ધીરેન્દ્ર સોમાણી

મીર, હિંમતભાઈ કાળુભાઈ

મીર, હિંમતભાઈ કાળુભાઈ (જ. આશરે 1885; અ. 1947) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર સ્ત્રી-પાત્ર ભજવનારા નામાંકિત અભિનેતા. પિતા કાળુભાઈ ગાયક અને શીઘ્રકવિ હતા. માતાનું નામ બાનુબહેન. મીર કોમના હોવાથી સંગીતકળા વારસાગત મળી હતી. અભિનય અને સંગીતની પ્રાથમિક તાલીમ પિતા તરફથી મળી હતી. ત્યારબાદ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીના શ્રી દેશી નાટક સમાજમાં…

વધુ વાંચો >

મુન્નીબાઈ

મુન્નીબાઈ (જ. 1902; અ. બિજાપુર જિલ્લાના એક ગામમાં) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિનાં અભિનેત્રી. 10 વર્ષની વયે ખુરશેદજી મહેરવાન બાલીવાલાની ‘વિક્ટોરિયા થિયૅટ્રિકલ કંપની’થી કારકિર્દીની શરૂઆત. ત્યારે પગાર રૂ. 10. 1911માં ‘સૈફાઈ મુસલમાન’માં ‘માસૂમા’નું પાત્ર ભજવ્યું. કંપનીના દિગ્દર્શક હોરમસજી પાસેથી નાટ્યકળાનું અને લતીફખાં પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું. 13 વર્ષની ઉંમરે નાયિકાની ભૂમિકા…

વધુ વાંચો >

મૂળચંદ મામા

મૂળચંદ મામા (નાયક મૂળચંદ વલ્લભ) (જ. 1881, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 1935) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કુશળ કલાકાર, સંગીતકાર, દિગ્દર્શક. જ્ઞાતિએ નાયક હોવાથી નાટ્યકળાના સંસ્કાર મળ્યા હતા. સંગીતકળાનું વિશેષ જ્ઞાન મેળવ્યા પછી કાવસજી ખટાઉની નાટક કંપનીમાં સંગીત-વિભાગમાં હાર્મોનિયમવાદક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1913માં પ્યારેલાલ વિઠ્ઠલરાય મહેતાના શ્રીવિદ્યા વિનોદ નાટક સમાજમાં…

વધુ વાંચો >

મોહન, લાલાજી

મોહન, લાલાજી (જ. ? 1885, ચલાળા, જિ. અમરેલી; અ. 20 જાન્યુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ અભિનેતા. માત્ર 8 વર્ષની વયે પિતાનું અવસાન. બાલ્યકાળથી જ મકનજી જૂઠાની શ્રી દ્વારકા નાટક મંડળી અને અનુપરામ કાનજીની શ્રી ધોળા સુબોધ નાટક મંડળીમાં અભિનયકારકિર્દીનો આરંભ. માતાએ તેમને કવિ મૂળશંકર મૂલાણીને સોંપી દીધા. છોટાલાલ…

વધુ વાંચો >

રૉયલ નાટક મંડળી (1919થી 1929)

રૉયલ નાટક મંડળી (1919થી 1929) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા. મહાશંકર વેણીશંકરે ભટ્ટે 1919માં મુંબઈના એડ્વર્ડ થિયેટરમાં તે શરૂ કરી હતી. કવિ મૂળશંકર હરિનંદ મૂલાણી-રચિત નાટકો ‘ભાગ્યોદય’ (1919), ‘એક જ ભૂલ’ (1920), ‘કોકિલા’ (1926) તથા કવિ જામન-લિખિત ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’ (1922), ‘એમાં શું ?’, ‘રાજરમત’ (1923), ‘એ…

વધુ વાંચો >

લક્ષ્મીકાન્ત નાટક સમાજ

લક્ષ્મીકાન્ત નાટક સમાજ (1917 થી 1938) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની જાણીતી મંડળી. ચંદુલાલ હરગોવનદાસ શાહે એની સ્થાપના કરી. નાટ્યલેખક પ્રભુલાલ દ્વિવેદીરચિત નાટકો ‘અરુણોદય’ (1921), ‘માલવપતિ’ (1924), ‘પૃથ્વીરાજ’ (29 એપ્રિલ 1925), ‘સિરાજુદ્દૌલા’ (1926), ‘સમરકેસરી’ (12 જુલાઈ 1933), ‘યુગપ્રભાવ’ (4 ઑગસ્ટ 1934) અને ‘સજ્જન કોણ ?’ (17 જુલાઈ 1936) તથા મણિલાલ ‘પાગલ’નું…

વધુ વાંચો >

શુક્લ, નથુરામ સુંદરજી

શુક્લ, નથુરામ સુંદરજી (જ. 18 માર્ચ 1862; અ. 18 એપ્રિલ 1923) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર અને નાટ્યસંસ્થાના માલિક. વતન વાંકાનેર (જિ. રાજકોટ). પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં. બાલ્યકાળથી જ સાહિત્ય પ્રત્યે અનોખી ચાહના. તેમણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમની બુદ્ધિપ્રતિભાથી ધ્રાંગધ્રા(સૌરાષ્ટ્ર)ના રાજવી ખુશ થયા અને એમને વિશેષ અભ્યાસ માટે કાશી મોકલ્યા.…

વધુ વાંચો >