નવીન કે. પરીખ

ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન

ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન : બી-પ્રકારનો ચેપી કમળો અથવા યકૃતશોથ (hepatitis) કરતા વિષાણુ(virus)ની સપાટી પરનો પ્રતિજન (antigen, HBsAg). તે સૌપ્રથમ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં જોવા મળ્યો હતો. તે બે પૉલિપેપ્ટાઇડનો બનેલો છે તથા તેના a, d, y, w, r જેવા ઉપપ્રકારો છે, જેમાંથી ‘a’ ઉપપ્રકાર દરેક HBsAg પ્રતિજનમાં હોય છે. જ્યારે ઉગ્ર યકૃતશોથનાં ચિહ્નો…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા – યકૃતના રોગોમાં

ઔષધચિકિત્સા, યકૃતના રોગોમાં : યકૃત(liver)ના રોગોમાં દવા વડે યકૃત તથા અન્ય અવયવોના રોગોની સારવાર. યકૃતના રોગોની સારવારના મુખ્ય સિદ્ધાંતોમાં સુનિશ્ચિત નિદાન, દર્દીનું આરોગ્યશિક્ષણ, વ્યક્તિગત જરૂરિયાત મુજબ સારવારનું આયોજન, ખોરાકમાં તૈલી પદાર્થો, પ્રોટીન તથા સોડિયમના પ્રમાણ અંગે જરૂરી ફેરફારો, શક્ય એટલાં ઓછાં ઔષધોનો ઉપયોગ વગેરે ગણી શકાય. યકૃતરોગના દર્દીને દારૂ પીવાનું…

વધુ વાંચો >

કમળો (આયુર્વિજ્ઞાન)

કમળો (jaundice) (આયુર્વિજ્ઞાન) : શરીરમાં પિત્તમાંના વર્ણકદ્રવ્યો(bile pigments)ના વધેલા પ્રમાણથી ઉદભવતો વિકાર. લોહીના રુધિરરસ(serum)માં સામાન્ય રીતે પિત્તવર્ણક (bilirubin) નામના પિત્તવર્ણક દ્રવ્યનું પ્રમાણ 1 મિગ્રા.% કે તેથી ઓછું રહે છે; જ્યારે તે 2 મિગ્રા.% કે તેથી વધુ હોય ત્યારે આંખના ડોળાનો શ્વેતાવરણ(sclera)થી બનતો સફેદ ભાગ, શ્લેષ્મકલા (mucosa) તથા ચામડી પીળાં દેખાય…

વધુ વાંચો >