નગીન મોદી

એમોનિયા (NH3)

એમોનિયા (NH3) : નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બનેલું પાયાનું ઔદ્યોગિક રસાયણ. સંજ્ઞા NH3. ઇજિપ્તના એક પૌરાણિક દેવ એમોન (Amon) ઉપરથી આ નામ પડ્યું છે. મધ્યયુગમાં પાદરીઓ પ્રાણીનાં શિંગડાં તથા ખરી જેવા નાઇટ્રોજનયુક્ત કચરાનું નિસ્યંદન કરી આ વાયુ બનાવતા હતા. ગેબરે મૂત્ર અને મીઠાને ગરમ કરી એમોનિયમ ક્લોરાઇડ બનાવવાની રીત વર્ણવી છે.…

વધુ વાંચો >

ઍમ્પેરોમિતીય અનુમાપન

ઍમ્પેરોમિતીય અનુમાપન (amperometric titration) : અનુમાપકના કદ સામે વિદ્યુતકોષમાં વહેતા વિદ્યુતપ્રવાહના મૂલ્યને આલેખિત કરીને તુલ્ય બિન્દુ (equivalent point) શોધવાની અનુમાપનની એક વિશિષ્ટ પદ્ધતિ. તુલ્યબિંદુ (અથવા અંતિમ બિંદુ) એ આલેખ તીક્ષ્ણ વિચ્છેદ (sharp break) બતાવે છે. અનુમાપનની આ પદ્ધતિ પોટેન્શિયોમિતીય અને કન્ડક્ટોમિતીય (conducto-metric) અનુમાપનને મળતી આવે છે. પ્રથમમાં વિદ્યુતવિભવ (electrical potential)…

વધુ વાંચો >

થિયોડોલાઇટ

થિયોડોલાઇટ : ક્ષૈતિજ ખૂણાઓ તેમજ ઊર્ધ્વ ખૂણાઓ માપવા માટેનું સર્વેક્ષણ-ઉપકરણ. માલારેખણ સર્વેક્ષણમાં ક્ષૈતિજ ખૂણાઓ માપવા પડે છે. કોઈ પણ રેખાને લંબાવનાર માટે તેમજ એક જ રેખા ઉપર વિવિધ બિન્દુઓ નક્કી કરવા માટે પણ આ ઉપકરણનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જમીનનો ઢોળાવ તેમજ રસ્તાના વળાંક નક્કી કરવા માટે આ ઉપકરણનો…

વધુ વાંચો >

દૂરસંવેદન

દૂરસંવેદન (remote sensing) : દૂરના પદાર્થ(object)નું સ્પર્શ કર્યા વગર સંવેદન. દૂરના પદાર્થ અંગેની માહિતી મેળવવાના સાધનને સંવેદક કહેવાય છે. ઉદાહરણ તરીકે કૅમેરા. આંખ, કાન, ચામડી અને નાક આપણા શરીરનાં સંવેદકો છે. તેમની મદદથી અનુક્રમે જોઈ, સાંભળી, તાપમાનનો અનુભવ અને ગંધ પારખી શકાય છે. આંખ દૂરના પદાર્થમાંથી નીકળતાં વિદ્યુતચંબકીય કિરણોને ગ્રહણ…

વધુ વાંચો >

ધક્કાઓ

ધક્કાઓ (docks) : વહાણો, જહાજો કે બાર્જિસ જેવાં જલયાનોને લાંગરવા માટેનું આશ્રયસ્થાન. તેને ગોદી પણ કહે છે. એ બંદરનો એક ભાગ છે. બંદર એ જલયાન માટે માલસામાનની હેરાફેરીનું (જલ)ક્ષેત્ર છે. વિશાળ ર્દષ્ટિએ બંદરોને ત્રણ વર્ગમાં વહેંચી શકાય તેમ છે : (1) કુદરતી રીતે સુરક્ષિત, (2) તરંગો(waves)થી કૃત્રિમ રીતે રક્ષિત, (3)…

વધુ વાંચો >

પર્યાવરણ

પર્યાવરણ સજીવોના જીવન અને વિકાસને અસર કરતાં બાહ્ય ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોનો સમગ્ર વિસ્તાર. તેમાં જમીન, પાણી, હવામાન, ઊર્જા અને ખાદ્ય પુરવઠા ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ અત્યંત જટિલ અને પરિવર્તનશીલ છે તથા તેમાં અન્યોન્ય અસર કરે તેવા ઘણા પરિવર્તકો (variables) સમાયેલા છે.…

વધુ વાંચો >

પ્રકલ્પ-આયોજન (project planning)

પ્રકલ્પ-આયોજન (project planning) : પ્રયોજના માટેના જુદા જુદા વિકલ્પોને ધ્યાનમાં લઈ ફક્ત એક વિકલ્પને આખરી સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરનું વિશ્લેષણ કરી સમયબદ્ધ અમલ કરવાની પદ્ધતિ. આયોજનના ત્રણ ઘટકો  છે : (1) યોજનાનો હેતુ, (2) તે માટે જુદા જુદા વિકલ્પોનું વિશ્લેષણ, (3) કોઈ એક વિકલ્પને પસંદ કરી સમયબદ્ધ કરવો. આયોજન-પ્રક્રિયામાં સાધનસામગ્રી,…

વધુ વાંચો >

પ્રદૂષણ (pollution)

પ્રદૂષણ (pollution) માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નીપજતાં હાનિકારક દ્રવ્યોના પ્રવેશ દ્વારા તથા કેટલીક કુદરતી ઘટનાઓની અસર રૂપે પર્યાવરણના સમતોલનને જોખમાવતી પ્રક્રિયા. પ્રદૂષણનું વર્ગીકરણ આ પ્રમાણે થઈ શકે : (i) વાયુ-પ્રદૂષણ, (ii) જળ-પ્રદૂષણ, (iii) રાસાયણિક પ્રદૂષણ, (iv) ભૂ-ઓઝોન-પ્રદૂષણ, (v) ભૂમિ-પ્રદૂષણ, (vi) ધ્વનિ-પ્રદૂષણ, (vii) કિરણોત્સર્ગી પ્રદૂષણ અને (viii) ઉષ્મીય પ્રદૂષણ. (i)…

વધુ વાંચો >

પ્લમ્બિંગ

પ્લમ્બિંગ પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે. પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી…

વધુ વાંચો >

ફ્રેન્ચ વેલ

ફ્રેન્ચ વેલ : કૂવાનો એક પ્રકાર. આ પ્રકારના કૂવા ફ્રાન્સ દેશમાં પ્રથમ બનાવવામાં આવ્યા હતા. તેથી તેને ‘ફ્રેન્ચ વેલ’ કહેવામાં આવે છે. આવા પ્રકારના કૂવા રેની (Ranney), ફેહલમૅન અને પ્રોસગે શોધ્યા હતા. આ કૂવાઓને સંગ્રાહક કૂવા (collection coecc) અથવા રેડિયલ વેલ પણ કહેવામાં આવે છે. નદી કે તળાવના ભૂગર્ભમાં સારા…

વધુ વાંચો >