989, સાન ફ્રાન્સિસ્કો) : અર્ધવાહકો (semi-conductors) ઉપરના સંશોધન અને ટ્રાન્ઝિસ્ટર-અસરની શોધ બદલ જ્હૉન બાર્ડિન અને વૉલ્ટર બ્રેટાનીની ભાગીદારીમાં 1956ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિદ. 1913માં તેમનો પરિવાર યુ.એસ. આવ્યો. પ્રારંભિક શિક્ષણ કૅલિફૉર્નિયામાં લીધું. 1932માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી બી.એસસી.…

વધુ વાંચો >

શ્રીફર, જ્હૉન રૉબર્ટ

શ્રીફર, જ્હૉન રૉબર્ટ (જ. 31 મે 1931, ઓકપાર્ક, ઇલિનૉઇ) : અતિવાહકતા(super conductivity)નો સિદ્ધાંત વિકસાવવા બદલ જ્હૉન બાર્ડિન અને કૂપરની ભાગીદારીમાં 1972ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ BCS (Bardeen, Cooper અને Schrieffer) સિદ્ધાંત તરીકે ઓળખાય છે. 1940માં શ્રીફર પરિવાર ન્યૂયૉર્કમાં અને ત્યારબાદ 1947માં ફ્લોરિડા ખાતે સ્થાયી થયા. ત્યાં આ…

વધુ વાંચો >

શ્રોડિંજર, ઇરવિન

શ્રોડિંજર, ઇરવિન (જ. 12 ઑગસ્ટ 1887, વિયેના; અ. 4 જાન્યુઆરી 1961, વિયેના) : પારમાણ્વિક સિદ્ધાંતના નવાં સ્વરૂપોની શોધ બદલ પી. એ. એમ. ડિરાકની ભાગીદારીમાં વર્ષ 1933નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની. બે પેઢીઓથી તેમના પિતૃઓ વિયેનામાં વસેલા. માતા-પિતા તરફથી ઉચ્ચ કોટિનું શિક્ષણ અને સંસ્કારો મળ્યાં હતાં. શ્રોડિંજર ખુદ બુદ્ધિશાળી અને…

વધુ વાંચો >

શ્વાઇન્ગર, જુલિયન

શ્વાઇન્ગર, જુલિયન (જ. 12 ફેબ્રુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 16 ઑગસ્ટ 1994) : ભૌતિકવિજ્ઞાનમાં પ્રાથમિક કણોના મૂળ સુધી લઈ જતા તેમના ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉનડાઇનૅમિક્સના મૂળભૂત કાર્ય બદલ જાપાની વિજ્ઞાની ટોમોનાગા અને અમેરિકન વિજ્ઞાની રિચાર્ડ ફીનમૅનની ભાગીદારીમાં વર્ષ 1965નો નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા અમેરિકન ભૌતિકવિજ્ઞાની. નાનપણથી ભૌતિકવિજ્ઞાનમાં અપૂર્વ રસને કારણે, પહેલેથી જ તેમની…

વધુ વાંચો >

શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા (Schwarzschild radius)

શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા (Schwarzschild radius) : એવું અંતર કે જેના કરતાં ઓછા અંતરે કણો વચ્ચેના ગુરુત્વબળથી અપ્રતિવર્તી (irreversible) ગુરુત્વ નિપાતભંજન (collapse) સર્જાય. આથી શ્વાર્ઝસ્ચાઇલ્ડ ત્રિજ્યા એ ગુરુત્વાકર્ષી (gravitational) ત્રિજ્યા છે. આ ઘટનાને વધુ દળદાર તારકોના અંતિમ ભાગ્ય તરીકે વિચારી શકાય. M દળના પદાર્થની ગુરુત્વાકર્ષી ત્રિજ્યા (Rg) નીચેના સૂત્રથી મળે છે :…

વધુ વાંચો >

શ્વેત વામન તારક (white dwarf)

શ્વેત વામન તારક (white dwarf) : ઝાંખા તારાઓના મોટા સમૂહ (વર્ગ) અંતર્ગત, તારાકીય (steller) ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કામાં ઓછા દળવાળા ગણાતા તારકોમાંનો કોઈ એક તારક. ઓછું દળ એટલે દળ માટે ચંદ્રશેખર મર્યાદા કરતાં ઓછું. દળ M = 1.4 ને ચંદ્રશેખર મર્યાદા કહે છે, જ્યાં  એ સૂર્યનું દળ છે. શ્વેત વામનનું ન્યૂક્લિયર…

વધુ વાંચો >

સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ)

સમોષ્મી ફેરફારો (પ્રક્રિયાઓ) : એવી પ્રક્રિયા જે દરમિયાન તંત્રમાં ઉષ્મા દાખલ થતી ન હોય કે તેમાંથી ઉષ્મા બહાર નીકળતી ન હોય. નળાકારમાં રાખેલા વાયુનું પિસ્ટન વડે સંકોચન કે વિસ્તરણ કરતાં વાયુ અને પરિસર વચ્ચે ઉષ્માની આપ-લે ન થાય તો આ પ્રકારની પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહે છે. સમોષ્મી વિસ્તરણ દરમિયાન વાયુનું…

વધુ વાંચો >

સહાની, બીરબલ

સહાની, બીરબલ (જ. 14 નવેમ્બર 1891, મૅરા, પંજાબ; અ. એપ્રિલ 1949, લખનૌ) : ખ્યાતનામ વનસ્પતિવિદ અને પુરાવનસ્પતિવિજ્ઞાની (palaeobotanist). 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા. 1919માં લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસસી. અને 1929માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસસી.ડી. થયા. 1919-20 દરમિયાન બનારસ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક; 1920-21માં પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1921માં લખનૌ યુનિવર્સિટી વનસ્પતિવિજ્ઞાનના…

વધુ વાંચો >

સહા, મેઘનાદ

સહા, મેઘનાદ (જ. 6 ઑક્ટોબર 1893, સીયોરાતલી, ઢાકા, બાંગ્લાદેશ; અ. 16 ફેબ્રુઆરી 1956, દિલ્હી) : મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, રાષ્ટ્રપ્રેમી તથા પ્રખર ન્યૂક્લિયર અને સમર્થ ખગોળભૌતિકવિજ્ઞાની. તેમણે શાલેય શિક્ષણ ઢાકામાં લીધું હતું. શાળાકાળ દરમિયાન મેરિટ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજમાં દાખલ થયા. આ કૉલેજમાં અભ્યાસ…

વધુ વાંચો >