પરમાણુ (ન્યૂક્લિયર) ઇજનેરી
ન્યૂક્લિયર ઇજનેરી
ન્યૂક્લિયર ઇજનેરી વિદ્યુત ઉત્પાદન માટે ન્યૂક્લિયર વિખંડન-પ્રક્રિયા ઉપર આધારિત ઇજનેરી. યુરેનિયમ જેવાં કેટલાંક દળદાર તત્વોના પરમાણુ-ન્યૂક્લિયસ સાથે ન્યૂટ્રૉનના અથડાવાથી ઊર્જાના ઉત્સર્જન સાથે તેનું આશરે સરખા એવા બે ટુકડાઓમાં વિખંડનઘટકોમાં વિભાજન થાય છે. ન્યૂક્લિયર વિખંડન નામે ઓળખાતી આ પ્રક્રિયામાં ઉચ્ચ ગતિશક્તિ ધરાવતા વિખંડન–ઘટકો ઉપરાંત ન્યૂટ્રૉન, ન્યૂટ્રિનો બીટા(β or beta)કણો અને ગામા…
વધુ વાંચો >ન્યૂક્લિયર ઊર્જા (nuclear energy)
ન્યૂક્લિયર ઊર્જા (nuclear energy) ન્યૂક્લિયર વિખંડન (fission) અથવા સંલયન(fusion)ની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા. ન્યૂક્લિયર ઊર્જા પરમાણુ-ઊર્જા તરીકે પણ ઓળખાય છે. અત્યારના તબક્કે જે કોઈ પ્રકારની ઊર્જાની જાણકારી પ્રવર્તે છે તેમાં ન્યૂક્લિયર ઊર્જા શક્તિશાળી સ્રોત છે. સૂર્યમાંથી મળતી અપાર ઉષ્મા-ઊર્જા અને પ્રકાશ-ઊર્જાનું મૂળ ન્યૂક્લિયર ઊર્જા છે. ન્યૂક્લિયર શસ્ત્રોની સંહારક ઊર્જાનું…
વધુ વાંચો >ન્યૂક્લિયર દહનચક્ર (nuclear combustion cycle)
ન્યૂક્લિયર દહનચક્ર (nuclear combustion cycle) : 4 હાઇડ્રોજન ન્યૂક્લિયસ(પ્રોટૉન P)નું અતિ ઊંચા તાપમાને સંલયન (fusion) દ્વારા હિલિયમ ન્યૂક્લિયસ (આલ્ફા કણ – α)માં રૂપાંતર થવાની ઘટના. આ ઘટના બે રીતે થાય છે : (1) પ્રોટૉન-પ્રોટૉન(PP)-ચક્ર અને (2) કાર્બન-નાઇટ્રોજન(CN)-ચક્ર તરીકે. આ પ્રક્રિયાઓ દરમિયાન ઊર્જા મુક્ત થાય છે અને તેની સાથે પૉઝિટ્રૉન (e+)…
વધુ વાંચો >ન્યૂક્લિયર પ્રક્રિયાઓ (nuclear reactions)
ન્યૂક્લિયર પ્રક્રિયાઓ (nuclear reactions) : પરમાણ્વીય ન્યૂક્લિયસ અને પ્રતાડક કણ કે ફોટૉન (પ્રકાશના કણ) વચ્ચે થતી પ્રક્રિયા. ન્યૂક્લિયર પ્રક્રિયાને અંતે નવી ન્યૂક્લિયસ મળે છે. તે સાથે કણોનું ઉત્સર્જન પણ થાય છે; જેમ કે, નાઇટ્રોજન (147N) ઉપર હિલિયમ-ન્યૂક્લિયસ (42He) એટલે કે આલ્ફા (α) કણનું પ્રતાડન કરતાં, ઑક્સિજન (178O) અને હાઇડ્રોજન(11H)ની નવી…
વધુ વાંચો >ન્યૂક્લિયર ફોટોગ્રાફિક ઇમલ્શન
ન્યૂક્લિયર ફોટોગ્રાફિક ઇમલ્શન : બ્રહ્માંડ-કિરણો(cosmic rays)માં રહેલા મેસૉન જેવા કેટલાક મૂળભૂત કણના અભ્યાસ માટેની પદ્ધતિઓમાંની એક. બૅકરેલે શરૂઆતમાં રેડિયોઍક્ટિવિટીના અભ્યાસ માટે સામાન્ય ફોટોગ્રાફિક પ્લેટનો ઉપયોગ કર્યો હતો. ફોટોગ્રાફિક પ્લેટ ઉપર સિલ્વર-બ્રોમાઇડ(AgBr)નું પાતળું પડ (film) હોય છે. આવા પાતળા સ્તર ઉપર રહેલા સિલ્વર-બ્રોમાઇડના રજકણ ઉપર આયનકારી (ionising) વિકિરણની અસર થતી હોય…
વધુ વાંચો >ન્યૂક્લિયર બંધારણ (nuclear structure)
ન્યૂક્લિયર બંધારણ (nuclear structure) પરમાણુના હાર્દમાં રહેલા ધનવીજભારવાહી અને અત્યંત સઘન (dense) એવા નાભિકની સંરચના. ઇલેક્ટ્રૉન, પ્રોટૉન અને ન્યૂટ્રૉનની શોધ પછી એ સ્પષ્ટ બન્યું કે અવિભાજ્ય એવો પરમાણુ ચોક્કસ સંરચના ધરાવે છે અને તેમાં આ ત્રણ મૂળભૂત કણો રહેલા છે. ઇલેક્ટ્રૉનની કેટલીક લાક્ષણિકતાઓ એમ સૂચવે છે કે તે પરમાણુના બહારના…
વધુ વાંચો >ન્યૂક્લિયર રિએક્ટર
ન્યૂક્લિયર રિએક્ટર : થોડાક ઈંધણને ભોગે વિપુલ પ્રમાણમાં ઊર્જા પેદા કરતી પ્રયુક્તિ (device). ન્યૂક્લિયર રિએક્ટરને પરમાણુ રિએક્ટર અથવા થપ્પી (pile) પણ કહે છે. ન્યૂક્લિયર રિએક્ટરમાં ન્યૂક્લિયસના વિખંડન(fission)ને કારણે પેદા થતી ઊર્જા ઉષ્મા સ્વરૂપે હોય છે. યુરેનિયમ (U) અથવા પ્લૂટોનિયમ (Pu) જેવી ભારે ન્યૂક્લિયસનું બે ટુકડામાં વિભાજન થઈ, ન્યૂટ્રૉન અને ઊર્જાઉત્સર્જનની…
વધુ વાંચો >ન્યૂક્લિયર વિખંડન (nuclear fission)
ન્યૂક્લિયર વિખંડન (nuclear fission) : ભારે ન્યૂક્લિયસ ઉપર થતા ન્યૂટ્રૉનના મારાથી તેના લગભગ બે સરખા ભાગમાં થતા વિભાજનની ઘટના. ભારે ન્યૂક્લિયસના વિખંડન સાથે સામાન્ય રીતે ઝડપી ન્યૂટ્રૉન, બીટા-કણ, ગામા-કિરણો અને ઊર્જાનું ઉત્સર્જન થતું હોય છે. પ્લૂટોનિયમ, યુરેનિયમ અને થોરિયમ વિખંડનશીલ દ્રવ્યો છે. ન્યૂક્લિયર વિખંડનના અભ્યાસ માટે ન્યૂક્લિયસમાં પ્રવર્તતાં બળો જાળવવાં…
વધુ વાંચો >ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter)
ન્યૂક્લિયર શિયાળો (Nuclear Winter) : ન્યૂક્લિયર મહાયુદ્ધને કારણે પૃથ્વી ઉપર પેદા થતી પર્યાવરણને હાનિ કરતી વિપરીત ઘટના. ન્યૂક્લિયર શિયાળાને લીધે પૃથ્વીના વાતાવરણ અને હવામાન ઉપર આફતજનક ફેરફારો થવાની શક્યતા બતાવવામાં આવી છે. ન્યૂક્લિયર મહાયુદ્ધ દરમિયાન સમગ્ર પૃથ્વી ઉપર શહેરી વિસ્તારો અને વ્યૂહાત્મક વિસ્તારો ઉપર બૉંબમારો થાય અને તે આડેધડ પણ…
વધુ વાંચો >ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.)
ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એન.એસ.જી.) : ન્યૂક્લિયર પુરવઠો પૂરો પાડતાં 45 રાજ્યોનું જૂથ, જે અણુ-ઉત્પાદનોનો ફેલાવો અટકાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તેમાં અમેરિકા, રશિયા, ફ્રાંસ, બ્રિટન અને ચીન સભ્યો હોવા સાથે ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતા અન્ય 40 દેશો જોડાયેલા છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે ન્યૂક્લિયર શસ્ત્રો બનતાં અટકે તે માટે ન્યૂક્લિયર સાધનસામગ્રીની નિકાસ…
વધુ વાંચો >