પૂરવી ઝવેરી
પૉલ વોલ્ફગૅન્ગ (Paul Wolfgang)
પૉલ, વોલ્ફગૅન્ગ (Paul, Wolfgang) (જ. 10 ઑગસ્ટ 1913, લૉરેન્ઝકિર્ક, સેક્સની, જર્મની; અ. 7 ડિસેમ્બર 1993, બૉન, જર્મની) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને હાન્સ જ્યૉર્જ ડેહમેલ્ટ વચ્ચે વિભાજિત થયો હતો અને બીજો અર્ધ ભાગ નૉર્મન ફૉસ્ટર રેમ્ઝીને મળ્યો હતો. વોલ્ફગૅન્ગ…
વધુ વાંચો >ફિટ્ચ વૅલ લૉગ્સડન
ફિટ્ચ, વૅલ લૉગ્સડન (Fitch, Val Logsdon) (જ. 10 માર્ચ 1923, મેરીમૅન, નેબ્રાસ્કા, યુ.એસ.એ.; અ. 5 ફેબ્રુઆરી 2015, પ્રિન્સટન, યુ.એસ.એ.) : તટસ્થ K-મેસોનના ક્ષયમાં થતા મૂળભૂત સમમિતિ સિદ્ધાંતોના ઉલ્લંઘનો – આ શોધ માટે 1980નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ તેમના સહકાર્યકર્તા જેમ્સ ક્રોનિનને…
વધુ વાંચો >ફિલિપ્સ વિલિયમ ડેનિલ
ફિલિપ્સ, વિલિયમ ડેનિલ (Phillips, William Daniel) (જ. 5 નવેબ્મર 1948, પેન્સિલ્વેનિયા, યુ.એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે વિલિયમ ડેનિલ ફિલિપ્સ, સ્ટીવન ચુ તથા ક્લૉડ કોહેન – તનુજીને પ્રાપ્ત થયો હતો.…
વધુ વાંચો >ફેરેન્સ, ક્રાઉઝ
ફેરેન્સ, ક્રાઉઝ (Krausz, Ferenc) (જ. 17 મે 1962, મોર, હંગેરિયન પીપલ્સ રિપબ્લિક) : પદાર્થ(દ્રવ્ય)માં ઇલેક્ટ્રૉનની ગતિક્રિયાના અભ્યાસ માટે પ્રાયોગિક રીતે પ્રકાશનાં ઍટોસેકન્ડ કંપનો ઉત્પન્ન કરવા માટે 2023નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર પિયર ઍગોસ્ટિની અને આન લુઈલિયે સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. ફેરેન્સ ક્રાઉઝે બુડાપેસ્ટની ઍટવૉસ લોરેન્ડ…
વધુ વાંચો >ફ્રીડમૅન જેરોમ
ફ્રીડમૅન, જેરોમ (Freidman, Jerome) (જ. 28 માર્ચ 1930, શિકાગો, યુ.એસ.એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન (inelastic scattering) ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન અત્યંત મહત્વનું હતું. પુરસ્કારનો એક તૃતીયાંશ ભાગ જેરોમ…
વધુ વાંચો >બેકર, ડેવિડ
બેકર, ડેવિડ (Baker, David) (જ. 6 ઑક્ટોબર 1962, સિઍટલ, વૉશિંગ્ટન, યુ.એસ.એ.) : કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન (પરિકલન અથવા ગાણિતિક પ્રોટીનરચના) માટે 2024નો રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર વિજ્ઞાની. બીજો અર્ધભાગ ડેમિસ હસાબિસ તથા જ્હૉન જમ્પરને સંયુક્ત રીતે પ્રોટીનની રચના(માળખા)ના અનુમાન માટે એનાયત થયો હતો. ડેવિડ બેકર અમેરિકન જીવ-રસાયણશાસ્ત્રી છે, જેમણે પ્રોટીનની…
વધુ વાંચો >બેડનૉર્ત્સ જોહાનેસ જ્યૉર્જ (Bednorz, J. Georg)
બેડનૉર્ત્સ જોહાનેસ જ્યૉર્જ (Bednorz, J. Georg) (જ. 16 મે 1950, ન્યુઅનકર્ચેન, પશ્ચિમ જર્મની) : સિરેમિક દ્રવ્ય-(ચિનાઈ માટી)માં અતિવાહકતા(superconductivity)ની શોધમાં અત્યંત મહત્વની સફળતા મેળવવા માટે 1987નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો અને અન્ય અર્ધભાગ એલેક્સ કે. મ્યુલરને પ્રાપ્ત થયો હતો. જોહાનેસના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક…
વધુ વાંચો >બૉઈલ, વિલાર્ડ એસ. (Boyel, Willard S.)
બૉઈલ, વિલાર્ડ એસ. (Boyel, Willard S.) (જ. 19 ઑગસ્ટ 1924 ઍમહર્સ્ટ, કૅનેડા અ. 7 મે 2011, વૉલેસ, કૅનેડા) : પ્રતિબિંબન અર્ધવાહક પરિપથ અર્થાત્ વિદ્યુતભાર–યુગ્મિત ઉપકરણ(CCD સેન્સર– સંવેદનમાપક)ની શોધ માટે 2009નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ શોધ માટે પુરસ્કારનો અર્ધભાગ વિલાર્ડ બૉઈલ તથા જ્યૉર્જ સ્મિથને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.…
વધુ વાંચો >