પ્રહલાદ છ. પટેલ
પ્રકાશીય પ્રતિબિંબ (optical image)
પ્રકાશીય પ્રતિબિંબ (optical image) : પ્રકાશનો ઉપયોગ કરીને ર્દક્કાચ (લેન્સ) અથવા અરીસા વડે પદાર્થ(વસ્તુ)ની રજૂઆત કરતું પ્રતિબિંબ. સમગ્ર વસ્તુનું કૅમેરાના લેન્સ વડે સમક્ષણિક પ્રતિબિંબ પેદા કરી શકાય છે. દૂરદર્શન-પ્રણાલી અને ચિત્રોની રેડિયોપ્રેષણ-પ્રણાલીમાં રજૂ કરાય છે તે રીતે વસ્તુના પ્રત્યેક બિંદુનું ક્રમવીક્ષણ (scanning) કરીને તેનું પ્રતિબિંબ પેદા કરી શકાય છે. વસ્તુનું…
વધુ વાંચો >પ્રક્ષેપણાસ્ત્ર (missile)
પ્રક્ષેપણાસ્ત્ર (missile) : દૂરથી નિયંત્રિત અથવા આપમેળે ચાલતું બાબ જેવું અંતર્નિહિત યંત્રણાથી નિયંત્રિત (guided) અસ્ત્ર. તેની અંદર કમ્પ્યૂટર સહિત અન્ય ખાસ સામગ્રી રાખેલી હોય છે જેના વડે તેનું દૂરથી નિયંત્રણ કરી શકાય છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્ર એવાં હોય છે જે દુશ્મનના વિમાનનો અથવા આગળ ધપતા લક્ષ્યાંકનો પીછો કરીને તેનો નાશ કરે…
વધુ વાંચો >પ્રક્ષેપાસ્ત્ર (ballistic missile)
પ્રક્ષેપાસ્ત્ર (ballistic missile) : ઇચ્છિત સ્થળ ઉપર મોકલવા પ્રાક્ષેપિકીય ગતિપથ(ballistic trajectory)ને અનુસરે તેવા વેગ સાથે પોતાની જાતે માર્ગ શોધીને આગળ ધકેલાય તેવું સક્ષમ વાહન. કયા સ્થળેથી તેમનું ઉડ્ડયન શરૂ થાય છે અને ક્યાં તેનો અંત આવે છે તેના સંદર્ભે દૂરથી નિયંત્રિત (guided) થતા પ્રક્ષેપાસ્ત્રને ચાર વિભાગમાં વહેંચી શકાય છે :…
વધુ વાંચો >પ્રતિકણ (antiparticle)
પ્રતિકણ (antiparticle) : વિરુદ્ધ વિદ્યુતભાર સિવાય, બધી જ રીતે સામાન્ય મૂળભૂત કણને મળતો આવતો કણ. ફોટૉન (પ્રકાશ અથવા વિદ્યુત-ચુંબકીય વિકિરણનો ઊર્જા-કણ) અને πo – મેસૉન (ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતા હલકો વિદ્યુતભાર વિનાનો કણ) સિવાય પ્રત્યેક મૂળભૂત કણને પ્રતિકણ હોય છે. પ્રતિકણ બેરિયૉન આંક (B) ધરાવે છે. ન્યુક્લિયૉન અને…
વધુ વાંચો >પ્રતિચુંબકત્વ (diamagnetism)
પ્રતિચુંબકત્વ (diamagnetism) : ઋણ ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા પદાર્થનો ગુણધર્મ. ઋણ ચુંબકીય સુગ્રાહિતાને કારણે પદાર્થની સાપેક્ષ પારગમ્યતા (premeability) μr શૂન્યાવકાશની પારગમ્યતા કરતાં ઓછી હોય છે. ન્યૂક્લિયસની આસપાસ ઇલેક્ટ્રૉનની ભ્રમણગતિને કારણે પરમાણુમાં પ્રતિચુંબકત્વ અસ્તિત્વમાં આવે છે. તારના ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. બિલકુલ તેવી જ…
વધુ વાંચો >પ્રતિદ્રવ્ય (anti-matter)
પ્રતિદ્રવ્ય (anti-matter) : મૂળભૂત સામાન્ય કણથી વિરુદ્ધ પ્રકારના કણો વડે તૈયાર થતું દ્રવ્ય. સામાન્ય કણથી વિરુદ્ધ પ્રકારના કણને પ્રતિકણ (anti-particle) કહે છે. દ્રવ્યના મૂળભૂત કણો ઇલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રૉન અને કેટલાક અન્ય કણો છે. તેમના પ્રતિકણો અનુક્રમે પૉઝિટ્રૉન, પતિપ્રોટૉન અને પ્રતિન્યૂટ્રૉન વગેરે છે. ઇલેક્ટ્રૉન ઋણ વિદ્યુતભાર ધરાવે છે, જ્યારે પૉઝિટ્રૉન એટલો…
વધુ વાંચો >પ્રતિયુતિ (opposition)
પ્રતિયુતિ (opposition) : બે ખગોલીય પદાર્થો(પૃથ્વી જેવા)ની ત્રીજા ખગોલીય પદાર્થની બરાબર વિરુદ્ધ દિશામાં આવવાની ઘટના (જુઓ આકૃતિ). પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બિલકુલ વિરુદ્ધ હોય છે – એટલે કે ચંદ્ર સૂર્ય સાથે પ્રતિયુતિ કરે છે. સૂર્યના સંદર્ભમાં ગ્રહનું સ્થાન દર્શાવવાનું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ગ્રહનું સૂર્યથી અંતર…
વધુ વાંચો >પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism)
પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism) : ઓછી પણ ધન ચુંબકીય સુગ્રાહિતા (susceptibility) ધરાવતા દ્રવ્યનો તાપમાન-આધારિત ગુણધર્મ. લેટિસ(કણોની નિયમિત ગોઠવણી)માં પરમાણુઓ પ્રચક્રણ (spin) કરતા હોય છે. પાડોશી પરમાણુઓનું પ્રચક્રણ સમાંતર કે પ્રતિસમાંતર રેખાંકન (parallel કે antiparallel alignment) ધરાવે છે. પ્રતિલોહચુંબકત્વમાં રેખાંકન પ્રતિસમાંતર હોય છે. લોહચુંબકીય દ્રવ્યનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતાં હજારોગણું…
વધુ વાંચો >પ્રોટૉન (Proton)
પ્રોટૉન (Proton) : ધન વિદ્યુતભારિત મૂળભૂત કણ. તે હાઇડ્રોજન પરમાણુની ન્યૂક્લિયસ છે. ઉપરાંત તે તમામ ન્યૂક્લિયસનો અંગભૂત કણ છે. હાઇડ્રોજન પરમાણુની ન્યૂક્લિયસમાં પ્રોટૉન અને તેની આસપાસ ઇલેક્ટ્રૉન ભ્રમણ કરતો હોય છે. પ્રોટૉન ઇલેક્ટ્રૉન કરતાં આશરે 1,837ગણો વધારે ભારે હોય છે. આથી હાઇડ્રોજન પરમાણુનું દળ પ્રોટૉનને કારણે હોય છે એમ કહી…
વધુ વાંચો >પ્રોટૉન-ક્ષય (proton decay)
પ્રોટૉન-ક્ષય (proton decay) : પ્રોટૉન(P)નું વિભંજન થઈ પૉઝિટ્રૉન (e+) અને વિદ્યુત-તટસ્થ પાયૉન(πo)માં રૂપાંતર થવાની ઘટના. P → e+ + π0 અહીં પૉઝિટ્રૉન ઇલેક્ટ્રૉનનો પ્રતિકણ (antiparticle) છે; પાયૉન (πo) એટલે કે પાઇ-મેસૉન (pimeson-pion) ઇલેક્ટ્રૉન કરતાં ભારે અને પ્રોટૉન કરતાં હલકો એવો વિદ્યુતતટસ્થ કણ છે. મહાએકીકૃત સિદ્ધાંત(grand unification theory –GUT)ને આધારે પ્રોટૉન-ક્ષયની આગાહી…
વધુ વાંચો >