નટુભાઈ પટેલ

અસમતા

અસમતા (inequality) : બે વાસ્તવિક સંખ્યાઓ અથવા બૈજિક અભિવ્યક્તિઓ પૈકીની એક બીજીથી નાની કે મોટી છે તે દર્શાવતા સંબંધ અંગેનું વિધાન. અસમતાઓનું ગણિતમાં આગવું મહત્વ છે. ગણિતનાં મૂળભૂત પરિણામો ઘણી વાર સમતાઓને બદલે અસમતાઓના સ્વરૂપમાં હોય છે. પ્રાકૃતિક વિજ્ઞાન અને ઇજનેરી શાખાનાં વિવિધ ક્ષેત્રોમાં અસમતાઓના અસરકારક ઉપયોગથી તેના ફાળાનું મહત્વ…

વધુ વાંચો >

ઍમ્ફિઑક્સસ

ઍમ્ફિઑક્સસ : મુખ્યત્વે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશના દરિયાકિનારે, સહેજ જાડી રેતી આવેલી હોય તેવા પ્રદેશમાં વાસ કરનારું, તીરના આકારનું મેરુદંડી પ્રાણી. મેરુદંડી (chordata) સમુદાયના, શીર્ષમેરુ (cephalochordata) ઉપસમુદાયના branchiostomiidae કુળના branchiostoma lanceolatum તરીકે ઓળખવામાં આવે છે. તે આંખ વગરનું અને માથું છૂટું દેખાતું ન હોય તેવું માછલી જેવું પ્રાણી છે. તેના…

વધુ વાંચો >

કૅન્સર પિત્તમાર્ગ(biliary tract)નું

કૅન્સર, પિત્તમાર્ગ(biliary tract)નું : પિત્તાશય (gall bladder) તથા પિત્તનળીઓ(bile ducts)નું કૅન્સર. યકૃતમાંથી બે યકૃતનલિકાઓ (hepatic ducts) નીકળે છે જે જોડાઈને મુખ્ય યકૃતનલિકા (common hepatic duct) બનાવે છે. યકૃતમાં બનતું પિત્ત આ નળી દ્વારા પિત્તાશયમાં એકઠું થાય છે. પિત્તાશય 7થી 10 સેમી. લાંબી કોથળી જેવું છે. તે યકૃતની નીચેની સપાટી પર…

વધુ વાંચો >