નીતિન કોઠારી

આણંદ

આણંદ : ગુજરાત રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આ શહેર અમદાવાદથી આશરે 65 કિમી. દક્ષિણે આવેલું છે. આ જિલ્લાની ઉત્તરે ખેડા, પૂર્વે વડોદરા, દક્ષિણે ભરૂચ, પશ્ચિમે અમદાવાદ જિલ્લાઓ અને નૈર્ઋત્યમાં ખંભાતનો…

વધુ વાંચો >

આફ્રિકા

આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

આબાદાન

આબાદાન (Abadan) : ઈરાનના ખૂઝેસ્તાન પ્રાંતમાં આવેલ આબાદાન ટાપુનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : આ શહેર 300 200 ઉ. અ. અને 480 160 પૂ. રે. પર આવેલું છે. તે ઈરાની (પર્શિયન) અખાતથી ઉત્તરે આશરે 53 કિમી. દૂર અને શત-અલ-અરબ નદીના પૂર્વ કાંઠે આવેલું છે. આબોહવા : આ શહેરનું જાન્યુઆરીનું…

વધુ વાંચો >

આબિદજાન

આબિદજાન : આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગમાં નૈર્ઋત્ય ખૂણે આવેલા દેશ આઇવરી કોસ્ટ(કોટ-દ-આઇવરી-હાથીદાંત માટે વિખ્યાત)ની રાજધાનીનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 50 19´. અ. અને 40 02´ પ. રે. પર આવેલું છે. તે દેશનું મુખ્ય બંદર પણ છે. તે દેશના અગ્નિકોણમાં ઍટલાન્ટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને કાંઠે આવેલા એબ્રી ખાડી સરોવર…

વધુ વાંચો >

આબોહવા

આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…

વધુ વાંચો >

આલાબામા

આલાબામા (Alabama) : યુ.એસ.ના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. તે આશરે 310થી 350 ઉ. અ. અને 850થી 880 20´ પ. રે. વચ્ચેનો 1,34,700 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ. દ. લંબાઈ 536 કિમી. અને પૂ. પ. પહોળાઈ 333 કિ.મી. જેટલી છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વે જ્યૉર્જિયા, દક્ષિણે ફ્લૉરિડા તથા પશ્ચિમે…

વધુ વાંચો >

આંધ્રપ્રદેશ

આંધ્રપ્રદેશ ભારતમાં દક્ષિણ-મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન આશરે 16 15´ ઉ. અ. અને 80 64´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. આ રાજ્યની વાયવ્યે તેલંગણા, ઉત્તરે છત્તીસગઢ, ઈશાને ઓડિશા, દક્ષિણે તમિળનાડુ, પશ્ચિમે કર્ણાટક અને પૂર્વ બંગાળનો ઉપસાગર આવેલાં છે. ભારતમાં ગુજરાત પછી દરિયાકિનારાની લંબાઈ(974 કિમી.)ની દૃષ્ટિએ આ રાજ્ય દ્વિતીય ક્રમ ધરાવે છે. આ…

વધુ વાંચો >

ઇટાલી

ઇટાલી દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી મધ્ય ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું અને 1100 કિમી. લાંબું ઇટાલિયન રાષ્ટ્ર. 36o ઉ. અ. અને 47o ઉ. અ. તથા 7o પૂ. રે. અને 19o પૂ. રે. વચ્ચે તે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 3,01,278 ચોકિમી. છે અને વસ્તી અંદાજે 6,06,05,053 (2010) છે. ઉત્તરનો ભાગ વધુ પહોળો…

વધુ વાંચો >

ઇન્ડોચાઇના (હિંદી ચીન)

ઇન્ડોચાઇના (હિંદી ચીન) : અગ્નિએશિયામાં આવેલો દ્વીપકલ્પીય પ્રદેશ. ભૌગોલિક માહિતી : આ પ્રદેશ આશરે 8o 0´ ઉ. અ.થી 23o 0´ઉ. અ. અને 101o 0´ પૂ. રે.થી 109o 0´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ પ્રદેશની પૂર્વે દક્ષિણ ચીનનો સમુદ્ર, ઈશાને અને ઉત્તરે ચીન, વાયવ્યે મ્યાનમાર, પશ્ચિમે અને નૈર્ઋત્ય દિશાએ થાઇલૅન્ડ…

વધુ વાંચો >

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી…

વધુ વાંચો >