પ્રવીણચંદ્ર પરીખ

સુહરાવર્દી સિલસિલા

સુહરાવર્દી સિલસિલા : શેખ શિહાબુદ્દીન ઉમર સુહરાવર્દીએ (મૃ. ઈ. સ. 1234) પ્રવર્તાવેલો રહસ્યવાદી મુસ્લિમ પંથ. આ પંથને દૃઢ પાયા પર સંગઠિત કરવાનું માન મુલતાનના તત્વજ્ઞાની સંત શેખ બહાઉદ્દીન ઝકરિયા (મૃ. ઈ. સ. 1262)ને ફાળે જાય છે. તેમણે મુલતાનમાં એક ભવ્ય ખાનકાહ સ્થાપીને સિંધ તેમજ બીજા પડોશી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિષ્યોને…

વધુ વાંચો >

સુંદરદાસ

સુંદરદાસ (જ. ઈ. સ. 1596 ધૌસા (જયપુર) અ. ઈ. સ. 1689 સાંગાનેર, રાજસ્થાન)  : દાદૂ દયાળના મુખ્ય શિષ્ય, નિર્ગુણી સંત કવિ. તેમનો જન્મ જયપુરની જૂની રાજધાની ધૌસમાં એક ખંડેલવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેઓ 6-7 વર્ષની નાની વયે દાદૂ દયાળની શરણમાં આવ્યા હતા. તેમના રૂપથી પ્રભાવિત થઈને દાદૂએ તેમને સુંદર…

વધુ વાંચો >

સૂરજમલ 

સૂરજમલ  : ભરતપુરનો પ્રતાપી જાટ રાજા. જાટ રાજ્યની જાહોજલાલી રાજા સૂરજમલના અમલમાં 1756થી 1763 દરમિયાન ચરમસીમાએ પહોંચી હતી. સૂરજમલ પોતે જાટ સરદાર બદનસિંઘનો દત્તકપુત્ર અને ઉત્તરાધિકારી હતો. બદનસિંઘે તેને રાજ્યની બધી આંટીઘૂંટીઓ બતાવી હતી. સૂરજમલ સત્તા પર આવ્યા પછી સૌપ્રથમ જાટ સરદાર ખેમકરણ સોમારિયા પાસેથી ભરતપુર મેળવ્યું અને ત્યાં પોતાની…

વધુ વાંચો >

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)

સૂર્ય અને ચંદ્ર (વૈદિક પ્રતીક)  : વૈદિક કાલથી આજદિન સુધી લોકમાન્ય રહેલાં પ્રતીકો. હિમ અન ધ્રંસ એટલે કે ઠંડી અને ગરમી એ બંનેના રૂપ ચંદ્ર અને સૂર્ય છે. અથર્વવેદમાં બંનેને અગ્નિનાં બે રૂપ કહ્યાં છે. त तैवाव्ग्नीं आधत्त हिमं ध्रंसं च रोहित (13-1-46). (અર્થાત્ એક જ રોહિત દેવ સૂર્યે ઠંડી…

વધુ વાંચો >

સોમ

સોમ : અગ્નિ અને ઇન્દ્ર પછી ત્રીજું સ્થાન ધરાવતા વૈદિક દેવતા. એની કલ્પના સ્વર્ગીય લતાનો રસ અને ચંદ્રમા સાથે કરવામાં આવી છે. આ રસ દેવતા અને મનુષ્ય બંને માટે સ્ફૂર્તિદાયક ગણાયો છે. વૈદિક સાહિત્યમાં સોમરસ તૈયાર કરવાની, યજ્ઞોમાં તેનો વિવિધ રીતે કરવાનો પ્રયોગ તેમજ દેવતાઓને એ સમર્પિત કરવાની વિધિનાં વિસ્તૃત…

વધુ વાંચો >

સોમદત્ત

સોમદત્ત  : કુરુવંશી રાજા ભૂરિશ્રવાનો પિતા. દેવકીના સ્વયંવરમાં જ્યારે શનિ નામના યાદવે વસુદેવ માટે દેવકીનું હરણ કર્યું તો સોમદત્તે એનો વિરોધ કર્યો પરંતુ શનિએ એને ભૂમિ પર પછાડી અનેક રીતે અપમાનિત કર્યો. આ અપમાનનો બદલો લેવા સોમદત્તે રુદ્રની ઉગ્ર તપસ્યા કરી અને રુદ્રની કૃપાથી એને ભૂરિશ્રવા જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત…

વધુ વાંચો >

સોમસ્કંદ

સોમસ્કંદ : બાલ સ્વરૂપા સ્કંદ સાથેનું શિવ અને ઉમાનું મૂર્તિસ્વરૂપ. ‘શિલ્પરત્ન’ ગ્રંથમાં આ મૂર્તિસ્વરૂપનું વિધાન ખૂબ વિગતે અપાયું છે. આમાં શિવ ત્રિનેત્ર, ચતુર્ભુજ, સ્વરૂપે ભદ્રપીઠ પર સુખાસનમાં પણ ટટ્ટાર બેઠેલા છે. તેમના જમણા હાથમાં પરશુ અને ડાબા પાછલા હાથમાં મૃગ છે. જ્યારે બાકીના બે હાથ પૈકી એક અભય મુદ્રામાં અને…

વધુ વાંચો >

સોહમ્ 

સોહમ્  : ‘તે હું છું’ અર્થાત્ ‘હું બ્રહ્મ છું’ એવો વેદાંતનો સિદ્ધાંત. વેદાન્ત પ્રમાણે જીવ અને બ્રહ્મ એક છે, બંનેમાં કોઈ ફરક નથી. જીવ બ્રહ્મ સિવાય કંઈ જ નથી. આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા માટે વેદાંતીઓ બોલે છે ‘સોહમ્’ = ‘सः अहं’ અર્થાત્ ‘હું તે બ્રહ્મ છું.’ ઉપનિષદોમાં પણ આ વાત…

વધુ વાંચો >

સૌતિ

સૌતિ : રોમહર્ષણ સૂત નામના પુરાણવેત્તા આચાર્યના પુત્ર અને શિષ્ય. પુરાણોમાં એમને ‘જગતગુરુ’ અને ‘મહામુનિ’ કહેવામાં આવ્યા છે. સૌતિએ જ નૈમિષારણ્યમાં ઋષિઓને મહાભારતની કથા સંભળાવી હતી. મહાભારતની કથાનાં ત્રણ સંસ્કરણો થયાં. પહેલું સંસ્કરણ જે ‘જય’ને નામે ઓળખાયું. તેમાં 1200 શ્લોક હતા અને તે વેદ વ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનને સંભળાવ્યું હતું.…

વધુ વાંચો >

સૌભરિ

સૌભરિ : ઋગ્વેદના મંત્રદૃષ્ટા ઋષિ જેમણે માંધાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. કથા એવી છે કે એક વાર યમુના નદીને કિનારે તપસ્યા કરતી વખતે સૌભરિ ઋષિએ માછલીઓને રતિક્રીડા કરતી જોઈ તેમના મનમાં લગ્ન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. ઋષિ માંધાતા પાસે પહોંચ્યા અને પોતાને એક કન્યા આપવા અનુરોધ કર્યો. વૃદ્ધ…

વધુ વાંચો >