પ્રવીણચંદ્ર પરીખ

ભરથરી (ગાથા)

ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા…

વધુ વાંચો >

ભરહુતનો શિલ્પ-વૈભવ

ભરહુતનો શિલ્પ-વૈભવ : મધ્યપ્રદેશ(જિ. સતના)ના ભરહુત નામના સ્થળેથી 1873માં મેજર જનરલ એલેક્ઝાન્ડર કનિંઘમે એક બૌદ્ધ સ્તૂપના અવશેષો શોધી કાઢ્યા હતા. આ સ્તૂપના અવશેષો મુખ્યત્વે ઇન્ડિયન મ્યુઝિયમ કલકત્તા, મ્યુનિસિપલ મ્યુઝિયમ, અલાહાબાદ અને સતના, વારાણસી તેમજ મુંબઈનાં મ્યુઝિયમોમાં સંગૃહીત છે. સ્તૂપ તો નષ્ટ થયો છે. પણ એની વેદિકા અને સ્તંભો પરનાં અંશમૂર્ત…

વધુ વાંચો >

ભાઉ દાજી (ડૉ.)

ભાઉ દાજી (ડૉ.) (જ. 1822, માંજરે, ગોવા; અ. 31 મે 1874, મુંબઈ) : ડૉક્ટર, સમાજસુધારક અને પ્રાચ્યવિદ્યાના પ્રકાંડ વિદ્વાન. પૂરું નામ રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ. પિતા દાજીને નામે અને પોતે બચપણમાં ભાઉના નામે ઓળખાતા હોઈ તેઓ ભાઉ દાજી તરીકે પ્રસિદ્ધ થયા. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ભાઉના પિતા શરૂઆતમાં ગોવામાં ખેતી કરતા.…

વધુ વાંચો >

ભાગવત સંપ્રદાય

ભાગવત સંપ્રદાય : હિંદુ ધર્મનો બહુધા વૈષ્ણવ સંપ્રદાય નામે ઓળખાતો પ્રાચીન સંપ્રદાય. ભગવાન અને તેના અવતારોમાં આસ્થા તેમજ તેની ભક્તિ – એ તત્વોને લીધે તેની લોકપ્રિયતા વિશેષ થયેલી જોવામાં આવે છે. સંપ્રદાયના મુખ્ય ઉપાસ્ય દેવ વાસુદેવ છે. તેઓ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, ઐશ્વર્ય અને તેજ – એ છ ગુણોથી પરિપૂર્ણ…

વધુ વાંચો >

ભારત

ભારત ભૂગોળ; ભૂસ્તરીય રચના; ભારતમાં આર્થિક આયોજન; સમાજ અને ધર્મ; શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલૉજી; આરોગ્ય અને તબીબી સેવાઓ, આયુર્વેદ; ઇતિહાસ; રાજકારણ; સંરક્ષણ-વ્યવસ્થા; આદિવાસી સમાજ અને સંસ્કૃતિ; ભારતીય સાહિત્ય; ભારતીય કળા; સમૂહ-માધ્યમો. ભૂગોળ સ્થાન–સીમા–વિસ્તાર : એશિયાખંડના દક્ષિણ છેડા પર આવેલો દેશ. તે હિમાલયની હારમાળાની દક્ષિણનો 8° 11´થી 37° 06´ ઉ. અ.…

વધુ વાંચો >

ભારત સેવાશ્રમ સંઘ

ભારત સેવાશ્રમ સંઘ : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવધર્મ અને સમાજસેવાને વરેલું લોકહિતૈષી સંગઠન, જેમાં સંન્યાસીઓ અને નિઃસ્વાર્થી કાર્યકર્તા ભ્રાતૃભાવથી ઈ. સ. 1917થી અવિરત જનકલ્યાણનાં કાર્ય કરી રહ્યા છે. સંસ્થાની સ્થાપના યોગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી (1896–1941)એ પોતાના જન્મસ્થાન બાજિતપુરા(જિ. ફરીદપુર, બાંગ્લાદેશ)માં સ્મશાનની નિકટના સ્થાનમાં વનદેવી દુર્ગાના સ્થાનક પાસે આશ્રમ બનાવીને ત્યાં…

વધુ વાંચો >

ભારતીય સંસ્કૃતિ

ભારતીય સંસ્કૃતિ ભારતીય સમાજમાં પેઢી-દર-પેઢી હસ્તાંતરિત થતી જીવનશૈલી. સંસ્કૃતિ : અંગ્રેજી શબ્દ ‘કલ્ચર’ મૂળમાં ‘કૃષિ’ના અર્થમાં પ્રયોજાયો છે. તે પરથી વિલ ડ્યુરાન્ટે ‘કલ્ચર’ એટલે માનવમનનું ખેડાણ (કલ્ટિવેશન ઑવ્ મૅન્સ માઇન્ડ) એવો અર્થ તારવ્યો છે. ભારતમાં ‘કલ્ચર’ના પર્યાય રૂપે ‘સંસ્કૃતિ’ શબ્દ પ્રયોજવામાં આવે છે. નૃવંશવિદ્યાવિદો અને સંસ્કૃતિવિદ્યાવિદો તેનું તાત્પર્ય સમજાવતાં કહે…

વધુ વાંચો >

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ

ભાંડારકર, દેવદત્ત રામકૃષ્ણ (જ. 19 નવેમ્બર 1875; અ. 30 મે 1950) : સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યાવિદ અને પુરાવસ્તુશાસ્ત્રી. પિતા રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર પ્રસિદ્ધ વિદ્વાન હતા. દેવદત્ત પુણેની ડેક્કન કૉલેજમાંથી 1896માં બી.એ. થયા અને કાયદો ભણવા માંડ્યા. એવામાં ભગવાનલાલ ઇંદ્રજી સુવર્ણચંદ્રક અને એ નામના પ્રાઇઝ માટેની સંશોધન-નિબંધસ્પર્ધા યોજાતાં તેમાં ભાગ લઈ ‘એ…

વધુ વાંચો >

ભીખાનંદી પંથ

ભીખાનંદી પંથ : ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રચલિત અદ્વૈતવાદી ભક્તિસંપ્રદાય. આઝમગઢ(ઉ.પ્ર.)ના ખાનપુર બોહના ગામના સંત ભીખાનંદે (જ. ઈ. સ. 1714; અ. 1792) આ પંથ પ્રવર્તાવ્યો હતો. બ્રાહ્મણ (ચોબે) પરિવારના ભીખાનંદને નાનપણથી જ સાધુસંતોની સંગત પસંદ હતી. 12મે વર્ષે તેમને સંસારમાં જોડવા માટે તેમનાં લગ્ન લેવાયાં ત્યારે તે ઘર છોડીને દેશાટન માટે…

વધુ વાંચો >

ભીમતાલ

ભીમતાલ : ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું પ્રાચીન તીર્થસ્થાન અને સરોવર. ભૌગોલિક માહિતી : તે 29  34´ ઉ. અ. અને 79  55´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી આશરે 1370 મીટરની ઊંચાઈએ આવેલું છે. હિમાલયની તળેટીમાં એક ડુંગરની ખીણમાં રચાયેલું મીઠા પાણીનું સરોવર છે. આ સરોવરનો વિસ્તાર આશરે 48 હેક્ટર…

વધુ વાંચો >