ધવલ જેટલી

રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR)

રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) : ઊભી કાચની નળીમાં લોહીને ગંઠાઈ ન જાય તેવા દ્રવ્ય સાથે ભરીને મૂકવાથી તેમાંનાં ઘનદ્રવ્યોનો નીચેની તરફ ઠરવાનો દર. લોહી જ્યારે નસમાં વહેતું હોય છે ત્યારે તેમાંનાં ઘનદ્રવ્યો, મુખ્યત્વે રક્તકોષો, એકસરખી રીતે રુધિરપ્રરસ(blood plasma)માં નિલંબિત (suspended) રહે છે. પરંતુ જ્યારે શરીરમાંથી બહાર કઢાયેલા લોહીને તે…

વધુ વાંચો >

રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર

રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર : રોગપ્રતિકાર માટે ભક્ષકકોષો (phagocytes) ધરાવતું તંત્ર. તેને જાલતન્વી અથવા તનુતન્ત્વી-અંતછદીય તંત્ર (reticulo-endothelial system, RES) કહે છે. આ કોષો મધ્યપેશી(mesenchyme)માંથી વિકસે છે. આ તંત્રના કોષો ઝીણા તાંતણાવાળી જાળીમયી પેશીમાં હોય છે, માટે તેમને ‘તનુતન્ત્વી’ કે ‘જાલતન્ત્વી’ (reticular) કહે છે. તેઓ નસો(વાહિનીઓ)ના અંદરના પોલાણ પર આચ્છાદન (lining) કરતા કોષોના…

વધુ વાંચો >