નરેન્દ્ર દુર્ગાશંકર ભટ્ટ

તામ્હણે, નરેન્દ્ર શંકર

તામ્હણે, નરેન્દ્ર શંકર (જ. 4 ઑગસ્ટ 1931, મુંબઈ; અ. 19 માર્ચ 2002, મુંબઈ) : ભારતના ટેસ્ટ વિકેટકીપર અને બૅટ્સમૅન. મૂળ નામ નારાયણ, પરંતુ ક્રિકેટના વર્તુળમાં નરેન્દ્ર નામ પ્રચલિત બન્યું. એક પણ રણજી ટ્રૉફી મૅચ ખેલ્યા સિવાય ટેસ્ટ મૅચ ખેલવાની ભારતીય ક્રિકેટમાં સર્વપ્રથમ સિદ્ધિ ધરાવતા નરેન્દ્ર તામ્હણેએ એમના ક્રિકેટ-જીવનની શરૂઆત ગોલંદાજ …

વધુ વાંચો >

દેસાઈ, રમાકાન્ત ભીખાજી

દેસાઈ, રમાકાન્ત ભીખાજી (જ. 2૦ જૂન 1939, મુંબઈ; અ. 28 એપ્રિલ 1998, મુંબઈ) : ભારતના શક્તિશાળી મધ્યમ ઝડપી ગોલંદાજ, જમોડી બૅટ્સમૅન અને ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટીના ચૅરમૅન. સાવ સામાન્ય બાંધાના રમાકાન્ત દેસાઈની ગોલંદાજી અત્યંત જલદ હતી. એમના નાના બાંધાને કારણે ‘ટાઇની’ તરીકે તે જાણીતા બન્યા. દડાની લાઇન અને લેંગ્થ…

વધુ વાંચો >

દોશી, દિલીપ રસિકલાલ

દોશી, દિલીપ રસિકલાલ (જ. 22 ડિસેમ્બર 1947, રાજકોટ) : બંગાળ, ઈસ્ટઝોન, ઇંગ્લૅન્ડની વૉર્વિકશાયર કાઉન્ટી અને ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ ખેલનાર ડાબોડી ગોલંદાજ. ડાબોડી સ્પિનર સામાન્યત: દડાને પકડવા માટે વચલી આંગળીનો ઉપયોગ કરે છે જ્યારે દિલીપ દોશી ટચલી આંગળીથી દડાને પકડમાં રાખતા હતા. વિકેટ અનુકૂળ હોય અને દડાની લાઇન બરાબર મળે…

વધુ વાંચો >

પરસાણા, ધીરજ દેવશીભાઈ

પરસાણા, ધીરજ દેવશીભાઈ (જ. 2 ડિસેમ્બર 1947, રાજકોટ) : સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારત તરફથી, રેલવે તરફથી રમેલા ઑલરાઉન્ડર. ધીમા ડાબોડી ગોલંદાજ અને ડાબોડી બૅટ્સમૅન ધીરજ પરસાણા સૌરાષ્ટ્ર-ગુજરાત તરફથી અને રેલવે તરફથી રણજી ટ્રૉફી રમ્યા. તેમાં 37 મૅચમાં બે સદી અને નવ અડધી સદી સાથે 1,902 રન કર્યા તેમજ 1,112.1 ઓવર નાખી 2,266 રન…

વધુ વાંચો >

બોરડે, ચંદુ

બોરડે, ચંદુ (જ. 21 જુલાઈ 1934, પુણે) : ભારતના ટેસ્ટ ઑલરાઉન્ડર, આખું નામ ચંદ્રકાન્ત ગુલાબરાવ બોરડે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની, મૅનેજર અને હાલ (2000માં) ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ. 1952–53માં સોલાપુરમાં રમાયેલી મુંબઈની ટીમ સામેની મૅચમાં મહારાષ્ટ્ર તરફથી ખેલતા 18 વર્ષના ચંદુ બોરડેએ 55 અને 61 (અણનમ) રન કર્યા, એ…

વધુ વાંચો >