ધનેશ ભાવસાર
અચળ
અચળ (constant) : ચોક્કસ વસ્તુ, એકમ કે સંખ્યા. ચર્ચા દરમિયાન કે ગાણિતિક ક્રિયાઓના ક્રમિક અમલ દરમિયાન એક જ વસ્તુ કે સંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો સંકેત. ફક્ત એક જ કિંમત ધારણ કરતી ચલરાશિ અચળ તરીકે ઓળખાય છે. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનાં કેટલાંક સમીકરણો ઉકેલવામાં અચળાંક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપયોગમાં લેવાતા વિભિન્ન…
વધુ વાંચો >અંકગણિત
અંકગણિત : સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયાઓ દ્વારા સંખ્યાઓનો અભ્યાસ અને તેની વ્યાવહારિક ઉપયોગિતાની વિદ્યા. માપપદ્ધતિ, ગણતરી, પ્રાથમિક સંખ્યાપદ્ધતિ, કેટલીક ભૌમિતિક આકૃતિ સંબંધી ક્ષેત્ર, કદ વગેરેની ગણતરી તથા ગણશાસ્ત્ર(set theory)ના કેટલાક અભિગમો સાથે સંબંધ ધરાવે છે. ગણતરીના મૂળભૂત સિદ્ધાંતો, અવયવ, સામાન્ય અવયવ, અવયવી, વાસ્તવિક સંખ્યા; દશાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી વગેરે…
વધુ વાંચો >નિશ્ચાયક (determinant)
નિશ્ચાયક (determinant) : સંખ્યાઓની ચોરસ સારણી દ્વારા કોઈ એક સંખ્યાની અભિવ્યક્તિ. નિશ્ચાયક પોતે એક સંખ્યા છે જે પેલી ચોરસ સારણી પર યોગ્ય ક્રિયાઓ કરવાથી મળે છે. દા.ત., બે હાર તથા બે સ્તંભવાળી ચોરસ સારણી એક બે હાર અને બે સ્તંભ વાળો અથવા 2 × 2 નિશ્ચાયક કહેવાય છે. આ બે હારના…
વધુ વાંચો >બહુકોણ
બહુકોણ (polygon) : બેથી વધુ સમરેખ ન હોય એવાં n સમતલીય બિંદુઓ P1, P2, ………., Pn અને રેખાખંડો P2P3, ……..Pn–1Pn, PnP1નો યોગગણ. બિંદુઓને બહુકોણનાં શિરોબિંદુઓ અને રેખાખંડોને તેની બાજુઓ કહેવાય છે. બહુકોણની બાજુઓ એકબીજીને છેદે તો તેમના અંત્યબિંદુમાં જ છેદે છે. 3, 4, 5, 6, 7, 8 વગેરે શિરોબિંદુઓવાળા બહુકોણોને…
વધુ વાંચો >ભૂમિતિ (Geometry)
ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…
વધુ વાંચો >