પ્રવીણસાગર સત્યપંથી
કેરથર્ઝ – વૉલેસ હ્યૂમ
કેરથર્ઝ, વૉલેસ હ્યૂમ (જ. 27 એપ્રિલ 1896, બર્લિંગ્ટન, યુ.એસ.; અ. 29 એપ્રિલ 1937, ફિલાડેલ્ફિયા) : અમેરિકન રસાયણશાસ્ત્રી. તેમણે ઇલિનૉઇસ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાર્બનિક રસાયણના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ડૉક્ટરેટની પદવી મેળવ્યા પછી 1928માં ડ્યુ પૉન્ટ કંપનીની વિલમિંગ્ટન, ડેલ.ની કાર્બનિક સંશોધન પ્રયોગશાળાના ડિરેક્ટરપદે નિમાયા. ત્યાં તેમણે મોટા અણુભાર ધરાવતા બહુલકોનાં અણુભાર…
વધુ વાંચો >કેરેટિન
કેરેટિન : પ્રાણીઓનાં શરીરનાં ચામડી, વાળ, નખ, પંજા, પીંછાં, ખરી, શિંગડાં વગેરે ભાગોમાં રહેલ સખત તંતુયુક્ત પ્રોટીન પદાર્થ. વાળ અને નખ પૂરેપૂરાં તેનાં બનેલાં હોય છે, તેને લીધે સસ્તન પ્રાણીઓની ચામડી જલરોધી (waterproof) ગુણધર્મ ધરાવે છે. તે પડને stratum corneum કહેવામાં આવે છે. કેરેટિનનો અણુ અનમ્ય (rigid) નળાકાર કુંડલિની (cylindrical…
વધુ વાંચો >કૅલિફૉર્નિયમ
કૅલિફૉર્નિયમ : તત્વોની ઍક્ટિનાઇડ શ્રેણીનું નવમું વિકિરણધર્મી ધાતુતત્વ. સંજ્ઞા Cf. અસ્થિર હોવાને કારણે તે મુક્ત અવસ્થામાં કે સંયોજન-સ્વરૂપે મળી આવતું નથી. આથી કૃત્રિમ રીતે [નાભિકીય સંશ્લેષણ (nuclear synthesis) દ્વારા] તેનું સંશ્લેષણ કરવામાં આવે છે. 9 ફેબ્રુ. 1950ના રોજ ચાર યુ.એસ. વૈજ્ઞાનિકો સ્ટેન્લી જી. થૉમ્સન, કેનેથ સ્ટ્રીટ, આલ્બર્ટ ઘીઓર્સો અને ગ્લેન…
વધુ વાંચો >કૅલોમલ ધ્રુવ
કૅલોમલ ધ્રુવ : અજ્ઞાત અથવા દર્શક (indicator) વીજધ્રુવનો વિભવ (potential) માપવા માટે પ્રમાણભૂત હાઇડ્રોજન વીજધ્રુવની અવેજીમાં વપરાતો દ્વિતીયક સંદર્ભ વીજધ્રુવ. તે ધાતુ-અલ્પદ્રાવ્ય ક્ષાર પ્રકારનો પ્રતિવર્તી વીજધ્રુવ છે અને તેમાં મર્ક્યુરી (Hg) ધાતુ કૅલોમલ (મર્ક્યુરસ ક્લોરાઇડ, Hg2Cl2) વડે સંતૃપ્ત કરેલા પોટૅશિયમ ક્લોરાઇડ(KCl)ના દ્રાવણના સંપર્કમાં રહેલી હોય છે. આ માટે મર્ક્યુરી, કૅલોમલ…
વધુ વાંચો >કૅલ્શિયમ
કૅલ્શિયમ : આવર્તક કોષ્ટકના બીજા અગાઉના II સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Ca. તે મુક્ત અવસ્થામાં મળી આવતું નથી. વિપુલતાની ર્દષ્ટિએ બ્રહ્માંડમાં તેરમું અને પૃથ્વી પર પાંચમું સ્થાન, તેમજ ધાતુ તરીકે ત્રીજું સ્થાન ધરાવે છે. પૃથ્વીના પોપડામાં 3.22 % કૅલ્શિયમનાં સંયોજનો છે અને લગભગ સર્વત્ર મળી આવે છે. તે વનસ્પતિ અને…
વધુ વાંચો >કૉર્નફોર્થ જ્હૉન વૉરકપ
કૉર્નફોર્થ, જ્હૉન વૉરકપ (જ. 7 સપ્ટેમ્બર 1917, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 8 ડિસેમ્બર 2013, સસેક્સ, ઇગ્લૅન્ડ) : નોબેલ પારિતોષિકના સહભાગી બ્રિટિશ રસાયણજ્ઞ. 1937માં તેમણે સિડની યુનિવર્સિટીમાંથી સ્નાતકની અને 1941માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. એ જ અરસામાં રીશ હારાડેન્સ નામનાં વિદુષી સાથે લગ્ન કર્યાં. તેમની સાથે પ્રયોગશાળામાં સંશોધન-સહકાર્યકર્તા તરીકે રીશે સારી…
વધુ વાંચો >કોલસો
કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…
વધુ વાંચો >કૌમારિન
કૌમારિન : ગિયાનામાં થતા ટૉન્કા (tonka) છોડમાંથી મળતું અને તાજા કાપેલા સૂકા ઘાસની વાસ ધરાવતું વિષમચક્રીય કાર્બનિક સંયોજન. તે એક લૅક્ટૉન છે. અણુસૂત્ર છે C9H6O2. તેને બેન્ઝોપાયરોન પણ કહે છે. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : સંશ્લેષિત રીતે તેને સેલિસીલિક આલ્ડિહાઇડ, સોડિયમ એસિટેટ અને એસેટિક એન્હાઇડ્રાઇટને ગરમ કરીને પણ…
વધુ વાંચો >ક્યુરારી
ક્યુરારી (curare) : દક્ષિણ અમેરિકાનાં કેટલાંક વૃક્ષોમાંથી મળતું 40 જેટલાં આલ્કેલૉઇડનું અત્યંત વિષાળુ મિશ્રણ. સાપના ઝેરમાં પણ તે હોય છે. તે પેશીને શિથિલ કરનાર (muscle relaxant) છે. ઍમેઝોન અને ઓરિનોકો નદીના પ્રદેશના ઇન્ડિયનો જંગલી પ્રાણીઓના શિકાર માટે તીરના ફળાને વિષાળુ બનાવવા તેનો ઉપયોગ કરતા. તેમની ભાષામાંના ‘વૂરારી’ (woorari) એટલે વિષ…
વધુ વાંચો >