નીતિન કોઠારી
ઍન્ટાર્ક્ટિકા
ઍન્ટાર્ક્ટિકા : ઍન્ટાર્ક્ટિકા કે ઍન્ટાર્ક્ટિક નામથી ઓળખાતો દક્ષિણ ધ્રુવની આસપાસનો હિમાચ્છાદિત ખંડ. તે સમુદ્રથી ઘેરાયેલો અને 3.2 કિમી. જેટલી સરેરાશ જાડાઈ ધરાવતા હિમઆવરણ(icecap)થી ઢંકાયેલો છે. વિશ્વનો 90 ટકા જેટલો બરફ આ ખંડ પર છે, પરિણામે વિશ્વમાં સૌથી વધારે ઠંડી અહીં હોય છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાનનો ગાળો બાદ કરીએ તો ત્યાંનું…
વધુ વાંચો >ઍપેલેશિયન પર્વતમાળા
ઍપેલેશિયન પર્વતમાળા : ઉત્તર અમેરિકામાં દ્વિતીય ક્રમે આવતી વિશાળ વિસ્તાર આવરી લેતી પર્વતીય હારમાળા. યુ.એસ. અને કૅનેડામાં આવેલી આ હારમાળા ઈશાનમાં કૅનેડાના ક્વિબેકમાં ગૅસ્પની ભૂશિરથી શરૂ થાય છે અને નૈર્ઋત્યમાં યુ.એસ.ના આલાબામા રાજ્યના બર્મિંગહામ સુધી વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે 2,400 કિમી. જેટલી તથા પહોળાઈ ઉત્તર તરફ 130થી 160 કિમી.…
વધુ વાંચો >એમાકુલમ્ (એર્નાકુલમ્)
એમાકુલમ્ (એર્નાકુલમ્) : ભારતની નૈર્ઋત્ય દિશામાં આવેલા દરિયાકાંઠાના કેરળ રાજ્યનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક માહિતી : આ જિલ્લો 9o 47′ ઉ.અ.થી 10o 17′ ઉ. અ. અને 76o 9′ પૂ. રે.થી 76o 47′ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે ત્રિચુર, પૂર્વે ઇડૂકી, દક્ષિણે કોટ્ટાયમ્ તેમજ અલાપૂઝાહ જિલ્લો અને પશ્ચિમે…
વધુ વાંચો >ઍરિઝોના
ઍરિઝોના : યુનાઇટેડ સ્ટેટ્સ સંલગ્ન રાજ્યો પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગમાં, 310 21’થી 370 00´ ઉ. અ. અને 1090 03´થી 1140 50´ પ.રે.ની વચ્ચેનો 2,95,276 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યની ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનુક્રમે 650 કિમી. અને 550 કિમી. જેટલી છે. કદની…
વધુ વાંચો >ઍલગોઅસ
ઍલગોઅસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ દેશના ઈશાનકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 9° 00’થી 10° 30’ દ. અ. અને 35° થી 38° પ. રે. વચ્ચેનો આશરે 27,993 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બ્રાઝિલનાં બધાં રાજ્યોમાં વિસ્તારની ર્દષ્ટિએ સૌથી નાનાં ગણાતાં રાજ્યો પૈકી દ્વિતીય ક્રમે આવે છે.…
વધુ વાંચો >ઍલિસ સ્પ્રિન્ગ્સ
ઍલિસ સ્પ્રિન્ગ્સ : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલો રણદ્વીપ. ભૌગોલિક સ્થાન : તે મકરવૃત્ત નજીક 23° 42’ દ. અ. અને 133° 53’ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,60,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રણદ્વીપમાં તે જ નામ ધરાવતું નગર આ વિસ્તારનું વહીવટી મથક તેમજ મહત્ત્વનું પ્રવાસ-મથક પણ છે. મોટેભાગે…
વધુ વાંચો >ઍલેક્ઝાંડ્રિયા
ઍલેક્ઝાંડ્રિયા (Alexandria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલું ઇજિપ્તનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક શહેર. અરબી નામ અલ્-ઇસ્કન-દરિયાહ. તે 31° 12’ ઉ. અ. અને 29° 54’ પૂ. રે.ની આજુબાજુનો 314 ચોકિમી.નો શહેરી વિસ્તાર તથા 2,679 ચોકિમી. બૃહદ શહેરી વિસ્તાર આવરી લે છે. કેરોથી વાયવ્યમાં 208 કિમી. અંતરે આવેલું આ શહેર નાઈલ નદીના મુખત્રિકોણના…
વધુ વાંચો >એલ્બર્ટ શિખર
એલ્બર્ટ શિખર : યુ.એસ.ના સોવોય પર્વતનું 4,399 મી. ઊંચું શિખર. કૉલોરાડો રાજ્યના મધ્ય ભાગમાં આવેલી ખડકાળ ગિરિમાળાના રીવર નૅશનલ ફૉરેસ્ટ વિભાગમાં આવેલું છે. સોવોય પર્વત લીડવીલેની નૈર્ઋત્યે આવેલા સરોવરવાળા પ્રદેશનો ભાગ છે. આ પર્વતનો પૂર્વ તરફનો ભાગ રંગભૂમિ જેવો ગોળાકાર છે. તે તિરાડો કે પોલાણો ધરાવે છે. આરાકાન્સાસ નદીની ખીણ…
વધુ વાંચો >એવન
એવન : ઇંગ્લૅન્ડના નૈર્ઋત્ય ભાગમાં આવેલ કાઉન્ટી. 1974માં ગ્લોસેસ્ટરશાયર અને સમરસેટમાંથી તેનું અલગ પરગણું કરવામાં આવ્યું હતું. તેનું ક્ષેત્રફળ 1,336 કિમી. અને વસ્તી 9,34,674 (1991) જેટલી હતી. ઔદ્યોગિક વસાહતોથી દૂર હોવાને કારણે તે મોટેભાગે ખેતીપ્રધાન વિસ્તાર હતો. સમય જતાં તેને જોડેના નગરમાં ભેળવી દેવામાં આવ્યું છે. નીતિન કોઠારી
વધુ વાંચો >એવન નદી
એવન નદી : મધ્ય ઇંગ્લૅન્ડની એક નદી. તે નેઝબી આગળથી શરૂ થઈને નૈર્ઋત્ય દિશામાં 155 કિમી. સુધી વહી સેવર્ન નદીને મળે છે. મોટાં વહાણો માટે અયોગ્ય હોવાથી તેમાં મુખ્યત્વે નાની નાવ વપરાય છે. તેની આજુબાજુનો પ્રદેશ વનશ્રી અને કુદરતી સૌંદર્યવાળો છે. ઇંગ્લૅન્ડના જગમશહૂર મહાન કવિ શેક્સપિયર આ નદીના કિનારે આવેલા…
વધુ વાંચો >